આંખોની પલકો પર જો વારંવાર આવતો હોય સોજો, તો આર્ટિકલ ઇગ્નોર કર્યા વગર વાંચી લો પહેલા

પલકોમાં સોજો થઈ જાય, તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવો જોઈએ નહિ. પલકોનો સોજો કેટલીકવાર કોઈ ખતરનાક ઇન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે.

આપણી આંખો ખૂબ સંવેદનશીલ હોય છે. આંખોમાં બળતરા, ખંજવાળ અને લાલપણાંની સમસ્યા ક્યારેક ક્યારેક સામાન્ય છે. બહારની ધૂળ-માટી, પ્રદૂષણ કણો, અને બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી આંખોમાં આ સમસ્યાઓનું થવું સામાન્ય છે. પણ જો કેટલીકવાર આ લક્ષણો આંખોથી જોડાયેલ કેટલીક ગંભીર બિમારીઓના શરૂઆતના સંકેત પણ હોઈ શકે છે. એવામાં આંખોની સમસ્યાઓને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવાનું કેટલીકવાર આપના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

image source

કેટલીકવાર સવારે ઉઠયા પછી આપને આપને કોઈ એક આંખ કે બંને આંખોની પલકોમાં સોજો દેખાઈ જાય છે. આ સમસ્યાને સ્થાનિક ભાષામાં લોકો અલગ અલગ નામથી બોલાવે છે. મેડિકલ સાયન્સમાં તેને સોજાનું સૌથી સામાન્ય કારણ ઇન્ફેકશન જણાવવામાં આવ્યું છે. પરંતુ એવું જરૂરી નથી કે પલકોના સોજાનું કારણ ફક્ત ઇન્ફેકશન જ હોય. કેટલીકવાર આંખોને કોઈ અન્ય રોગોના કારણે પણ પલકોમાં સોજાની સમસ્યા થઈ શકે છે. હવે જાણીશું કેટલીક સામાન્ય સમસ્યાઓ વિષે.

એલર્જી:

image source

જેમ કે પહેલા જ જણાવી ચૂક્યા છે કે આંખો ખૂબ સંવેદનશીલ અંગ હોય છે. એટલા માટે આ એલર્જીનો શિકાર ખૂબ જલ્દી થઈ જાય છે. કેટલીકવાર આ એલર્જી ધૂળ-માટીના કારણે થાય છે, તો કેટલીકવાર કોન્ટેક્ટ લેન્સના કારણે થઈ શકે છે. સામન્ય રીતે એલર્જી થાય ત્યારે પલકોમાં સોજાની સાથે સાથે આંખોની પૂતળીઓનું લાલ થવું, ખંજવાળ આવવી અને આંખોમાંથી પાણી આવવા જેવી સમસ્યાઓ થાય છે. એલર્જી થાય ત્યારે પોતાની મરજીથી કોઈપણ આઈ ડ્રોપ આંખોમાં નાખવી નહિ, પરંતુ ડૉક્ટરની સલાહ લઈને જ કોઈપણ ડવા કે ડ્રોપનો ઉપયોગ કરવો.

પિન્ક આઈ:

image source

પિન્ક આઈને જ મેડિકલની ભાષામાં કંજંકટીવાઈટિસ કહે છે. આ પણ એક પ્રકારનું ઇન્ફેકશન છે, જે સામાન્ય રીતે કોઈ વાઇરસ કે બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી થાય છે. આ પ્રકારના ઇન્ફેક્શનનો શિકાર થવા પર આંખોના કંજંકટીવામાં સોજો આવી જાય છે. કંજંકટીવા પારદર્શી જેલ જેવું મ્યુકરથી ભરેલી અંદરની પરત છે. કંજંકટીવાઈટિસ થવા પર આપને ફક્ત અને ફક્ત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આના ઈલાજ માટે આપના ડૉક્ટર એન્ટીબાયોટિકની સાથે કેટલીક અન્ય દવાઓ આપી શકે છે.

સ્ટાઈ:

image source

સ્ટાઈને જ કેટલીક સ્થાનીય ભાષામાં બિલની કહે છે. આ પલકોમાં સોજાનું બીજું સામાન્ય કારણ છે. કેટલીકવાર આ બિલની કે સ્ટાઈ પોતાની જાતે જ ઠીક થઈ જાય છે અને કેટલીકવાર આ ખતરનાક રૂપ પણ ધારણ કરી શકે છે, ત્યાર પછી આપને સર્જરીની જરૂર પડી શકે છે. એટલા માટે પલકોના સોજાની સમસ્યા થાય ત્યારે કોઈ ઘરેલુ ઉપાયને અજમાવવા કરતાં સારું છે કે આપ કોઈ આંખોના ડૉક્ટરને મળીને તેનો ઈલાજ કરાવો. સામાન્ય બિલનીને એન્ટીબાયોટિક્સ દ્વારા ઠીક કરી શકાય છે.

કોન્ટેક્ટ લેન્સ:

image source

જે લોકો કોન્ટેક્ટ લેન્સ લગાવે છે, તેમણે પણ કેટલીકવાર પલકોમાં સોજાની સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપ કોન્ટેક્ટ લેન્સને લગાવવામાં, રાખવામાં અને ઉઠાવવામાં સાફ-સફાઇનું ધ્યાન નથી રાખતા. આ કારણે બેક્ટેરિયા આપની આંખો સુધી પહોંચી જાય છે અને સોજો, ખંજવાળ, દુખાવો અને લાલપણાનું કારણ બને છે. જો કે કોન્ટેક્ટ લેન્સના ઇન્ફેક્શનને ગંભીર કહી શકાય નહિ કેમકે સામાન્ય સ્થિતિઓમાં તે પોતાને જાતે જ ઠીક થઈ જાય છે. તો પણ જો આપને ૨-૩ દિવસોથી વધારે સમય સુધી દુખાવો અને સોજાની સમસ્યા રહે, તો આપે એકવાર ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ.

જીવ-જંતુ ડંખવાથી:

image source

કેટલીકવાર જીવ-જંતુના ડંખવાથી કે બાઇક ચલાવતા સમયે આંખોમાં કઈક જતું રહે તો પણ આંખોને ઇન્ફેકશન થઈ જાય છે અને પલકોમાં સોજાની સમસ્યા થઈ શકે છે. એવી સમસ્યાથી બચવા માટે સારું છે કે બાઇક ચલાવતી વખતે આપ હેલમેટ અને ચશ્મા પહેરવાનું રાખો અને જમીન પર કે ઝાડ કે છોડ પાસે સૂવું જોઈએ નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ