ભારતમાં બન્યું અનોખું ઇન્જિન, જે ચાલશે પાણીથી અને હાઈડ્રોજન લઈને છોડશે ઓક્સીજન…

ભારતમાં બન્યું અનોખું એન્જિન, જે ચાલશે પાણીથી અને હાઈડ્રોજન લઈને છોડશે ઓક્સીજન… તેનું લોન્ચિંગ થશે જાપાનમાં… અદભૂત આવિષ્કાર બદલી શકે છે દુનિયાનું ભવિષ્ય, જે પ્રદૂષણ મુક્ત એન્જિન છે. પરંતુ તેનું લોન્ચ થશે જપાનમાં, નહીં કે ભારતમાં… જાણો છો આવું કેમ?

આપણાં દેશમાં લોકોમાં એટલી બધી પ્રતિભા ભરેલી છે કે દરેક વ્યક્તિ યોગ્ય તક અને યોગ્ય મદદની જરૂર છે. કળા હોય કે વૈજ્ઞાનિક પરિક્ષણો, દરેકમાં મહેનત, બુદ્ધિ શક્તિ અને સૂઝકો જરૂર જોઈએ છે. જેમાં ધગશ અને પ્રયત્નોથી જ સફળ થવાય છે. બીજી તરફ અનેક એવી સમસ્યાઓ વણસી રહી છે જેની તરફ યોગ્ય સમયે ધ્યાન નહી અપાય તો તે સમસ્યાઓ ભવિષ્યમાં એટલી બધી તકલીફો ઊભી કરશે કે માનવજીવન પણ ગંભીર જોખમમાં મૂકાઈ જશે. તેમાં પ્રદૂષણ અને ઇંધણનો ઉપયોગ મુખ્ય છે.

એક તરફ ધૂમાડા છોડતાં વાહનોમાં વ્ધારો થતો જાય છે અને બીજી તરફ દુનિયામાંથી ઇંધણનો પૂરવઠો ઘટતો જાય છે. પૃથ્વીને પ્રદૂષણથી બચાવવી અને પેટ્રોલ – ડિઝલ – ગેસની અછતની સમસ્યાને પણ નિવારવી જોઈએ. આ હેતુથી ભારતના જ એક છેવાડાના સામાન્ય વૈજ્ઞાનિક કરી છે એક અદ્ભૂત શોધ. પરંતુ તેને બિરદાવવા માટે કે તેને સહકાર આપવા માટે દેશમાં જ તેને સ્વીકારવામાં ન આવ્યું અને બધા જ બનતા પ્રયત્નો કર્યા બાદ તેમણે લીધો એક નિર્ણય કે તે શોધનું પરિક્ષણ અને લોન્ચિંગ સ્વદેશમાં થશે નહીં બલ્કે જાપાનમાં થશે.

શોધાયું છે એક એવું એન્જિન જે ચાલે છે પાણીથી. જી હા, ભારતમાં જ આવેલ પ્રખ્યાત કોયમ્બતુર શહેરમાં એક એન્જિંનિયરિંગ મશીનની શોધ થઈ છે જે હાઈડ્રોજનને વાપરી લઈને ઓક્સિજન હવામાનમાં છોડે છે. આ એક એવું ઉપયોગી સંસાધન બની શકે તેવી શોધ એસ.કુમારસ્વામી નામના વૈજ્ઞાનિકે કરી છે. તેમનું કહેવું છે કે તેમણે એન્જિન ચલાવવા સંપૂર્ણ રીતે ડિસ્ચિલ્ડ વોટરનો ઉપયોગ થાય છે.

કૃડ ઓઈલની વધતી માંગ અને ઘટતા પૂર્વઠા સામે આ હાઈડ્રોજનનો ઇંધણ તરીકે કરાતો ઉપયોગ એકદમ ઇકો ફ્રેન્ડલી વિકલ્પ તરીકે સફળતાપૂર્વક કામ કરી શકે તેની બધી જ શક્યતાઓ છે. તેમ છતાં એસ.કુમારસ્વામીનું કહેવું છે કે સરકારી કામગીરી તેમના આ આવિષ્કાર પ્રત્યેની ઉદાસીનતાને કારણે તેમણે આ સંશોધન જાપાનમાં કરવાનું નક્કી કર્યું છે.

શું છે ભારતમાં લોન્ચ કરવાની સમસ્યા?

વૈજ્ઞાનિક એસ.કુમારસ્વામીનું કહેવું છે કે તમને આ સંશોધન કરવામાં અત્યાર સુધીમાં ૧૦ વર્ષ લાગ્યાં છે. તેમણે જણાવ્યું છે કે આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને દુનિયામાં સફળ બનાવવા માટે તેમણે આજ દિન સુધી તમામ પ્રયત્નો કર્યા છે. તેમણે જણ્યાવ્યું કે તેમની અતિશય ઇચ્છા હતી કે આ એન્જિન સૌથી પહેલાં ભારતમાં જ બને પરંતુ તે બાબતે તેમણે શક્ય એટલા પ્રયત્નો કર્યા. દરેક સરકારી કચેરીઓનો સંપર્ક કર્યો.

તેમ છતાં તેમને નિરાશા સાંપડી. અંતે તેમણે જાપાની સરકારને આ આવિષ્કાર વિશે જાણ કરી. તેમણે તુરંત જ તેમાં રસ બતાવ્યો અને શક્ય તેટલી મદદા કરવાની બાંહેધરી આપી છે. એસ.કુમારસ્વામીનું કહેવું છે કે જો આ પરિક્ષણ સફળ થશે તો દુનિયાભરની અનેક સમસ્યાઓને એક નવો વિકલ્પ મળી જશે.

ટ્વીટર પર થયું છે તેમનું સમર્થન અને અનેક પૂછાય છે પ્રશ્નો.

અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એસ.કુમારસ્વામીનું સમર્થન કર્યું છે. અનેક લોકોએ તેમના વિશે ટીપ્પણી પણ કરી છે. જેમાં એવો સૂર છે કે ક્યાં સુધી કોઈ નવા સંશોધનોને તક નહીં મળે અને આવડતની અવગણના થશે? એ સરકારી અમલદારોનો પૂછો કે કેમ તેમને મદદ ન કરી?


એસ.કુમારસ્વામીના આ નવીન પ્રયત્નોને અચૂક સફળતા મળે એવી આશા અને શુભેચ્છાઓ કરીએ. અને સ્વદેશમાં જ તેમની આવડતની કદર થાય તથા તેનો ફાયદો સૌ કોઈને મળે તેવું ઇચ્છીએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ