આ રાજ્યોમાં બીજી લહેર બાદ ફરી વધવા લાગ્યા છે કેસ, જાણો ક્યાં વધી રહ્યું છે સંક્રમણ

દેશમાં કોરોનાના સંક્રમણની ત્રીજી લહેરનું જોખમ સતત વધી રહ્યું છે. બીજી લહેર પછી હવે દેશમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણના કેસ વધી રહ્યા છે. દેશમાં એવા રાજ્ય અને જિલ્લાની સંખ્યા વધી રહી છે કે જ્યાં સંક્રમણના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલમાં જ્યારે 10 ટકાથી વધુ સંક્રમણનો દર હોય છે તેવા જિલ્લામાં મુખ્ય રીતે કેરળ અને પૂર્વોત્તરના રાજ્યોનો સમાવેશ થાય છે.

image soucre

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યાનુસાર એક તરફ ગત 3 સપ્તાહથી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે બીજી તરફ 10 ટકાથી વધુ સંક્રમણના દરવાળા જિલ્લાની સંખ્યા વધી રહી છે. જો કે આ રીતે કેસનું વધવું તે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત ન કહી શકાય. પરંતુ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કારણ કે કેસમાં વધારો થવા ચિંતાની વાત તો છે જ.

image soucre

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યાનુસાર 10 ટકાથી વધુ સંક્રમણ દરવાળા 54 જિલ્લામાં કેરળના 10, મણિપુરના 10, નાગાલેંડના 7, મિઝોરમ તેમજ મેઘાલયના 6-6, અરુણાચલ પ્રદેશના 4, રાજસ્થાનના 4, સિક્કિમના 2 અને હરિયાણા, દમણ તેમજ દીવ, આસામ તેમજ પોંડીચેરીના 1-1 જિલ્લાનો સમાવેશ થાય છે.

image socure

16 જુલાઈએ આ જિલ્લાની સંખ્યા 47 હતી પરંતુ હવે તે સંખ્યા વધીને 54 થઈ છે. મણિપુર, કેરળ, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ અને હરિયાણામાં 10 ટકાથી વધુ સંક્રમણ દરવાળા જિલ્લાની સંખ્યા વધી રહી છે. જો કે રાજસ્થાનમાં આવા જિલ્લાની સંખ્યા ઘટી રહી છે. 16 જુલાઈએ 47 જિલ્લામાં 10 ટકાથી વધુ સંક્રમણ દર હતો. તેમાંથી 8 જિલ્લામાં કોરોના સંક્રમણનો દર 10 ટકા ઓછો છે પરંતુ 15 નવા જિલ્લામાં સંક્રમણ દર 10 ટકાથી વધી ગયો છે.

image soucre

દેશમાં 22 જિલ્લા એવા છે કે જેમાં નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં કેરળમાં 7, મણિપુરના 5, મેઘાલય અને અરુણાચલ પ્રદેશના 3-3 મહારાષ્ટ્રના 2 અને આસામ તેમજ ત્રિપુરાના 1-1 જિલ્લાનો સમાવેશ થયો છે. દેશમાં રોજ નોંધાતા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 5થી 11 મે વચ્ચે સરેરાશ પોણા ચાર લાખ કેસ રોજ નોંધાય છે. જે જૂનના અંતિમ સપ્તાહમાં ઘટી સરેરાશ 48 હજાર રોજના કેસ પ્રતિદિન સુધી પહોંચી ગયા હતા.

image soucre

તેમાં સૌથી વધુ કેસ કેરળ રાજ્યમાં નોંધાયા છે. અહીં બીજી લહેર બાદ સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. અહીં બીજી લહેર બાદ પહેલીવાર એક દિવસમાં 22,000થી વધુ કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong