ચાલો આજે જાણીએ આપણા રાજકારણીઓની શૈક્ષણિક લાયકાતો વિષે!!

આ રાજકારણીઓમાંના કેટલાક તો અતિ પ્રખ્યાત છેભારતમાં જો તમારે સરકારી પટ્ટાવાળાની નોકરી માટે અરજી કરવી હોય તો તમારે કમસે કમ 10મું ધોરણ તો પાસ કરવું જ પડે છે. પણ જો તમારે કોઈ મંત્રી બનવું હોય તો તેના માટે કોઈ પણ જાતની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી નથી.

આ તો ખરું કહેવાય અને અત્યંત વિરોધાભાસી પણ, આપણે જોઈ શકીએ છીએ કે રાજકારણમાં જ્યાં ખરેખર શિક્ષણની અત્યંત આવશ્યકતા હોય છે ત્યાં જો શિક્ષણને અવગણવામાં આવે તો તેના પરિણામો કેટલા વિપરીત આવી શકે છે.

તો ચાલો જાણીએ આપણા પ્રિય નેતાઓ વિષે કે તે કેટલું શિક્ષણ પામ્યા છે.

1. સ્મ્રીતી ઇરાની

હાલના માહિતી તેમજ પ્રસારણ અને ટેક્સટાઇલ મિનિસ્ટર શ્રી સ્મ્રીતી ઇરાનીએ પોતાનું શાળા શિક્ષણ નવી દીલ્લીની હોલી ચાઇલ્ડ ઓક્ઝિલિયમ શાળામાંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તો તેણીએ પોતાના શિક્ષણ વિષે વિવિધ જાતના વિરોધાભાષી નિવેદનો આપ્યા છે, પહેલાં તેમણે પોતે દિલ્લી યુનિવર્સિટી (સ્કૂલ ઓફ કોરસ્પોન્ડન્સ)માંથી બી.એ હોવાનું જણાવ્યું હતું જો કે બાદમાં જાણવા મળ્યું કે તેણીએ બી.એ નહીં પણ બી.કોમનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું હતું. (તેમણે આ સ્નાતક પદવી માટેનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ નથી.)

2. મનમોહન સિંઘ

 

View this post on Instagram

 

#Throwback_2014

A post shared by Office Of Dr. Manmohan Singh (@dr.manmohan_singh) on

આપણા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ભારતીય સરકારના સૌથી વધારે શિક્ષણ પામેલ વ્યક્તિઓમાંના એક છે. સિંઘે તેમની અર્થશાસ્ત્રની અનુસ્તાનતક ડિગ્રી પંજાબ યુનિવર્સિટીમાંથી મેળવી હતી, જ્યારે તેમણે ઇકોનોમિક ટ્રાપોઝ કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોહ્ન્સ કોલેજમાંથી 1957માં પૂર્ણ કર્યું હતું ત્યાર બાદ તેઓ 1960માં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં પોતાની ડોક્ટરલ ડિગ્રી (ડીફિલ) કરવા ગયા હતા.

3. ઉમા ભારતી

હાલના ડ્રીંકીંગ વોટર અને સેનિટેશન કેબિનેટ મિનિસ્ટર શ્રી ઉમા ભારતી માત્ર છઠ્ઠુ ધોરણ જ પાસ છે.

4. રાબડી દેવી

રાબડી દેવી કે જેમણે ચીફ મિનિસ્ટર તરીકે બિહારમાં ત્રણ ટર્મ સેવા આપી હતી તેઓ માત્ર 14 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી જ ભણ્યા હતા, ત્યાર બાદ તેમના લગ્ન લાલુ પ્રસાદ યાદવ સાથે થયા હતા ત્યાર બાદનો ઇતિહાસ તો આપણે જાણીએ જ છીએ.

5. મનોહર લાલ ખટ્ટર

 

View this post on Instagram

 

A post shared by Manohar Lal (@mlkhattar) on

ખટ્ટરે પોતાનો શાળાનો અભ્યાસ રોહતકમાં કર્યો હતો. જ્યારે 2014ના એસેમ્બલી ઇલેક્શનમાં નિવેદન પત્ર ભરતી વખતે તેમણે તેમાં માત્ર દીલ્લી યુનિવર્સિટીથી ‘સ્નાતક’ હોવાનો જ ઉલ્લેખ કર્યો હતો. તે બાબતે એક RTI તપાસ કરવામાં આવી હતી જેમાં અસંખ્ય રોડા નાખવામાં આવ્યા હતા અને તેમના અભ્યાસ વિષેની કોઈ જ માહિતી મેળવી શકાઈ નથી કે તેઓ દિલ્લીમાં કંઈ કોલેજમાંથી સ્નાતક થયા હતા.

6. શશી થરૂર

 

View this post on Instagram

 

A post shared by Shashi Tharoor (@shashitharoor) on

આ નામ જાણીને તો તમને જરા પણ આશ્ચર્ય નહીં થયું હોય. થીરુવનન્થપુરમના એમપી શ્રી શશી થરૂર દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસ વિષયમાં આર્ટ્સની ડીગ્રી મેળવી છે, આ ઉપરાંત તેમણે ટફ્ટ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસી કોલેજમાંથી MA અને MALD ડિગ્રીઓ મેળવી હતી. આ ઉપરાંત તેમણે માત્ર 22 વર્ષની ઉંમરમાં જ PhD પૂર્ણ કર્યું હતું.

7. વિષ્નુ દીઓ સાઈ

 

View this post on Instagram

 

A post shared by Events.TeamOrange (@events.teamorange) on

વિષ્નુ સ્ટીલ અને માઇનના સ્ટેટ મિનિસ્ટર છે, અને તેઓ છત્તીસગઢના રાઇગઢનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કુનકુરી, જશપુર, હાયર સેકન્ડરી શાળામાંથી 11 ધોરણ પાસ કર્યું હતું.

8. વિજયકાંથ

તામિલ નાડુ લેજિસ્લેટીવ એસેમ્બલીના 2011થી 2016ના વિરોધ પક્ષના નેતા, કે જેઓ એક્ટર ટર્ન પોલિટિશિયન છે તેઓ માત્ર 12મા ધોરણ સુધી જ ભણેલા છે. ત્યાર બાદ તેમણે પોતાના પિતાની ચોખાની મિલમાં કામ કર્યું હતું.

9. નરેન્દ્ર મોદી

 

View this post on Instagram

 

A post shared by Chowkidar Narendra Modi (@narendramodi) on

મોદીએ 1978માં દિલ્લી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાંથી આર્ટ્સની સ્નાતક ડિગ્રી મેળવી છે, ઉપરાંત પોલિટિકલ સાઇન્સમાં, ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સ સ્ટૂડન્ટ તરીકે 1982માં માસ્ટર ડિગ્રી મેળવી છે. જો કે અસંખ્ય RTI અરજીઓ છતાં, દીલ્લી યુનિવર્સિટી આ વાતની સત્યતાના પૂરાવા પુરા પાડી શકી નથી.

10. રાઉસાહેબ પાટિલ દાનવે

 

View this post on Instagram

 

A post shared by Raosaheb Patil Danve (@raosahebpatildanve) on

2015 સુધી દાનવે કન્ઝ્યુમર એફેર્સ, ફૂડ અને પબ્લીક ડિસ્ટ્રીબ્યુશનના મંત્રી હતા અને હાલ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર ખાતેના વડા છે. તેમણે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.

11. મૂરલી મનોહર જોશી

RSSના પ્રચારક બીજેપીના પીઢ નેતા માત્ર તેમના હિન્દુત્વ પ્રત્યેના ભારે અભિપ્રાય માટે જ પ્રખ્યાત નથી. તેમણે પોતાનો બીએસસી તેમજ એમએસસીનો અભ્યાસ અલાહાબાદ યુનિવર્સિટીની મિરૂત કોલેજમાંથી પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ પણ પૂર્ણ કર્યું છે.

12. એમ કરુણાનિધી
તમિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ડીએમકેના પ્રેસિડેન્ટ, કરુણાનીધીએ ધોરણ 10થી અભ્યાસ છોડી દીધો હતો અને તમિલ ફિમ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ક્રિનરાઇટર બનવા પર પોતાની જાતને કેન્દ્રિત કરી હતી. જો કે બૈદમાં તેમણે પોતાની વાકછટાથી રાજકારણમાં જંપ લાવ્યું.

13. પી. ચિદમ્બરમ

ભારત સરકારના ભૂતપૂર્વ નાણા મંત્રી રહી ચૂકેલા પી. ચિદમ્બરમે ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજમાંથી સ્ટેટેસ્ટેકની બીએસસીની ડિગ્રી મેળવી છે, મદ્રાસ કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે, ચેન્નઈની લોયલા કોલેજમાંથી કાયદાની અનુસ્નાતક પદવી મેળવી છે, અને આ ઉપરાંત હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી તેમણે MBA પણ પૂર્ણ કર્યું છે.

14. જિતેન્દ્ર સિંઘ તોમર

AAP પાર્ટીના સભ્ય અને દિલ્લીના ભૂતપૂર્વ કાયદા મંત્રી, તેમણે એવો દાવો કર્યો હતો કે તેમેણે 1999માં બિહારની, તિલકા માન્જી ભાગલપુર યુનિવનર્સિટીમાંથી L.L.bની ડિગ્રી મેળવી છે. પાછળથી જાણવા મળ્યું કે તેમની તે પદવી ખોટી છે અને વર્ષ 2017માં તે ડીગ્રી કેન્સલ કરવામાં આવી હતી.

15. સુબ્રમનિયમ સ્વામી


સુબ્રમનિયમ સ્વામિન હિન્દુ કોલેજમાંથી ગણિતની અનુસ્નાતક પદવી મેળવેલ છે અને કોલકાતાની ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટીટ્યૂટમાંથી આંકડાશાસ્ત્રની અનુસ્નાતક પદવી મેળવેલ છે અને અધૂરામાં પુરું તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યું છે.