ભારતીય ઇતિહાસના એવા રોચક તથ્યો જે દરેક ભારતીયએ જરૂર જાણવા જોઈએ, તમે જાણતા હતા ?

ભારતીય ઇતિહાસના એવા રોચક તથ્યો કયા છે જે દરેક ભારતીયએ જરૂર જાણવા જોઈએ?

image source

મહાભારતનો “કુરુ” કુળ કિર્ગીસ્તાનથી આવ્યો હોવાનું મનાય છે. અને ગાંધારએ આજના અફઘાનિસ્તાનનું કંધાર છે.

image source

ભારતીય ભૂમિ પર સૌથી પહેલા આવનારા અને સૌથી છેલ્લે નીકળનારા વસાહતીઓ પોર્ટુગીઝ હતા.

image source

1948 માં જ્યારે ભારતીય સેનાએ હૈદરાબાદને ભારતમાં ભેળવવા ઓપરેશન પોલો શરૂ કર્યું ત્યારે હૈદરાબાદના નિઝામ નજરકેદમાં રાખવામાં આવ્યો હતો.

મૌર્ય સામ્રાજ્યમાં સ્ત્રીઓ પણ યોદ્ધા હતી, તેઓ લશ્કરી રણનીતિમાં પારંગત હતી. મૌર્ય સામ્રાજ્યએ તત્કાલીન સમયનું વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય હતું.

image source

બાહુબલી જૈન સમાજમાં આદરણીય વ્યક્તિત્વ ગણાય છે. એકવાર તેઓ તેમના ભાઈ સાથેની લડાઇમાં ઉતરી ગય, તેઓ આગેવાની કરી રહ્યા હતા અને લડાઈ દરમિયાન ગુસ્સામાં જેવી તેમણે તેમના ભાઈના માથા પર હુમલો કરવા માટે મુઠ્ઠી ઉંચી કરી.

image source

કે તરત જ, તેઓ નિર્લજ્જતા અનુભવવા લાગ્યા અને ત્યાં જ હાથેથી તેણે તેના વાળ ચૂંટી નાખ્યા. તેમણે ત્યાં એક વર્ષ સુધી પણ ધ્યાન પણ ધર્યું.

image source

તેમના સન્માનમાં શ્રવણબેલગોલામાં 59 ફૂટની ગોમતેશ્વરની પ્રતિમા બનાવવામાં આવી છે.

image source

કહેવાય છે કે નાલંદા યુનિવર્સિટીની લાઇબ્રેરી, ધર્મ ગુંજ, હજારો પુસ્તકોની એક મહાન ભંડાર હતી. અને જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેને સંપૂર્ણપણે બળવામાં લગભગ 3 થી 6 મહિનાનો સમય લાગ્યો હતો.

image source

કહેવાય છે કે કેરળનું પદ્મનાભ સ્વામી મંદિર તેના એક ઓરડામાં અકલ્પનીય સંપત્તિ ધરાવે છે. આવો જ એક ઓરડામાં શ્રાપિત હોવાનું પણ મનાય છે, અને ત્યાં શું છુપાયેલું છે તે કોઈને ખબર પણ નથી.

image source

તદ્દઉપરાંત તે મંદિરના હિસાબ-કિતાબ દરમિયાન પણ નથી ખોલવામાં આવતું, અને માનવામાં આવે છે કે તે તમામ ઓરડામાંથી સૌથી ધનિક ઓરડો છે.

image source

હમ્પીના વિટ્ટલા મંદિરના સ્તંભોને જ્યારે ધીમેથી અડકવામાં આવે ત્યારે સંગીત ઉત્પન્ન થાય છે.

image source

ઈલોરાનું કૈલાસ મંદિર એક જ પર્વત પરથી કોતરવામાં આવ્યું છે.

image source

કર્ણાટકનું મટુર ગામ એ છેલ્લું ગામ છે જ્યાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. અહીંયા, સંસ્કૃત ભાષાનો ઉપયોગ રોજબરોજની વાતચીત માટે થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ