21 એપ્રિલ અને બુધવારના રોજ દેશભરમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. રામચરિત માનસ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિના રોજ અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું હતું. જગતના કલ્યાણ માટે ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ શ્રીરામ અને માતા લક્ષ્મી સીતાના સ્વરૂપમાં ધરતી પર અવતરિત થયા હતા.

આજે પણ રામાયણ કાલીન એવા સ્થળ ધરતી પર છે જેનો સીધો સંબંધ ભગવાન રામ સાથે છે. અહીં ભગવાન રામે પોતાના જીવનકાળના મહત્વના દિવસો પસાર કર્યા હતા. તો ચાલો જાણીએ કયા કયા છે આ સ્થળ અને શું છે તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. રામાયણ કાળમાં અયોધ્યા કૌશલ સામ્રાજ્યની રાજધાની હતી. રામ ભગવાનનો જન્મ રામકોટમાં થયો હતો જે અયોધ્યાના દક્ષિણ ભાગમાં છે. વર્તમાન સમયમાં અયોધ્યા ઉત્તર પ્રદેશમાં છે. અહીં આજે પણ એવા સ્થાન મળે છે જેનો ખાસ સંબંધ શ્રીરામ સાથે છે. ભગવાન રામના જન્મ સ્થાન પર હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ શરુ થઈ ચુક્યું છે.

જનકપુર એ સ્થાન છે જ્યાંથી માતા સીતાનું પ્રાગટ્ય થયું હતું. અહીં શ્રીરામ અને સીતાજીના વિવાહ પણ થયા હતા. જનકપુરમાં આજે પણ તે વિવાહ મંડપ અને વિવાહ સ્થળ છે. અહીં ભક્તો દર્શન કરવા પણ આવે છે. જનકપુરની આસપાસના ગામમાં વિવાહનો અવસર હોય છે ત્યારે લોકો જનકપુર મંદિરમાંથી સિંદૂર લઈ જાય છે અને આ સિંદૂરથી જ દુલ્હનની માંગ ભરવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી સ્ત્રીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને શ્રીરામ અને સીતાજીના આશીર્વાદ મળે છે. વર્તમાન સમયમાં આ જગ્યા નેપાળની રાજધાની કાઠમાંડૂમાં છે.

બિહારના દરભંગા જિલ્લામાં અહિયારી ગામમાં અહિલ્યા સ્થાન આવેલું છે. અહિલ્યા સ્થાનમાં એક મંદિર છે જ્યાં શ્રીરામે ગૌતમ ઋષિના પત્ની માતા અહિલ્યાને શ્રાપમુક્ત કરી તેમનો ઉદ્ધાર કર્યો હતો. રામનવમી પર અહીં અનોખી પરંપરા જોવા મળે છે. અહીં દર્શને આવતાં શ્રદ્ધાળુઓ રીંગણનો ભારો લઈ મંદિરે આવે છે અને અહિલ્યાના ચરણોમાં ચઢાવે છે. અહીં મંદિરના પ્રાંગણમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્યમણનું મંદિર પણ બનેલું છે.

ભગવાન રામે 14 વર્ષના વનવાસમાંથી 11 વર્ષ ચિત્રકૂટમાં વિતાવ્યા હતા. આ સ્થાન પર ભગવાન રામને ભરતજી મળવા આવ્યા હતા. અહીં જ તેમણે શ્રીરામને દશરથના દેહાંતની વાત કરી હતી. આ સ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે આવેલું છે. અહીં શ્રીરામના અનેક મંદિર આવેલા છે. અહીં એક શિલા પણ છે જેના પર માતા સીતાના પગના નિશાન બનેલા છે.

ચિત્રકૂટથી ચાર કિમી દૂર સતી અનસૂયા અને મહર્ષિ અત્રિનું આશ્રમ છે. અહીં પર માતા સીતાને અનસૂયાજીએ ક્યારેય ગંદા થાય નહીં તેવા વસ્ત્ર અને આભૂષણ આપ્યા હતા. ચિત્રકૂટમાં ઠેરઠેર શ્રીરામ, સીતાજી અને લક્ષમણના પદચિન્હો મળી આવે છે.
શ્રીસીતા રામચંદ્ર સ્વામી મંદિર આંધ્ર પ્રદેશના ખમ્મણ જિલ્લાના ભદ્રાચલમ શહેરમાં છે. કથા અનુસાર ભગવાન રામે જ્યારે સીતાજીને બચાવવા લંકા જવા નક્કી કર્યું ત્યારે તેમણે ગોદાવરી નદી પાર કરી અહીં રોકાણ કર્યું હતું. આજે આ સ્થાનને પર્ણશાળા તરીકે ઓળખવામાં આવે છે.

રામેશ્વર એ જ જગ્યા છે જ્યાંથી હનુમાનજીની સેનાએ લંકાપતિ રાવણ સુધી પહોંચવા રામ સેતુનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત અહીં શ્રીરામે મહાદેવની આરાધના પણ કરી હતી. વર્તમાન સમયમાં રામેશ્વર દક્ષિણ ભારતના તમિલનાડુમાં છે અહીં શ્રીરામ અને શિવ બંનેની પૂજા કરવામાં આવે છે.

શ્રીરામ અને સીતાજીએ વનવાસનો થોડો સમય પંચવટીમાં પણ પસાર કર્યો હતો. આજે આ સ્થાન નાસિકમાં છે. અહીં રામજીનું મંદિર બનેલું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!