જલ્સા કરોને જેંતીલાલ

આપણા ગાંધીનગર પાસે આવેલ માતા વરદાયિનીના મંદિરમાં થાય છે અદભૂત પૂજા, શુદ્ધ ઘીથી થાય છે મૂર્તિ પર અભિષેક…

માતા વરદાયિનીના મંદિરમાં થાય છે અદભૂત પૂજા, શુદ્ધ ઘીથી થાય છે મૂર્તિ પર અભિષેક… આપણે ઘીના દીવડાની આરતી કે દીવડાની દીપમાળા કરીને થતી પૂજા વિશે સાંભળ્યું છે અને ક્યારેક તેની પૂજાના દર્શન પણ કર્યા હશે. આજે અમે આપને એવા મંદિર વિશેની વાત કરીએ છીએ એ મંદિર અનોખી અને અપ્રતિમ પૂજાની વિધિ છે.


ગુજરાત રાજ્યની રાજધાની પાસે રૂપલ નામના નાનકડાં ગામડાંમાં આવેલું છે આ મંદિર. દરેક દેવી – દેવતાને પૂજવાની રીત અને રીવાજ જૂદા હોય છે એમ અહીં પણ સાવ જ જૂદી રીત અને પ્રણાલી છે. અહીં થાય છે માતા વરદાયિનીની મૂર્તિ પર શુદ્ધ ઘીથી અભિષેક.


અહીં દર વર્ષે ઓક્ટબર મહિનામાં મંદિરનો પાટોત્સવ ઉજવાય છે. આ અદભૂત યોજાતા પલ્લી મહોત્સવના દર્શન કરવા હજારો નહીં લાખો ભક્તોની ભીડ જમા થાય છે. અહીં લોકો તેમની મનોકામના પૂરી કરવા આવે છે. માતા વરદાયિનીના પલ્લી સ્વરૂપની વિધિ અહીં સદીઓથી એટલે કે મહાભારતના કાળથી ચાલી આવે છે. મહાભારતના કાળની એક દંતકથા પણ આ મંદિર સાથે જોડાયેલી છે.


પલ્લી સમારોહ શરૂ થવા પહેલાંથી જ અહીંના મંદિરના ચોગાનમાં માતાજીના દર્શન કરવા એકઠ્ઠાં થઈ જાય છે. પલ્લી મહોત્સવ વિશે કહેવાય છે કે મહાભારતના યુદ્ધના વિજય પછી અહીં પાંડવો માતા વરદાયિનીના દર્શન કરવા આવ્યા હતા. અહીં એમણે સોનાની પલ્લી બનાવીને ચારેય દિશાએ કળશયાત્રા પણ કરી હતી અને ત્યારબાદ તેમણે પંચ બલીયજ્ઞ કરાવ્યો હતો. આ પરંપરા ત્યારથી શરૂ થઈ છે.


અહીંના યાત્રાધામમાં આવતા શ્રદ્ધાળુઓની માન્યતા છે કે ઘથી અભિષેક કરવાથી માતાજીની કૃપા આપણા પર વરસે છે. અહીં આસો નોરતાંના સમયે ભક્તોની ભીડ જામે છે. નવરાત્રીની નોમના અહીં લકડાંનો રથ બનાવડાવીને ગામ આખામાં રથયાત્રા કરાય છે. રથની ચારેય બાજુ અને અખંડ જ્યોત રાખવામાં આવે છે.


અહીં પલ્લીમાં ભક્તોની શ્રદ્ધા અનુસાર જેટલું ઘી ચડાવવા ઇચ્છો તેટલું ઘી માતાની મૂર્તિ પર ચડાવવામાં આવે છે. અનેક ભક્તોને મનોકામના પૂર્તિના પરચા મળ્યા છે. માતા વરદાયિનીના આ અલૌકિક મંદિરના એક વાર તો અચૂક દર્શન કરવા જેવા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version