જલ્સા કરોને જેંતીલાલ

6 વર્ષની ઉંમરે બનાવ્યા સિક્સ પેક એબ્સ – આખા જગતમાં આ બાળકની ફીટનેસ ચર્ચામા છે

6 વર્ષની ઉંમરે બનાવ્યા સિક્સ પેક એબ્સ – આખા જગતમાં આ બાળકની ફીટનેસ ચર્ચામા છે

આજે લોકો ચોક્કસ ફીટનેસ પ્રત્યે જાગૃત થયા છે પણ તેમ છતાં લોકો ફીટનેસ તરફ વળી રહ્યા છે તેવું ન કહી શકાય. આજે બાળકોથી માંડીને વૃદ્ધોમાં મેદસ્વીતાની સમસ્યા ગંભીરે બની ગઈ છે. મેદસ્વી હોવાથી શરીર બેડોલ લાગે છે તે દૂરની વાત છે પણ તેનાથી શરીરને આંતરિક નુકસાન થાય છે તે બાબતમાં કોઈ જ બે મત નથી.

image source

આજે લોકો શરીરને સ્વસ્થ રાખવા ઓછું પણ શરીરને આકર્ષક દેખાવા માટે ફીટનેસ તરફ વળ્યા છે તેવું કહી શકાય. ખાસ કરીને યુવાન વર્ગ તે બાબતે ખૂબ જાગૃત થયો છે. પણ આજે અમે તમને કોઈ યુવાનની ફીટનેસની નહીં પણ એક નાનકડા બાળકની ફીટનેસની વાત કરીશું. આ છોકરો મૂળે ઇરાનનો છે અને તેની ઉંમર માત્ર છ વર્ષની છે. અને તે પોતાના 6 પેક એબ્સ માટે આખાએ વિશ્વમાં જાણીતો બની ગયો છે.

image source

આ બાળકનું નામ છે આરત હોસૈની, જે મૂળે તો ઇરાનના બાબોલ શહેરનો છે પણ હાલ લીવરપૂલમાં રહે છે. સોશિયલ મિડિયા સ્ટાર બની ચુકેલો આ બાળક માત્ર પોતાના 6 પેક એબ્સના કારણે જ નહીં પણ પોતાની ફૂટબોલ સ્કીલના કારણે પણ ખૂબ જાણીતો અને લોકપ્રિય બન્યો છે. આ ઉપારંત તે જિમ્નાસ્ટિક પણ સારુ કરી જાણે છે.

image source

તમને જણાવી દઈએ કે આરવનું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને તેના પર તે 40 લાક કરતા પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. તેની દરેક પોસ્ટ પર લોકો ફીદા થઈ જાય છે અને તેને લાખ લાઇક્સ મળે છે. આટલી ઓછી ઉંમરમાં આરત એટલો લોકપ્રિય બની ગયો છે કે કોઈ ફિલ્મ સ્ટારને પણ ટક્કર આપી શકે.

image source

આરતનો જન્મ 30મી સપ્ટેમ્બર 2013માં ઇંગ્લેન્ડના લીવરપૂલ ખાતે થયો હતો. હાલ તે લીવરપૂલ એકેડેમીમાં જ સ્ટોર્ટ્સ ટ્રેનિંગ લઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આરત જ્યારે માત્ર નવ મહિનાનો હતો ત્યારથી જ તેણે જિમનાસ્ટિક શરૂ કરી દીધું હતું અને બે વર્ષની ઉંમરે પહોંચંતા પહોંચતા તો તેણે આંતરરાષ્ટ્રિય મિડિયાને પણ પોતાની તરફ આકર્ષિ લીધું હતું.

image source

આરતની લોકપ્રિયતાનું શ્રેય તેના મહેનતુ પિતા મોહમ્મદને જાય છે, તેમણે ખૂબ નાની ઉંમરમાં આરતની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. તેને લઈને તેમના પર કેટલાએ પ્રકારના આરોપ પણ લાગ્યા છે કે તેઓ પૈસાના કારણે પોતાના નાનકડા દીકરા પાસે આટલી મહેનત કરાવે છે. તે બાબતે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે તેમનો દીકરો નાની ઉંમરથી જ એથલેટિક્સ પ્રત્યે ઘણો એક્ટિવ રહ્યો છે અને તેઓ તો માત્ર તેની મદદ કરી રહ્યા છે, જેથી કરીને મોટા થઈને તે પોતાનું સ્વપ્ન પુરુ કરી શકે.

image source

આરતના વાળ લાંબા અને ઘુંઘરાળા છે જેના કારણે લોકો હંમેશા તેને છોકરી સમજી બેસે છે. આરતને જિમનેસ્ટિક ઉપરાંત ફૂટબોલ રમવું ખૂબ પસંદ છે. તેનું સ્વપ્ન છે કે તે મોટો થઈને બાર્સેલોના સોકર ક્લબમાં રમે. તે વિશ્વ વિખ્યાત લિયોનેલ મેસીનો ફેન છે અને તે તેમની જેમ જ રમવા માગે છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version