જલ્સા કરોને જેંતીલાલ

ભારતના ટોપ 5 યુ ટ્યુબર્સ – તેમના એક વિડીઓના લાખો લોકો છે દિવાના, જાણો

આજના હાઇ સ્પિડ નેટવર્કના જમાનામાં બાળ-બાળના મોઢે યુ-ટ્યુબ શબ્દ તમે સાંભળી શકો છો. આજે તમે જે ઇચ્છો તે યુ ટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો. કોઈ પણ બાબતની માહિતી તમે પ્રેક્ટિકલી વિડિયોમાં જોઈને મેળવી શકો છો તે બધું યુ ટ્યુબના પ્રતાપે. યુ ટ્યુબ માત્ર જીજ્ઞાશા ગ્રસ્ત લોકો માટે જ આશિર્વાદરૂપ નથી પણ જે લોકો પાસે પોતાની આગવી ટેલેન્ટ છે તેઓ પણ યુટ્યુબ પર પોતાની ટેલેન્ટ બતાવી લાખો-કરોડો ડોલર કમાવી શકે છે. આજની આ પોસ્ટમાં અમે તમને ભારતના એવા પાંચ યુટ્યુબર્સ વિષે જણાવવા જઈ રહ્યા છે કે જેઓ અવનવી વિડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.


ભુવન બામ : તે બીબીકી વાઇન નામની યુટ્યુબ ચેનલ ધરાવે છે તે સતત ત્રણ વર્ષથી યુ ટ્યુબ પર છે. તે ભારતનો પ્રથમ એવો યુ-ટ્યુબર છે જેની યુ-ટ્યુબ ચેનલે 100 કરોડ વ્યૂઝનો આંકડો ક્રોસ કર્યો છે. આ સાથે તે ભારતનો સૌથી ધનાડ્ય યુ-ટ્યુબર છે. તે પોતાના ફની વિડિયો માટે જાણીતો છે.
આ ઉપરાંત તે પોતાની મર્ચન્ડાઈઝ ધરાવે છે. જેમાંથી પણ તેઓ લાખો રૂપિયા કમાવી લેતા હશે. તેમની ચેનલને મહિનામાં 7 કરોડથી પણ વધારે વ્યૂઝ મળે છે. તેને ધ્યાનમાં રાખવામાં આવે તો તેમની માસિક આવક 9 લાખથી માંડીને 30 લાખ સુધીની હોઈ શકે છે. અને વાર્ષિક આવક જોવા જઈએ તો તે વર્ષની 2 કરોડથી માંડી 3.5 કરોડ સુધીની આવક ધાવતા હશે.

ટેક્નિકલ ગુરુજી : જો ટેક્નિકલ ગાઇડન્સની જરૂર હોય તો લોકો સૌ પ્રથમ ટેક્નિકલ ગુરુજીની યુટ્યુબ ચેનલને જુએ છે. તેઓ રોજ બે વિડિયો અપલોડ કરે છે. માટે તેમની ટેક ચેનલ ભારતમાં મોખરે છે. તેમની ચેનલના કુલ વ્યુઝ 70 કરોડ આસપાસ છે અને મહિનાના ચાર કરોડથી પણ વધારે વ્યુઝ તેમને મળે છે. આ એક ટેક ચેનલ હોવાથી મોટી મોટી કંપનીઓ પણ ઇચ્છે છે કે ટેક ગુરુ તેમની પ્રોડક્ટનો રિવ્યુ પોતાની ચેનલ પર આપે તે માટે પણ તેમને વળતર મળતું હશે.

આ ઉપરાંત પણ તેમની બીજી ચેનલ છે જેમાં તેઓ પોતાના બ્લોગની વિડિયો અપલોડ કરે છે. તે ચેનલને પણ લાખો વ્યુઝ મળે છે. આ રીતે ટેક્નિકલ ગુરુજી ભારતના બીજા નંબરના યુ ટ્યુબર્સ છે. તેમના વ્યુઝને ધ્યાનમાં લેવામાં આવે તો તેઓની માસિક આવક 12થી 25 લાખની હોઈ શકે છે અને આ રીતે તેઓ વર્ષની 2થી 3 કરોડ રૂપિયાની કમાણી કરી લેતા હશે.

કેરી મિનાટી : આ યુ-ટ્યુબરે સૌ પ્રથમ ભારતમાં રોસ્ટીંગ શરૂ કર્યું હતું. અને આજે તે ભારતનો સૌથી મોટો રોસ્ટર અને સૌથી ધનાડ્ય યુ-ટ્યુબરમાંનો એક છે. તેની યુટ્યુબ ચેનલના ટોટલ વ્યુઝનો આંકડો લગભગ 39 કરોડ સુધી પોહોંચી ગયો છે. અને તેને મહિનાના 2 કરોડથી પણ વધારે વ્યુઝ મળે છે. તે જોતા તેઓ મહિનાના ઓછામાં ઓછા 2 લાખથી માંડીને 7 લાખ સુધી કમાઈ લેતો હશે. જો કે તેની માત્ર આ એક જ ચેનલ નથી તે બીજી પણ એક ચેનલ ધરાવે છે જેનું નામ છે કેરીઝ લાઇફ જેમાં તે કલાકોના કલાક લાઇવ ગેમ રમે છે. અને કરોડો લોકો તેને જુએ છે. આ ઉપરાંત કેરી કેટલીક બ્રાન્ડને પણ પ્રમોટ કરે છે જેના દ્વારા પણ તેની ઇંકમ ઉત્તરોત્તર વધતી રહે છે. આમ તેની એક વર્ષની આવક ઓછામાં ઓછી એક કરોડ સુધી તો સરળતાથી પહોંચી જતી હશે.

આશિષ ચેનચુલાની : આશિષ ચેનચુલાની ભારતના સૌથી જૂના વાઇનર્સ છે જે પોતાની ચેનલ પર દસ મીનીટથી પણ લાંબી વાઇન મુકે છે. તેમની ચેનલ પર લગભગ 50 કરોડથી પણ વધારે વ્યુઝ છે અને તેમને મહિનાના 4 કરોડ કરતાં પણ વધારે વ્યૂઝ મળે છે. આ રીતે તેમની મહિનાની આવક 4 લાખથી લઈને 14 લાખ સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત તે પોતાની વિડિયોમાં ઘણી બધી એપ્સને પ્રમોટ કરતો હોવાથી પણ તેને લાખોની કમાણી થાય છે આમ તે પણ વર્ષના એકથી ડોઢ કરોડ સરળતાથી કમાઈ લેતો હશે.

અમિત ભડાના : અમિત ભડાનાએ ખુબજ ઓછા સમયમાં ટોપ યુટ્યુબર્સનું મુકામ હાંસલ કરી લીધું છે. તે પોતાની ફની વિડિયોઝના કારણે લોકોમાં પ્રિય છે. તેમની ચેનલ પર 50 કરોડ કરતાં પણ વધારે વ્યુઝ છે. અને તેને મહીનાના 5 કરોડ કરતાં પણ વધારે વ્યૂઝ મળે છે. તે જોવા જઈએ તો તેની માસિક આવક 5 લાખથી લઈને 18 લાખ સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત તે પણ પોતાની દરેક વિડિયોમાં કોઈને કોઈ એપને પ્રમોટ કરતો હોવાથી તે પણ વર્ષના 2 કરોડ સુધી કમાઈ લે છે.

આમ જો તમારી પાસે ટેલેન્ટ હોય અને તમને તમારી ટેલેન્ટ પર વિશ્વાસ હોય તો તમારા માટે યુ-ટ્યુબ જેવું પ્લેટફોર્મ તો તૈયાર જ છે. તમે પણ એક યુ-ટ્યુબર બની શકો છો અને પોતાની ટેલેન્ટ દ્વારા લોકોના દીલ જીતી લાખોની કમાણી કરી શકો છો.
આ બધી માહિતી વિડીઓમાં જોઇને વધુ મજા આવશે વિડીઓ જુઓ અહિયાં.

Exit mobile version