આપણા પાવાગઢની આ યુવતી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃતમાં લખી રહી છે ઊંધુ લખાણ…

ગુજરાતના પાવાગઢની આ યુવતી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃતમાં લખી રહી છે ઊંધુ લખાણ…

ઈશ્વરે દરેકને કોઈને કોઈ ખાસિયત આપી જ હોય છે, બસ જરૂરત છે તેને યોગ્ય સમયે ઓળખવાની. એવું કહેવાય છે કે જો પૂરી લગનથી કોઈપણ કામ કરવામાં આવે તો તે જરૂર પાર પડી શકે છે. અને દૃઢ નિશ્ચય સાથે જ કોઈ વ્યક્તિ સફળતાના સિર સુધી પહોંચી શકે છે. આવો તમને આજે જણાવીએ એક એવી દિકરીની વાત, તેના જેવું ટેલેન્ટ દરેકમાં નથી હોતું.

આ વાતનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહી છે પંચમહાલના પાવાગઢમાં રહેતી એક દીકરી કૃતિ પંડ્યા. જે અત્યારે ગુજરાતી,અંગ્રેજી,હિન્દી અને સંસ્કૃત જેવી અલગ અલગ ભાષામાં ઊલટું લખાણ લખીને દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એ તો ઠીક પણ તે માત્ર મિનિટોમાં ઉપર જણાવેલ ભાષાનું ઊલટું લખાણ લખી અનેરી સિધ્હિ હાંસિલ કરી છે અને પોતાના પરિવારને પણ ગર્વ અપાવ્યું છે. તેમજ તેને લખેલા લખાણને અરિસાના પ્રતિબિંબમાં સીધું વાંચી શકાય છે.

હાલોલના પાવાગઢમાં રહેતી કૃતિ પંડ્યા જે અત્યારે ઈજનેરી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છે. પોતાનાં પ્રાથમિક અભ્યાસ માં હતી એ જ સમયે તેને પોતાની અંદર રહેલી આ આવડતને બહાર કાઢવાનું વિચાર્યું હતું. અને ત્યારથી અથાગ પ્રયત્ન કરીને આ સિદ્ધિ હાંસિલ કરી છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.

* પોસ્ટમાં ફોટો પ્રતીકાત્મક છે.