આપણે – જયારે દરેક પતિ અને પત્ની આ વાત સમજી જશે ત્યારે કોઈપણ તકલીફ નહિ રહે…

“આપણે”

એક સોનેરી સાંજે ઘરના સોફા પર બેઠા-બેઠા રાજ અને મીરા તેમના લગ્નનો આલ્બમ જોઈ રહ્યા હતા. એક પછી એક ફોટાઓ જોતા જોતા તેઓ તેમના લગ્નની યાદોના સફરે નીકળી ગયા હતા.ફોટાઓમાં સગા-સંબંઘીથી લઇ મિત્રો સુધી બધાના ચહેરા પર ખુશીનો રંગ છવાયેલો હતો. ગણેશ સ્થાપનથી લઇ રિસેપ્સન સુધીનું આ ખૂબસૂરત ચલચીત્ર કોઈ પણ પતિ-પત્નીની જેમ રાજ અને મીરા માટે પણ ખૂબ જ અનમોલ હતું. ત્યાંજ અચાનક વિદાઈનો ફોટો આવ્યો અને તે જોઈ મીરાની આંખોમાં પાણી આવ્યું.રાજની કોરી આંખોને મીરાની ભીની આંખો ખચકાઈ એટલે તેને મીરાના હાથ પર પોતાનો હાથ મુક્યો અને ચહેરા પર સ્મિત સાથે ઉભું માથું હલાવી પોતાના સાથનો અહેસાસ અપાવ્યો. વગર કંઈ પણ કહે રાજે તે ચહેરાને ભીની આંખોથી હસ્તાં હોઠ સુધીની સફર કરાવી દીધી. ત્યાંજ અચાનક રાજ અને મીરા બંન્નેનો એક છેલ્લો ફોટો આવ્યો.આ ફોટો જોઈને રાજ તરત જ પૂછી ઉઠ્યો, “તો મેડમ, એમ તો કહો, આ ફોટામાં સૌથી વધુ ખૂબસૂરત કોણ લાગે છે?” પોતાની માસૂમીભરી શરારત સાથે મીરા હસતાં-હસતાં બોલી ઉઠી, “લે એમાં શું વિચારવાનું. હું જ હોઉં ને.” ત્યાંજ રાજ મલકાયો અને તેણે આ કહીને મીરાની ખુશીને બમણી કરી દીધી, “ના તું, ના હું, પણ આપણે.”આ વાત સાંભળીને મીરાને રાજ સાથે એકવાર ફરીથી પ્રેમ થઇ ગયો. “ના મારામાં કે તારામાં છે, જે વાત આપણામાં છે.” બસ આટલી નાનકડી તો આ વાત છે, જે જોડું આ સમજી જાય છે તે સાત જન્મ નીભાવી જાય છે.

લેખક : ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી અનેક નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ