આને કહેવાય સ્વમૂલ્યાંકન ! વાંચો અને વિચારો…

ઍક નાનકડો દિકરો.. આમ તો નાનકડો છોકરો જ ગણી લો ને, ફોન બૂથ પરથી ફોન કરી રહ્યો હતો. કેશ કાઉન્ટર પરથી એણે સ્ટોરવાળાને કીધું કે, “મને ઍક ફોન કરવા દો ને!”. સ્ટોરવાળાએ કીધું,”સારુ, કર.”

એણે ફોન લગાડ્યો, સામેથી કોઈ ઍક બેનનો અવાજ આવ્યો હોય એવું લાગ્યું.

છોકરાએ કીધું, “મેડમ, તમારે ત્યાં આંગણું સાફ કરવા આવવા દેશો?” તો પેલા બેને સામેથી જવાબ આપ્યો, “કાંઇ જરુર નથી. અમારે ત્યાં પહેલાથી જ આંગણું સાફ કરવા વાળો છે.” છોકરાંએ કીધું, “પ્લીઝ, હું તમને અડધા પૈસામાં કરી આપીશ.” સામેથી પેલા બેનએ કીધું, “ભાઈ, મારે ત્યાં જે કામ કરવા આવે છે એનાથી હું બહુ ખુશ છું. મારે નથી અડધા પૈસામાં આંગણું સાફ કરાવવું.”

પેલા છોકરાએ કીધું, “અચ્છા ચાલો, હું તમને આંગણું સાફ કર્યા સિવાય આખા ઘરનાં કચરા-પોતા પણ મફત કરી આપીશ, બસ ?!!” પેલા બેને કીધું, “ના, કોઈ જરૂર નથી.. થેન્ક યુ.”

મોઢા પર સ્માઈલ સાથે આ છોકરાએ પોતાનો ફોન મૂકી દીધો. પેલો સ્ટોર વાળો માણસ તેને જોઇ રહ્યો હતો. એણે એને કીધું કે તું ખૂબ જ આગ્રહથી કહી રહ્યો હતો કે મને પ્લીઝ આપોને નોકરી, અને પેલા બેને તને ના આપી. પણ ચિંતા ના કર, માઠું ના લગાડ.. હું તને નોકરી આપીશ. પેલો છોકરો કહે, “ના, થેન્ક યુ.”

સ્ટોરવાળા માણસને સમજાયું નહીં! “તુ તો હમણાં કેટલી બધી આજીજી કરતો તો?”… પેલા છોકરાએ કીધું, “ના.. હું તો ચેક કરતો હતો મારા પોતાના પર્ફોમન્સ વિશે! આ બેનને ત્યાં જે છોકરો કામ કરે છે તે હું જ છું. પણ મારે જાણવું હતું, કે હું જે કરું છું એ સારુ કરી રહ્યો છું કે નહીં? અને હું જે કામ કરું છું, એનાંથી એ બેનને સંતોષ છે કે નહીં?

આને કહેવાય સ્વમૂલ્યાંકન!

ફ્રેન્ડસ! આ સમય ઘણાં બધાંનાં જીવનમાં આવ્યો હશેે, કે આવવાનો હશે.. કે ચાલી રહ્યો હશે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમારે સારુ પરફોર્મન્સ બતાડવુ હોય ત્યારે કે પછી you have to make sure કે તમે આળસુ નથી બની ગયાને — તો તમે ભગવદ્ ગીતાની વાત યાદ કરો “If you don’t fight for what you want, Don’t cry for what you lost”

તમારે જે મેળવવું છે એનાં માટે જો તમે મહેનત કે ધગશ નથી રાખવાના તો પછી જે ના મળ્યું એનાં માટે રડવું નહીં.

સ્ટોરી બાય – RJ દેવકી (Red FMની વાતો, અમદાવાદ)

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરી ને કેજો !!

Stay Tuned !! બજાતે રહો….93.5 FM

દરેક મિત્રો સાથે અચૂક શેર કરજો..

ટીપ્પણી