આંખો નીચેના કાળા કુંડાળા દુર કરો આ સરળ અને સસ્તા ઘરગથ્થું ઉપચારથી…

આજની આ તાણ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ઘણું મુશ્કેલીનું કામ થઈ ગયું છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે ચહેરો નિસ્તેજ થઈ જાય છે અને પછી આંખો નીચે કાળા કુંડાળા થવા લાગે છે. એટલે કે ડાર્ક સર્કલ જે તમારી સુંદરતા સામે અનેક ઘણા પ્રશ્નો ઉભા કરે છે. આમ તો આંખો નીચે કાળા કુંડાળા પાછળ થાક, તણાવ, વૃદ્ધત્વ, બીમારી, અપૂરતી ઊંઘ અને વિટામિનની ઉણપ તેના માટે ખાસ જવાબદાર હોય છે.


જો કે હાલમાં માર્કેટમાં આ ડાર્ક સર્કલ દૂર કરવા માટે ક્રીમ અને લોશન ઉપલબ્ધ છે, પણ સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવ્યા વગર તેનો ઉપયોગ કરવો તમારી સ્કિન માટે હિતાવહ નથી. આમ, જો તમે આંખો નીચેના કાળા કુંડાળાને થોડા જ દિવસોમાં ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે એકદમ બેસ્ટ છે. આ ઉપાય તમારા આંખો નીચેના કાળા કુંડાળા તો દૂર કરશે પણ સાથે-સાથે તમારી સ્કિનમાં વ્હાઇટનેસ પણ આવશે.

અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો


– સંતરાની છાલનો પાવડર બનાવીને તેને મલાઇ સાથે મિક્સ કરીને આંખોની નીચે લગાવવાથી કાળા કુંડાળા દૂર થાય છે.

– બટાકાના પતીકાને આંખ નીચે મુકવાથી કાળશ ઓછી થાય છે અને ચહેરા પરના ડાઘા-ધબ્બા પણ દૂર થઇ જાય છે.


– ડાર્ક સર્કલ્સ દુર કરવા ખીરા કાકડી સૌથી યોગ્ય ઉપાય છે. ખીરામાં ફુદીનાની પત્તીઓ મિક્સ કરી પીસી લો અને આ પેસ્ટ તમારા ડાર્ક સર્કલ્સ પર લગાવો. 10 દિવસમાં જ ફાયદો જોઈ શકશો.


– દિવસમાં બને એટલું વધારે પાણી પીઓ, ઓછામાં ઓછું અઢી લિટર તો પાણી પીવું જ જોઈએ.

– આંખોની આસપાસના કાળા ભાગ પર લીંબુ અને ટામેટાનો રસ દિવસમાં બે વાર લગાવો. રસ સુકાઈ જાય એટલે આંખો ઠંડા પાણીથી ધોઇ લો.

– લીંબુ, ટામેટાના એક ચમચી રસમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણથી આંખોની નીચે પાંચ મિનિટ માલિશ કરો. આમ, જો તમે આ પ્રોસેસ સતત 10 દિવસ સુધી કરશો તો તમારી આંખો નીચેના કાળા કુંડાળા દૂર થઇ જશે. ધ્યાન રહે કે, આ પ્રયોગ તમારે રાત્રે ઉંઘતા પહેલા કરવાનો રહેશે.


– રાત્રે બદામને પાણીમાં પલાળી રાખો સવારે તે બદામને પીસી લો તેમાં લિંબૂના ચાર ટીપા મેળવી આંખોની આસપાસ લગાવો.

– ચિંતા ઓછી કરો, કામનો ભાર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. દરરોજ યોગા અને નિયમિત કસરત કરો

– સતત બે અઠવાડિયા તમારી આંખો નીચે બદામના તેલની માલિશ કરો. બદામની માલિશ કરવાથી આંખોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે અને તમે તણાવગ્રસ્ત થઇ જાઓ છો.


– દરરોજ એક ફળ જરૂર ખાવો. બને તો દરરોજનું એક સફરજન ખાવાનો આગ્રહ રાખો.

– અખરોટની ઉપરના કડક પડનો બારીક ભૂકો કરો. અખરોટનો પણ અડધી ચમચી અર્ક તૈયાર કરો. ભૂકા અને અર્કને અડધી ચમચી મધ અને અડધી ચમચી મલાઈમાં મિક્સ કરો. આ મિશ્રણથી આંખો નીચે પાંચથી સાત મિનિટ માલિશ કરો. આ પ્રયોગ તમારે સતત 15 દિવસ સુધી કરવાનો રહેશે.

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.