જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વની આ દીગ્ગજ કંપનીઓને આ ભારતીય સીઈઓ માર્ગદર્શન આપે છે. તેમનો કેરીયર ગ્રાફ જાણી એક ભારતીયની છાતી ગર્વથી ફુલી જશે

વિશ્વની ખ્યાતનામ કંપનીઓને આસમાને પહોંચાડનાર ભારતીય સીઈઓ વિષે જાણી ગર્વથી તમારું બે શેર લોહી વધી જશે.

1. સુંદર પિછાઈ

સુંદર પિછાઈએ ખડગપુર આઈઆઈટીથી એન્જીનિયરીંગની ડીગ્રી મેળવી છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે જે એન્જિનયર ખડકપુર આઈઆઈટીમાં તૈયાર થાય છે તેમનું ભવિષ્ય ઉજવળ જ હોય છે. તે વાતમાં કોઈ જ શંકા નથી કે વિદ્યાર્થિઓની મહેનત જ તેમને અહીં સુધી પહોંચાડે છે.

સુંદર પિછાઈનો જન્મ તામિલનાડુના મદુરૈમાં 12 જુલાઈ 1972માં થયો હતો. તેમણે ભારતમાં એન્જિનિયરિંગ કર્યા બાદ સ્ટેમ ફોર્ડ યુનિવર્સિટિથી ભૌતિકે વિજ્ઞાનમાં એમ.એસની ડીગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે મેકેન્સી એન્ડ કંપનીમાં મેનેજમેન્ટ એડવાઈઝર તરીકે કામ કર્યું. 2004માં ગુગલ સાથે તેઓ પોતાની નાનકડી ટીમ સાથે જોડાયા હતા.

તેમના કારણે જ આજે આપણે ઇન્ટરનેટ એક્સ્પ્લોરલ, ફાયર ફોક્સથી ગુગલ સર્ચ કરી શકીએ છીએ. તેમની સફળતા બાદ તેમને પોતાનું બ્રાઉઝર બનાવવું હતું. પણ તેમની કંપનીના માલિકે તેમ કરવવાની ના પાડી તેમ છતાં પણ તેમણે ગુગલના નિર્માતાઓને કન્વીસ કરી લીધા અને 2008માં ગુગલે તેનું પોતાનું વેબબ્રાઉઝર લોન્ચ કર્યું. ગુગલમાં પોતાના આ મહત્ત્વના યોગદાનના કારણે જ તેઓ ગુગલના સીઈઓ છે. જે એક ભારતિય માટે ગર્વની વાત છે.

રાજીવ સુરી

તેમણે મનિપાલ આઈઆઈટીમાંથી ડીગ્રી મેળવી તેઓ ભારતમાં જ નોકિયા સીમેન્સ માં વિવિધ ઉચ્ચ પોસ્ટ ધરાવતા હતા. તેઓ હાલ સીંગાપુર ખાતે નોકિયા કંપનીના સીઈઓ છે. તેઓ 1995થી નોકીયા સાથે જોડાયેલા છે. તેમનો જન્મ 1987 ની 10 ઓક્ટોબરે નવી દીલ્હીમાં થયો હતો.

તમને એ જાણીને નવાઈ લાગશે કે બીજા સીઈઓની જેમ તેમની પાસે એમબીએની ડીગ્રી નથી. તેમની પાસે માત્ર એન્જેનીયરીંગની બેચલર ડીગ્રી જ છે. માણસ વધારે ડીગ્રીઓ ભેગી કરે અને તે લાયક કામ ન મેળવે પણ ઘણી કંપનીઓ તમારી ડીગ્રીઓને નહીં પણ તમારા કામને જ ધ્યાનમાં રાખે છે.

સત્યનારાયણ નડેલા

બીલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર હૈદરા બાદના સત્ય નારાયણ નડેલા છે. સત્યનારાયણ નડેલાએ મનિપાલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરીંગ કર્યું હતું ત્યાર બાદ તેમણે કંપ્યુટર સાઈન્સમાં આગળ અભ્યાસ કર્યો અન એમ.એસ અને એમ.બી.એ કર્યું.

નડાલાએ પોતાની કેરીયરની શરૂઆત સર્વર ગૃપથી કરી હતી ત્યાર બાદ તેમને સોફ્ટવેયર વિભાગમાં મોકલવામાં આવ્યા અને તેમને હેડ બનાવી દેવામાં આવ્યા.

ઇંદીરા કૃષ્ણમુર્તિ નૂઈ

1974માં મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી તેમણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં ડીગ્રીઓ મેળવી. અને ત્યાર બાદ પોસ્ટગ્રેજ્યેટ પ્રોગ્રામ તેમણે આઈઆઈએમ કોલકાતામાંથી કર્યા હતા. ત્યાર બાદ 1980માં તેમણે પબ્લીક અને પ્રાઇવેટ મેનેજમેન્ટની માસ્ટર ડીગ્રી મેળવવા માટે યેલે સ્કુલ ઓફ મેનેજમેન્ટમાં એડમીશન લીધું.

તેમની કારકીર્દીની શરૂઆત તેમણે જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કરી હતી. ત્યાર બાદ તેઓ 1980માં બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપમાં સ્ટ્રેટેજીંગ કન્સલટન્ટ તરીકે જોડાયા. ત્યાર બાદ તેમણે મોટોરોલા કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ડીરેક્ટર ઓફ કોર્પોરેટ સ્ટ્રેટેજી એન્ડ પ્લાનીંગની પોસ્ટ સંભાળી.

1994માં તેઓ પેપ્સીકોમાં જોડાયા અને વર્ષ 2001માં તેઓ પેપ્સીકોના સીઈઓ બન્યા

શાંતનું નારાયણ.

શાંતનુએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક એંજીનિયરિંગની ડીગ્રી મેળવી હતી. ત્યાર બાદનો અભ્યાસ તેમણે કેલિફોર્નિય યુનિવર્સિટિમાં એમ.બી.એ કરીને પૂર્ણ કર્યો હતો. બોઈલિંગ યુનિવર્સિટી ઓહાયોથી કંપ્યુટર સાઈન્સમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.

તેમની કારકીર્દીની શરૂઆત એપલ ઇંકથી થઈ હતી. અને ત્યાર બાદ તેઓ સિલકોન ગ્રાફિક્સ તેમજ પિક્ટ્રા ઇંકના સહ સંસ્થાપક બન્યા. 1998માં તેઓ એડોબ સાથે જોડાયા અને હાલ તેઓ એડોબના સીઈઓ છે. 2007માં 45 વર્ષની વયે તેમને સીઈઓનું પદ સોંપવામાં આવ્યું હતું.

અજયપાલ સિંહ બંગા

અજયપાલ સિંહે દિલ્હી યુનિવર્સીટી અને અમદાવાદ આઈઆઈએમમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તેઓ વિશ્વના ટોપ ક્રેડીટ કાર્ડ માસ્ટરકાર્ડના સીઈઓ છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં 1960માં થયો હતો.

વર્ષ 2014માં તેમને હાવર્ડ બિઝનેસ રીવ્યૂએ 100 શ્રેષ્ઠ સીઈઓની યાદીમાં સમાવ્યા હતા. જેમાં તેમનું 64મું સ્થાન હતું. જે એક ભારતીય માટે ગર્વની વાત છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version