આપણા વડોદરા પાસે આવેલ આ મહાદેવનું મંદિર તમે જોયું કે નહિ?

ભગવાન શિવનાં ઘણા મંદિરોનાં દર્શન તમે કર્યા હશે પણ તમને આજ શિવજીનાં એ વા મંદિર વિશે જણાવશું જેના વિશે જાણીને તમને હેરાની થશે જી હા ભગવાન શિવનુ આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થાય છે.પોતાની આ જ ખાસિયતનાં કારણે આ મંદિર ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે.અહી આવનાર ભક્ત દરરોજ આ મંદિરને ગાયબ થતા જોવે છે.આ મંદિર ગુજરાતનાં વડોદરાથી થોડું દૂર જંબૂસર તાલુકાનાં કાવી ગામમાં સ્તંભેશ મહાદેવ મંદિર નામથી સ્થિત છે.આ અદભૂત સ્તંભેશ્વર મહાદેવ મંદિરને ગાયબ મંદિર નામથી પણ ઓળખવામાં આવે છે.

આ કારણે ગાયબ થઈ જાય છે મંદિર


જોકે આંખો સામેથી ગાયબ થયાનાં અમુક સમય બાદ જ આ મંદિર પોતાના સ્થાન પર નજર આવવા લાગે છે.આમ તો આ કોઈ ચમત્કાર નથી,પણ પ્રકૃતિની એક મનોહારી પરિઘટના છે.સમુદ્ર કિનારે હોવાના કારણે જ્યારે પણ મોજા ઉછળે છે,ત્યારે આખું મંદિર સમુદ્રમાં સમાઇ જાય છે.આજ કારણ છે જે લોકો દર્શન ત્યાં સુધી જ કરી શકે છે,જ્યારે સમુદ્રનાં ભરતી ઓછી હોય. આવુ વર્ષોથી થતું આવી રહ્યુ છે આ આજની વાત નથી.વેરનાં સમયે સમુદ્રનું પાણી મંદિરની અંદર આવે છે અને શિવલિંગનો અભિષેક કરીને પરત ચાલ્યુ જાય છે.આ ઘટના રોજ સવારે અને સાંજે ઘટે છે.અરબ સાગરનાં મધ્ય કેમ્બે તટ પર સ્થિત મંદિરમાં સાગરમાં સામેથી આ મંદિરને જોવા માટે ભક્તોની ભીડ લાગેલી રહે છે.


આમ થયુ હતુ મંદિરનું નિર્માણ,જાણો સ્કંદપુરાણ અનુસાર કથા


સ્કંદપુરાણ અનુસાર આ મંદિરનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યુ કે તેની ઉત્પતિ કેવી રીતે થઈ આ કથા અનુસાર જણાવીએ છીએ. રાક્ષસ તાડકાસુર એ પોતાની કઠોર તપસ્યાથી શિવને પ્રસન્ન કરી લીધા હતા.જ્યારે શિવ તેની સામે પ્રગટ થયા તો તેને વરદાન માંગ્યુ કે તેને ફક્ત શિવજીનાં પુત્ર જ મારી શકે અને એ પણ છ દિવસની ઉંમરનાં.શિવએ તેને આ વરદાન આપી દીધુ હતુ.વરદાન મળતા જ તાડકાસુરે હાહાકાર મચાવવાનુ શરૂ કરી દીધુ. દેવતાઓ અને ઋષિમુનીઓ ને આતંકિત કરી દીધા.એ ટલે દેવતા મહાદેવનાં શરણમાં પહોચ્યા .શિવ-શક્તિથી શ્વેત પર્વતનાં કુંડમાં ઉત્પન્ન થયા શિવપત્ર કાર્તિકેયનાં ૬ માથા,ચાર આંખ,બાર હાથ હતા.કાર્તિકેયયે માત્ર ૬ દિવસની ઉમરમાં તાડકાસુરનો વધ કર્યો.


જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તાડકાસુર ભગવાન શંકરનો ભક્ત હતૌ,તો તે ખૂબ વ્યથિત થયા.પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યુ કે વધસ્થળ પર શિવાલય બનાવી દે.તેનાથી એ મનુ મન શાંત થશે.ભગવાન કાર્તિકેયે એ વું જ કર્યું.પછી બધા દેવતાઓએ મળીને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી, જેને આજ સ્તંભેશ્વર તીર્થનાં નામથી ઓ ળખવામાં આવે છે.

વિડીઓમાં તમે જોઈ શકો છો અને જાણી શકો છો આ મંદિર વિષે.