જલ્સા કરોને જેંતીલાલ

ભારતમાં જ આવેલી આ જગ્યા પર આજે સ્વતંત્રતા મળ્યાના 70 વર્ષ થઈ ગયા છતાં પણ ચાલે છે બ્રીટીશ હૂકુમત.

ભારતને બ્રીટીશ એમ્પાયરથી આઝાદી મળ્યાને સીત્તેર વર્ષ ઉપર થઈ ગયા છે. સ્વતંત્રતા મળ્યાના થોડા ક જ સમયમાં સામાન્ય ચુંટણી કરીને ભારતમાં લોકશાહીની સ્થાપના કરવામાં આવી. ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તેમ છતાં આજે પણ ભારતની એક જગ્યા એવી પણ છે જ્યાં ભારતની લોકશાહી નહીં પણ બ્રીટીશ રાણીનું શાસન ચાલી રહ્યું છે.


હા, આ જગ્યા ભારતમાં જ આવેલી છે. તમને જાણીને નવાઈ લાગી હશે અને કુતુહલ પણ થયું હશે કે અમારા સાંભળવામાં તો ક્યારેય આ વાત નથી આવી પણ વાત સાચી છે. આ જગ્યા પર કંઈ પણ કરતા પહેલાં ભારત સરકારે બ્રિટીશ સરકારની મંજૂરી લેવી પડે છે. અહીં તમે બ્રીટીશ સરકારની મરજી વગર એક ઇંટ પણ ખસેડી શકાતી નથી.


આ જગ્યા આવેલી છે ભારતની પૂર્વમાં આવેલા નાગાલેન્ડમાં. હા દેખીતી રીતે તો નાગાલેન્ડમાં આવેલી આ જગ્યા ભારતના શાસન હેઠળ જ આવે છે તેમ છતાં ત્યાં ભારત સરકારની મરજી નથી ચાલી શકતી. આ જગ્યા આવેલી છે નાગાલેન્ડની રાજધાની કોહીમામાં.


આ જગ્યાનું નામ છે ‘કોહિમા વૉર સિમેટ્રી’ એટલે કે કોહીમા યુદ્ધ સ્મારક. અહીં બીજા વિશ્વયુદ્ધમાં જે બ્રિટિશ સૈનિકો મૃત્યુ પામ્યા હતા તેમની કબરો આવેલી છે. બીજા વિશ્વયુદ્ધમાં તે વખતે બ્રીટેનના 2700 સૈનિકો માર્યા ગયા હતા અને તેમને અહીં દફનાવીને તેમના સ્મારકો બનાવવામાં આવ્યા હતા.


તમને જણાવી દઈએ કે તેમનું યુદ્ધ જાપાન અને આઝાદ હિંદ ફૌજ સાથે થયું હતું. જેને કોહિમા યુદ્ધ તરીકે પણ ઓળખવામા આવે છે. અ બ્રિટિશ ઇતિહાસમાં તેને એક મોટું યુદ્ધ માનવામાં આવે છે. અને આ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોની યાદમાં બ્રીટેને અહીં યુદ્ધ સ્મારક બનાવ્યું હતું.


આપણે બધા જાણીએ છીએ કે બ્રીટીશ શાસન તે વખતે સમગ્ર વિશ્વના અગણિત દેશોમાં ફેલાયેલું હતું. અને વિશ્વયુદ્ધમાં બ્રિટેન એક મુખ્ય પક્ષ હતો માટે જ્યાં જ્યાં તેમનું શાસન હતું ત્યાં-ત્યાંથી સૈનિકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. પછી તે ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય કે સાઉથ આફ્રિકા હોય. અને બધે જ સેંકડો સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને આ દેશોમાં પણ તેમના સ્મારક બનાવવામાં આવ્યા છે.


આ મેમોરિયલ બ્રિટિશ શાસન કાળમાં ફરજ બજાવતા ડેપ્યુટી કમીશ્નરના ઘરમાં આવેલા ટેનિસ કોર્ટ એરિયામાં બનાવવામાં આવી હતી. ગેરિસન હિલ યુદ્ધભૂમિમાં જે બ્રિટીશ મૂળના 1420 સૈનિકોએ પોતાનો દમ તોડ્યો હતો તેમને અહીં દફનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત 917 હિન્દુ તેમજ સીખ સૈનિકેના શરીરનો અહીં તેમના ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.


કોહિમામાં આવેલા આ યુદ્ધ સ્મારકની સંભાળ આજે પણ બ્રિટિશ સરકાર જ લે છે. જેની જવાબદારી કોમનવેલ્થ વોર ગ્રેવ કમીશન પર છે. માટે શરૂઆતના સમયમાં તે અહીં ભારતીયોને ફોટો પાડવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. જો કે આ નિયમમાં થોડી બાંધછોડ કરવામાં આવી છે. પણ અહીંના મેઇન્ટેનન્સ માટે જે સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે તે પણ બ્રિટિશ સરકારની મરજીથી જ થાય છે.


થોડા સમય પહેલાં નાગાલેન્ડની રાજધાની કોહીમામાં આ સ્મારક આસપાસના સાંકડા રસ્તાઓને પહોળા કરવાની જરૂર પડી હતી તે વખતે ભારત સરકારે બ્રીટીશ સરકાર સમક્ષ જગ્યા મેળવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો જેને નામંજૂર કરવામાં આવ્યો હતો.


જોકે આ જગ્યાને લઈને પણ કેટલાએ વિવાદો છે. મળેલી માહિતી અનુસાર સુભાષ ચંદ્ર બોઝ સંસ્થાના અધિકારી તમાલ સન્યાલ આ જગ્યા પર તેમની સંસ્થાનો હક્ક છે તેવી વાત કરી રહ્યા છે અને તે માટે તેમણે ભારત સરકારને અપિલ પણ કરી છે. જો કે હજુ સુધી આ બાબતે કોઈ જ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.


જો કે આ એક ટુરિસ્ટ સ્પોટ પણ બની ગયું છે અને ઘણા બધા લોકો આ મેમોરિયલની મુલાકાત લેવા આવે છે. કારણ કે આ જગ્યા આપણને આપણા ઇતિહાસની મુલાકાત કરાવે છે. આ જગ્યા રળિયામણી ટેકરીઓની વચ્ચે આવેલી છે. અને આ જગ્યા પણ ટેકરી પર આવેલી હેવાથી એક જાતનો ટ્રેકિંગનો લાહવો પણ પ્રવાસી અહીં લઈ શકે છે.


ભવિષ્યમાં જ્યારે ક્યારેય તમારો નાગાલેન્ડ ફરવા જવાનો વિચાર હોય તો તમારે પણ આ સ્થળની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. અહીં તમને ઘણી બધી બ્રિટિશ શાસનકાળની ઇમારતો જોવા મળશે. આ ઉપરાંત અહીંના લીલા છમ પહાડો અને હરિયાળી ટેકરીઓની તળેટીમાં આવેલા નાના-નાના ગામ તમારું મન મોહી લેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version