આને કહેવાય હૂનર, પોતાના હૂનર માટે મળ્યું યુ ટ્યુબનું સિલ્વર શિલ્ડ

યુ-ટ્યુબની વેબસાઇટે રસ્તા પર ગેરેજ ધરાવતા ભારતીય બાઇક મિકેનિકને આપ્યું સિલ્વર શિલ્ડ.


કાનપૂરમાં રહેતાં એક બાઈક મિકેનીકને યુ ટ્યુબ જેવી દીગ્ગજ વેબસાઇટે આપ્યું સિલ્વર શિલ્ડ. આ વ્યક્તિનું નામ છે અજય સવિતા તેઓ કાનપુરના અશોક નગર વિસ્તારમાં રહે છે. અને રસ્તા પર પોતાનું નાનકડું ગેરેજ ચલાવે છે. પણ તેમણે પોતાના હૂનરને માત્ર રસ્તા સુધી જ સિમત નથી રાખ્યું. પણ તેમની એક યુટ્યુબ ચેનલ પણ છે અને તેમના 1,25000 સબસ્ક્રાઈબર છે. તેમની મિકેનિકલ ટીપ્સના વિડિયોને લાખો વ્યુઝ મળેલા છે. તેઓ કાનપુરના 80 ફૂટના રોડ પર વન્ડર મિકેનિક નામનું ગેરેજ ચલાવે છે.


તમે તેમના વર્તમાન પર ન જતાં. તેમણે અહીં સુધી પહોંચવા માટે ખુબ મહેનત કરી છે. તેમણે પેટ માટે માત્ર 15 વર્ષની ઉંમરે જ ગેરેજમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અને સમય જતાં બાઈક રીપેરિંગના કામમાં તેઓ એટલા માહેર થઈ ગયા કે પુછવું જ શું. 2010માં તેમણે આંખે પાટા બાંધીને બાઈકનું ખુલ્લું એઁજીન પાછુ બંધ કરી લોકોને ચકિત કરી દીધા હતા.


અને તેના બીજા જ વર્ષે આંખે પાંટા બાંધીને આખુ ખુલ્લું બાઈક ફરી ફીટ કરી દીધું હતું. જો કે તેઓ અહીં જ ન રોકાયા. તેમના હિતેચ્છુઓ અને તેમના મિત્રેના કહેવાથી 2017માં તેમણે પોતાની યુ ટ્યુબ ચેનલ પણ ચાલુ કરી દીધી. જેનું નામ રાખ્યું ‘વંડર મિકેનિક અજય કુમાર’. હવે તેમણે પોતાની આ આવડતથી પોતાની ચેનલ દ્વારા લોકોની મદદ કરવાની શરૂ કરી દીધી.


તેઓ અવારનવાર પોતાની યુટ્યુબ ચેનલ પર બાઈકના રીપેરીંગને લગતી ટીપ્સ શેયર કરે છે. અને સેંકડો લોકો તેમની આ વિડિયોઝ ને માત્ર જોતાં જ નથી પણ તેને ફોલો પણ કરે છે. ધીમે ધીમે તેમની વિડિયો વાયરલ થતી ગઈ અને માત્ર બે જ વર્ષમાં તેમના સબસ્ક્રાઇબરની સંખ્યા એક લાખ ઉપર પહોંચી ગઈ. અને આ અવસર પર તેમને યુ ટ્યુબ તરફથી સિલ્વર ક્રિએટર અવોર્ડથી નવાજવામાં આવ્યા. અને તેટલું જ નહીં પણ યુટ્યુબના સીઈઓ સુઝેન વોજસ્કીનું સહી કરેલું સર્ટીફીકેટ પણ મળ્યું.

માત્ર ગેરેજ જ નહીં પણ યુ ટ્યુબ વિડિયોથી પણ કમાણી કરી રહ્યા છે

અજયભાઈને પોતાના ગેરેજમાંથી તો નિયમિત આવક મળી જ રહે છે પણ પોતાની વિડિયોઝથી પણ તેમને દર મહિને ઓછામાં ઓછા 10000 રૂપિયા યુટ્યુબ તરફથી મળે છે.

અજયભાઈના ઉદાહરણ પરથી આપણે એટલું તો દૃઢ પણે કહી શકીએ છીએ કે વહેલા મોડી પણ તમને તમારી આવડત તમારા હૂનરની ઓળખ મળે જ છે. બસ તમારે તે માટે વળગી રેહવાનું છે અને ક્યારેય હાર નથી માનવાની.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ