આપણા હેરીટેજ સીટી અમદાવાદમાં મણીનગરમાં આવેલ વાવને કરવામાં આવી સાફ નીકળ્યો અઢળક કચરો…

વર્લ્ડ હેરિટેજના સ્મારકોની જાળવણી અને તેને એકદમ સ્વચ્છ ને રાખવા ને ગંદગીથી દૂર કરવા માટે અમદાવાદ શહેરના યુવાધને એક પહેલ શરૂ કરી છે. જેને હેરિટેજ ક્લિનઅપ ડ્રાઇવ એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં મણિનગર થી લઈને ઉત્તમનગરના ગાર્ડન નજીક જ આવેલી વાવમાથી ગંદગી ને કચરો દૂર કરવાનું બીડું ઝડપ્યું હતું. જેમાં એલિગ્ઝક ફાઉન્ડેશન ની સાથે વર્લ્ડ અરાઉન્ડ યુ અને તેમજ અમદાવાદના યૂથ ફાઉન્ડેશન અને કેમિકલ કંપનીએ સાથે મળીને અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી કચરો સાફ કરી વર્લ્ડ હેરિટેજ સાઇતોને સ્વચ્છ બનાવી હતી. જેમાં રવિવારના દિવસે 60 જેટલા યુવાનો ભેગા મળીને ચાર કલાક સુધી ઉતમનગરના ગાર્ડનને સાફ કર્યું હતું.

ઉતમનગર નજીક આવેલી વાવ ને જોઈને તો પહેલા એમાં જવાની પણ કોઈ હિંમત ના કરે, એટલી બધી ગંદગી હતી. પછી આ વવામાથી યુવાનોએ સતત ચાર કલાક સુધી મથ્યા ને મહામહેનતે કચરો બહાર કાઢ્યો. એ કચરો પણ થોડો નહી, અઢી ટન જેટલો કચરો હતો. એ ઉપરાંત એવી ઘણી જગ્યાએ એવો કચરો ભરાઈ ગયો હતો કે તેનો નિકાલ કરવો જ અસમર્થ હતું. કચરો કાઢવા માટેના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા હતા. આ વાવણી અંદર એક એક બિંબ આઠથી દસ ફૂટના લાંબા ને પહોળા છે. આ વાવમાં ઘણી જગ્યાએ અમુક વસ્તુ તૂટી ગઈ છે જેમાં કચરો ભરાઈ ગયો છે. આ તમામ માહિતી પ્રક્ષલ મહેતા પાસેથી મળી છે જે ફાઉન્ડર છે ઓફ વર્લ્ડ અરાઉન્ડ યુના.

આ ઉપરાંત આ વાવણી આસપાસ રહેતા લોકોને પણ આ વાવની સ્વચ્છતા માટે જાગૃત કરાયા છે. તેમણે આ અમુલ્ય વરસાનું મહત્વ સમજાવ્યું હતું. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જગ્યા ઉપર કોઈ બર્થ ડે પાર્ટી હોય કે પછી નાના નાના ઘરે પ્રસંગો હોય, એ પત્યા પછી બધા અહીંયા જ કચરો આવીને ઠાલવી જાય છે. જે અત્યારે નહી ઘણા સમયથી ચાલતું આવે છે.

અહીં આપીછે કેટલીક ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઝાંખી

ભારત માં હવે કુલ 35 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે જેમાંથી કેટલાક કુદરતી છે, તો કેટલાક સાંસ્કૃતિક. તો ચાલો આજે ભારતના ટોપ ટેન વર્લ્ડ હેરિટેજ સાઇટ્સને.


1 ) નાલંદા યુનિવર્સિટી, બિહાર

2) કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન, સિક્કિમ

3) કૉમ્પ્લેક્સ, ચંદીગઢ

4 ) કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

5 ) હમ્પી

6 ) જંતર મંતર

7 ) હુમાયુનો મકબરો

8 ) ઇલોરાને ગુફાઓ

9 ) ફતેહપૂર સિકરી

10 ) અમદાવાદ (આખા વિશ્વમાં અમદાવાદ એક જ એવું શહેર છે જે આખું શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સ્થાન પામ્યું છે)

*ફોટો પ્રતીકાત્મક છે.