આપણા દેશમાં જ આવેલી છે આ સ્કુલ જેના વિષે તમે નહિ જાણતા હોવ, અદ્ભુત શાળાઓ…

તમે તમારી દોડધામવાળી લાઈફમાં પાછળ વળીને જોતા હશો, ત્યારે તમને લાગતું હશે કે સ્કૂલ સમય સૌથી સારો હતો. પરંતુ જ્યારે સ્કૂલમાં હતા, ત્યારે કેટલી શાંતિ હતી. રોજ-રોજનુ હોમવર્ક, ટીચરનું બોલવું, ગણિતના સવાલ અને કંઈ પણ નવું. રોજ ક્લાસમાં બેન્ચ પર બેસીને મસ્તી કરવી. પણ આજે અમે તમે ભારતની 10 એવી સ્કૂલ વિશે બતાવવા જઈ રહ્યાં છે, જે બાકી સ્કૂલો જેવી નથી. અહીં બાળકો રોજ સ્કૂલ જવા ઈચ્છે છે. આ સ્કૂલો ખરા અર્થમાં બાળકોનું ઘડતર કરવાનું કામ કરે છે. અહીં તમારું બાળક જિંદગીની જીવવાની શીખ લઈને બહાર આવશે.

ચિરાગ સ્કૂલ, ઉત્તરાખંડ


કનાઈ લાલ નામના શખ્સે 2006માં આ સ્કૂલની સ્થાપના કરી હતી. તેને નૈનિતાલ જિલ્લામાં ત્યાંના સ્થાનિક અને ગરીબ બાળકો માટે ખોલવામાં આવી હતી. અહીં એડમિશન માટે યુવતીઓનો પ્રાથમિકતા આપવામાં આવે છે. આ સ્કૂલની ખાસિયત એ છે કે, અહીં પરીક્ષા નથી થતી. 120 બાળકો માટે સ્કૂલમાં 9 શિક્ષકો મોજૂદ છે. સાથે જ અહીંના બાળકોને સ્થાનિક બોલી કમાઉની અને ગઢવાલી પણ શીખવાડવામાં આવે છે. અહીંના શિક્ષકોનો ભણાવવાનો અંદાજ બિલકુલ અંદાજ છે. તેમનો પ્રયાસ એ હોય છે કે, પ્રેક્ટિકલ દ્વારા બાળકોને શીખવાડવામાં આવે.

પ્લેટફોર્મ સ્કૂલ, બિહાર


આ સ્કૂલનું કાર્ય બહુ જ સાર્થક છે. તેને શરૂ કરવા પાછળનો હેતુ સ્ટેશન પર ચા તથા અન્ય સામાન વેચનારાઓના બાળકોને શિક્ષિત કરવાનો હતો. અહીં બાળકોને અભ્યાસની સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવે છે, અને અભ્યાસ મસ્તી-મજાક અને ખેલકૂદની સાથે કરાવવામાં આવે છે. ઈન્દ્રજીત ખુરાના નામની વ્યક્તિએ જ્યારે આ સ્કૂલ ખોલી હતી, ત્યારે ત્યારે દિવસમાં 100 જેટલા બાળકો તેમની પાસે અભ્યાસ કરવા આવતા હતા. સ્કૂલના શિક્ષક અજીત કુમાર કહે છે કે, આ બાળકોને બહુ જ નાની ઉંમરમાં નશાની આદત લાગી ગઈ હતી. શિક્ષા જ એકમાત્ર એવું સાધન હતું, જેના દ્વારા તેમને આ કીચડમાંથી કાઢી શકાતા હતા.

ધ યલો ટ્રેન સ્કૂલ, તમિલનાડુ


ખેતરોમાં ફરવાનું, જંગલોમાં જઈને જીવો વિશે જાણવું, ગીતો ગાવા, ઝૂલા ઝૂલવા… આ સ્કૂલમાં આ બધી એક્ટિવિટી માત્ર ગરમીઓની રજામાં જ નથી થતી. પરંતુ રોજ થાય છે. અહીં બાળકોને કવિતાઓ શીખવાડવામાં આવે છે. બાળકોને બાગાયતી કામ પણ શીખવાડાય છે. અહીં પુસ્તકો પર વધુ ધ્યાન આપવામાં નથી આવતું, કેમ કે બાળકોના માનસિક વિકાસ પર જ પૂરતુ ફોકસ કરવામાં આવે છે.

વીણા વંદની સ્કૂલ, મધ્ય પ્રદેશ


મધ્ય પ્રદેશનું આ સ્કૂલ અનોખું છે. અહીં અભ્યાસ કરનારા તમામ 300 બાળકોને બંને હાથથી લખવાનું શીખવાડવામાં આવે છે. તેમને પહેલા ધોરણથી જ આ તાલીમ આપવામાં આવે છે. સાથે જ બાળકોને 6 અલગ અલગ ભાષાઓનું જ્ઞાન આપવામાં આવે છે.

ઓરિન્કો એકેડમી, કર્ણાટક


બેંગલુરુમાં આવેલી ઓરિન્કો એકેડમી વિશે બધાએ જરૂર જાણવું જોઈએ. અહીં બાળકોને તેમના પસંદનું કામ કરવાનો મોકો આપવામાં આવે છે. આ સ્કૂલમાં બાળકોની એવી સ્કીલ્સને ઓળખીને તેને ઘડવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ