ઇન્ડિયન એરફોર્સે લેહમાં તહેનાત કર્યા આ ખતરનાક લડાકુ વિમાનો, ચીનની સેનામાં ખળભળાટ

ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ગલવાનમાં થયેલી અથડામણ બાદ સ્થિતિ વધું તંગ બની છે. અત્યારે ચીન સાથે સરહદ વિવાદને પગલે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતીય સેના અને એરફોર્સે આવી સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આર્મી અને એરફોર્સ દ્વારા જોઈન્ટ વોર પ્રિપરેશન પણ શરૂ થઈ ગયું છે. લેહ હવાઈક્ષેત્રમાં એરફોર્સે સી-17 એસ, ઈલ્યુશિન-76 એસ અને સી-130 જે સુપર હરક્યુલસ જેટ તહેનાત કર્યાં છે.

image source

સેનાઓના વડાઓ ચીન વિરુદ્ધ સંયુક્ત યુદ્ધની રણનીતિ બનાવી રહ્યાં છે

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથેની તંગદીલીને જોતા દેશની ત્રણેય સેનાઓની તૈયારીઓ તેની ચરમસીમા પર છે. વળી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ બન્યાનાં 10 મહિના બાદ નેશનલ ડિફેન્સ એકેડેમીની એક બેચથી બહાર આવેલા બંન્ને કોર્સમેટ દેશનાં ભુમિ દળ અને હવાઇ દળનું નેતૃત્વ કરી રહ્યાં છે.એક છે ભુમિદળનાં વડા મનોજ મુકુંદ નરવણે અને બીજા છે હવાઇ દળનાં વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા. તેવામાં જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે વધી રહેલી તંગદીલીને જોતા બંન્ને સેનાઓના વડાઓ ચીન વિરુદ્ધ સંયુક્ત યુદ્ધની રણનીતિ બનાવી રહ્યાં છે.

image source

સીડીએસ આર્મી અને એરફોર્સ એકસાથે

આ ફાઈટર જેટ સતત સરહદ પર ઉડાન ભરી રહ્યાં છે. આ વિમાનની મદદથી બોર્ડર પર ફરજ બજાવી રહેલા આર્મીના જવાનો સુધી એરફોર્સ જરૂરી વસ્તુઓની સપ્લાઈ પણ કરી રહ્યું છે. એરફોર્સ અને આર્મીના જોઈન્ટ વોર પ્રિપરેશનમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની તહેનાતીની અસર પણ જોવા મળી રહી છે. સીડીએસ આર્મી અને એરફોર્સના એકસાથે મળીને કામ કરવાના પ્લાનિંગ પણ પોતે જ કરી રહ્યાં છે.

image source

ચિનૂક અને એમઆઇ-17વી5 એસ હેલિકોપ્ટરને તહેનાત કરાયાં

લદાખક્ષેત્રમાં તહેનાત એરફોર્સના એક સિનિયર કમાન્ડરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે એરફોર્સ હેડક્વાર્ટરનો ઓર્ડર છે કે લદાખ સેકટરમાં તહેનાત આર્મી અને અન્ય સુરક્ષા દળોને જે પણ આવશ્યકતા છે એને પહોંચાડવામાં આવે. એલએસીની પાસે સેનાની ટેન્ક પણ વોર પ્રિપરેશન માટે પહોંચી ગઈ છે. અહીં વાયુ સેનાના ચિનૂક અને એમઆઇ-17વી5 એસ હેલિકોપ્ટરને તહેનાત કરાયાં છે. આ ફાઈટર પ્લેન સતત એલએસી પાસે ઉડાન ભરી રહ્યાં છે. ચિનૂક દૈનિક આધાર પર સરહદી વિસ્તારમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે, જ્યારે અપાચે મોટા પાયા પર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં સિંધુ અને અન્ય નદીઓના વધુ ઉંચાઈ વાળા વિસ્તૃત ઘાટીમાં એક ટેન્ક યુદ્ધમાં લાગેલા છે.ભુમિ દળ અને હવાઇ દળના અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ એવા ક્ષેત્ર છે જ્યાં બંન્ને દળોઓ પોતાના સંયુક્ત અને સારી રીતે કામ કરી શકે છે પરંતુ તે અનુભવે છે કે જ્યાં સુધી ચીનની સાથે સરહદ સંઘર્ષ પૂરો ન થાય, ત્યાં સુધી બંન્ને સેનાઓ સંયુક્ત રૂપથી યુદ્ધ લડવા માટે શ્રેષ્ઠ રીતે તૈયાર રહેશે.

image source

સંયુક્ત રૂપથી કેટલાક ઓપરેશનની યોજના બનાવી

ફોર્વર્ડ એરિયામાં તૈનાત સેનાના એક અધિકારીએ કહ્યું કે, આ દિવસોમાં રક્ષા કર્મચારીઓના પ્રમુખ જનરલ બિપિન રાવત અને બે સેનાઓના પ્રમુખ હંમેશા ચર્ચા કરે છે અને ચીની સેના વિરુદ્ધ કાર્યવાહીની યોજના બનાવે છે, જે ક્ષેત્ર સ્તર પર મદદ કરી રહી છે. બંન્ને સેના સંયુક્ત રૂપથી કામ કરી રહી છે. ભારતીય સેના જે ચીની સેના વિરુદ્ધ તણાવની સ્થિતિમાં તૈનાત છે તે પણ નિયમિત રૂપથી ભારતીય વાયુ સેનાને પોતાની ડોમેન જાગરૂકતા વધારવા માટે જમીન પર વાસ્તવિક સ્થિતિમાં અપડેટ કરી રહી છે. આ સિવાય તેણે બગડવાની સ્થિતિમાં સંયુક્ત રૂપથી કેટલાક ઓપરેશનની યોજના બનાવી છે. આ પ્રયાસને જમીન પર જોઈ શકાય છે કારણ કે બંન્ને સેનાઓ ચીન અને પાકિસ્તાન બંન્નેનો લદ્દાખ સેક્ટરમાં સામનો કરવાની તૈયારી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. ફોટો સોર્સ : ગુગલ
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ