આ આનુવંશિકતા ધરાવતા લોકોને કોરોનાનું સૌથી વધુ જોખમ, આ વિશે વૈજ્ઞાનિકોએ જે કહ્યું એ જાણીને ફાટી જશે આંખો

કોરોના વાયરસે દુનિયાભરના દેશોની જાણે કમર તોડી દીધી છે. આર્થિકથી લઈ મોટા પ્રમાણમાં જાનહાનિ આ મહામારીના કારણે થઈ છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થયા છે જ્યારે લાખોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના વધતા કેસ સાથે વધુ એક ચિંતાજનક વાત સામે આવી છે. જેમાં કોરોના વાયરસ અને માણસના ડીએનએ અંગેના સંબંધ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ સંશોધન યુકેમાં થયું છે જેના તારણમાં જણાવાયું છે કે ખાસ પ્રકારના ડીએનએના વ્યક્તિ પર કોરોનાનું જોખમ વધારે રહે છે.

image source

આ શોધના સંશોધનકારોએ જણાવ્યું છે કે પાંચ જનીનવાળા લોકો કોરોના વાયરસથી સૌથી વધુ સંવેદનશીલ હોઈ શકે છે. બ્રિટિશ સંશોધનકારે જણાવ્યું છે કે આ અભ્યાસ દરમિયાન આ પાંચ જનીન ધરાવતા લોકોમાં કોરોનાથી ગંભીર બીમારી અથવા મૃત્યુનું જોખમ સૌથી વધુ જોવા મળ્યું છે.

image source

યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધનકારોના જણાવ્યા અનુસાર, ટીવાયકે 2, સીસીઆર 2, ઓએએસ 1, આઈએફએનઆર 2 અને ડીપીપી 9 ડીએનએ ધરાવતા લોકોને કોરોના વાયરસ થવાનું જોખમ સૌથી વધારે છે. આ સંશોધન માટે યુકેમાં 208 આઇસીયુ એકમોના 2700 દર્દીઓના ડીએનએ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દર્દીઓના ડેટાની તુલના યુકેના અન્ય એક લાખ લોકો સાથે પણ કરવામાં આવી હતી.

image source

આ અંગે પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સંશોધનકારો દ્વારા અભ્યાસ કરાયેલા 2700 દર્દીઓમાંથી 22 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેમાંથી 74 ટકા દર્દીઓ જાતે શ્વાસ લેવામાં અસમર્થ હતા અને તેમને વેન્ટિલેટરની જરૂર પડી હતી.

image source

સંશોધનકારો કહે છે કે ટીવાયકે 2 અને ડીપીપી 9 ડીએનએ રંગસૂત્ર 19 પર જોવા મળે છે. જ્યારે આઇએફએનએઆર 2 રંગસૂત્ર 21 પર જોવા મળે છે. સીસીઆર 2 ડીએનએ રંગસૂત્ર 4 પર હોય છે. સંશોધનકારોએ કહ્યું છે કે અભ્યાસના પરિણામો એ સમજવામાં પણ મદદ કરી શકે છે કે કેટલાક લોકો કોરોનાથી કેમ ગંભીર રીતે બીમાર પડે છે, જ્યારે કેટલાક લોકોને તેની અસર થતી નથી. જો કે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ડીએનએ અંગેની આ શોધ પણ વૈજ્ઞાનિકોને દવા બનાવવામાં મદદ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ