જલ્સા કરોને જેંતીલાલ

આંખના ઇન્ફેક્શનને તમે આ ઘરગથ્થુ ઉપાયથી દૂર કરી શકો છો..

સીઝન બદલાય તે સમયે વિવિધ જાતના જીવાણુઓ જન્મતા હોય છે તેમનું જીવન લાંબુ નથી હોતું પણ તેઓ તમારા શરીરને ઇન્ફેક્ટ કરી શકે છે. પછી તે તમારા શરીરને ઇન્ફેક્ટ કરી શકે છે નાકને કરી શકે છે અને આંખોને પણ કરી શકે છે. અને આંખ જ્યારે ઇન્ફેક્ટ થાય છે ત્યારે માણસનું બધું કામ ડીસ્ટર્બ થઈ જાય છે. તો આ ઇન્ફેક્શનથી રાહત મેળવવા માટે આ ઉપાયો અજમાવો.

મીઠા વાળા પાણીથી આંખના સોજા દૂર કરવા

આંખમાં સોજો, ખજવાળ કે પીડા થતી હોય તેવા સંજોગોમાં તમારે એક કપ પાણીમા એક ચમચી મીઠુ ઉમેરીને તેને ગરમ કરી લેવું અને તેને ઠંડુ પાડી દેવું. અને આ પાણીથી ઇન્ફેક્શન વાળી આંખ ધોવી. આમ દીવસમાં બે વાર કરવું. તમને ચોક્કસ રાહત મળશે.

ગરમ પાણીનો ઉપાય

તમને આંખમાં ખજવાળ આવતી હોય અથવા આંખો લાલ થઈ ગઈ હોય તે વખતે એક સ્વચ્છ સુંવાળા રુમાલને ગરમ પાણીમાં બોળી તેને નીચોવીને તે રુમાલને આંખ પર હળવા હાથે 5 મીનીટ સુધી દબાવવું. આમ વારંવાર કરવું.

તમારી આંખમાં જો વારંવાર પીયા વળતા હોય તો તેવા સંજોગોમાં પણ તમે આ ઉપાય અજમાવી શકો છો.

જો આંખોમાં ઇન્ફેક્શન હોય તો બન્ને આંખો માટે અલગ અલગ સ્વસ્છ રુમાલનો ઉપોયગ કરવો. અને જ્યાં સુધી આંખોનું ઇરીટેશન દૂર ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી.

ગુલાબ જળ

શુદ્ધ ગુલાબ જળનું એક-એક ટીપું આંખમાં નાખવાથી આંખોને રાહત મળે છે. પણ અહીં ખાસ આ ગુલાબજળ શુદ્ધ હોય તેનું ધ્યાન રાખવું. કારણ કે બજારમાં મળતા ગુલાબજળ મોટે ભાગે કેમીકલયુક્ત હોય છે અથવા એસેન્સવાળા હોય છે. આ ઉપરાંત તમે ગુલાબજળના પોતા પણ મુકી શકો છો.

મધનો આંખો પર એન્ટિબેક્ટેરિયલ ઉપયોગ

નાના બાળકોની દવાની ડબ્બીમાં 5-5 ml પાણી અને મધ લેવા અને તેને મિક્સ કરી દેવા. હવે આ દ્રવ્યને રૂમાં સોશી લેવું અને આ રૂ તમારી આંખ પર ફેરવવું. આ પ્રયોગ તમે દીવસમાં 2-3 વાર કરી શકો છો.

તમે અહીં મધ પણ સીધું તમારી આંખમાં નાખી શકો છો. પણ મધ સંપૂર્ણ શુદ્ધ અને ઓર્ગેનિક હોવું જરૂરી છે.

લાલ આંખો, ચેપ ગ્રસ્ત આંખો જેવી તકલીફ માટે બોરીક એસીડ

તેના માટે એક કપ ફિલ્ટર્ડ વોટરમાં 1/8 ચમચી મેડિકલ ગ્રેડનું બોરિક એસિડ એડ કરવું. આ મિશ્રણને ગરમ કરી ઠંડુ પાડી દેવું. તેને પાતળા સ્વચ્છ કપડાથી ગાલી લેવું. હવે આ પાણીથી આંખો ધોવી. આ પ્રયોગ દીવસમાં 2-3 વાર કરી શકો છો.

ગ્રીન ટી આંખના સંક્રમણ, ખજવાળ અને બળતરાને દૂર કરે છે.

સૌ પ્રથમ ગ્રીન ટીની બેગને ગરમ પાણીમાં થોડીવાર પલાળી રાખવી. હવે ટી બેગ કાઢી લેવી અને ટી બેગ તેમજ ગ્રીન ટી બન્ને ફ્રીઝમાં ઠંડા થવા મુકી દેવા. ઠંડુ થઈ ગયા બાદ આ ટી બેગને તમારી સંક્રમણ ગ્રસ્ત આંખ પર પોચા હાથે દબાવવી.

અને જ્યાં સુધી તકલીફ દુર ન થાય ત્યાં સુધી દીવસમાં 3-4 વાર આ પ્રયોગ કરવો. ટી બેગ ડ્રાય થઈ જાય તો પેલી તૈયાર ઠંડી ગ્રીનટીમાં બેગ પલાળી પ્રયોગ કરવો.

ટીપ્સ

ઉપરના પ્રયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version