આમિર ખાનની આ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

બૉલીવુડ એકટર આમિર ખાન પોતાની ફિલ્મોના લુક માટે ખૂબ સુર્ખિયોઓમાં રહે છે.

image source

મેગા બજેટ ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાન પછી આમિર ખાન હજી સુધી બોક્સ ઓફીસ પર જોવા મળ્યા નથી. જો કે બીલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ પોતાની આવનારી ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં રહે છે.

ફિલ્મમાં પોતાના કિરદારની નજીક પહોંચવા માટે આમિર ખાન દરેક સંભવ પ્રયત્ન કરે છે. એ પછી તેના માટે વજન વધારવું હોય કે વજન ઘટાડવાનું, કે પછી ચેહરા પર કોઈ નવા પ્રયોગો કરવાના હોય.

image source

આ બધામાં આમિર ખાનની એક ફિલ્મ રિલીઝ થવાની છે જેનું નામ છે લાલ સિંહ ચઢ્ઢા.

આમિર ખાન જલ્દી જ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. તેમજ આ ફિલ્મને લઈને ફેન્સની પણ એક્સાઇટમેન્ટ ખૂબ વધી ગઈ છે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મને રિલીઝ થવાને હજી ઘણીવાર છે. ઉપરાંત હજી આ ફિલ્મનું ટીઝર પણ જારી નથી કરાયું. પરંતુ આમિર ખાન ફિલ્મ રિલીઝના ઘણા દિવસ પહેલાથી જ કિરદારના દેખાવના કારણે પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

image source

ખરેખર આમિર ખાને ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે પોતાનો પૂરેપૂરો લુક બદલી નાખ્યો છે. જેથી આમિર ખાન ફિલ્મના કિરદારને ન્યાય આપી શકે.

આમિર ખાનનો લુક અધિકારીક રીતે ક્યાંય રિલીઝ કરાયો નથી. પણ કેટલાક ફેન પેજીસે શૂટિંગ દરમિયાન ફોટો ક્લિક કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

image source

આ ફોટો જે શેર થયા છે તેમાં આમિર ખાન લાંબા અને ખુલ્લા વાળ સાથે લાંબી દાઢી પણ જોવા મળે છે. તેમજ આમીર ખાને આ લુકમાં થોડું વજન વધાર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ આ લુકમાં આમિર ખાને કેપ પણ કેરી કરી છે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મના શૂટિંગ દરમિયાનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર આવી છે. જેમાં આમિર ખાન ઓળખાય રહ્યા નથી.

image source

આ ફોટોમાં બતાવાયું છે કે આમિર ખાને વાળ અને દાઢી વધારી દીધા છે. તેમજ માથા પર ટોપી પહેરી રાખી છે.

આ ફોટોમાં આમિર ખાન રફ એન્ડ ટફ લુકમાં દેખાય રહ્યા છે. આ ફોટામાં આમિર ખાનના ચેહરા પર કેટલાક નિશાન દેખાય રહ્યા છે અને તેઓ જેકેટ અને ટીશર્ટમાં નજર આવી રહ્યા છે.

image source

સોશિયલ મીડિયા પર આવેલ ફોટામાં ફેન્સ આમિર ખાનને ઓળખી નથી શક્યા. આમ કમેન્ટમાં જણાવે છે કે આ ફિલ્મમાં આમિર ખાન એક ૫૪ વર્ષીય વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે.

આમિર ખાનનો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા લુક કરતા ફિલ્મમાં ઘણો અલગ લુકમાં દેખાય છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મના પોસ્ટરમાં આમિર ખાન એક સરદારજીના રૂપમાં દેખાઈ રહ્યા છે.

image source

જેના માથા પર પાઘડી બાંધેલી હોય છે તેમજ વધેલા દાઢી અને મૂછની સાથે હાફ શર્ટ પહેરીની બેઠેલા જોવા મળે છે. ફેન્સને આમિર ખાનનો આ નવો લુક પણ ખૂબ પસંદ આવી રહ્યો છે.

સૂત્રો મુજબ જણાવાઈ રહ્યું છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના જેસલમેરમાં કરવામાં આવી રહી છે.

image source

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ વર્ષ ૧૯૯૪માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની હિન્દી રિમેક છે.

મૂળ ફિલ્મનું નિર્દેશન રોબર્ટ જમૈકિસે કર્યું હતું. તેમજ આ ફિલ્મની વાર્તા વિનસ્ટન ગ્રુમે લખી હતી. આ ફિલ્મમાં ટોમ હૈંકસે મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ