આ મહિલાએ ખરુ કર્યું, પતિ સાથે બબાલ થઈ તો સસરા સાથે કરી લીધા લગ્ન, કહ્યું-ઉંમર ગમે તે હોય, તેનું દિલ જવાન છે

હાલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આમ તો પતિ પત્ની વચ્ચેના ઝઘડા એ કોમન વાત છે. પરંતુ અમુક ઝઘડા એટલી હદે વધી જતાં હોય છે કે કોર્ટમાં ધક્કા થાય અને લોકો છુટા પડી જાય છે. જો કે અમુક કેસમાં કંઈક અલગ જ લેવલે ઘટના ઘટતી હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જે કંઈક એવો જ છે. જો વાત કરીએ તો આ કિસ્સામાં એક મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇને સસરા સાથે લગ્ન કરી લીધા. મળતી વિગત પ્રમાણે હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા ક્વિગે લગ્નમાં તેના સ્ટેપ ફાધર ઇન લૉ પણ આવ્યા હતા. આ મહિલાના લગ્ન 19 વર્ષની ઉંમરમાં સ્થાનીય કારખાનામાં કામ કરતા જસ્ટિન સાથે થયા હતા. લગ્ન બાદ બંનેને એક બાળક પણ થયુ હતુ પરંતુ વધતા ઝઘડાને કારણે 2011માં સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી.

image source

આ બધી બબાલ શરૂ હતી અને એરિકાને તેના સસરાનો સહારો મળ્યો. વર્ષ 2017માં એરિકા અને જસ્ટિસ વચ્ચે છૂટાછે઼ા થઇ ગયા હતા. જે બાદ સસરાએ લગ્નનો પ્રસ્તાવ એરિકાને આપ્યો. થોડા સમય બાદ બંને વચ્ચે 29 વર્ષનું અંતર હોવા છતા લગ્ન કરી લીધાલ અને સમાજને ચોંકાવી દીધા હતા. લગ્નના એક વર્ષની અંદર જ 2018માં મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. બંને બાળકો માતાની સાથે જ રહે છે. ઉંમરમાં અંતર હોવા છતાં આ કપલે પોતાના લગ્નને લઇને ખુશી જતાવી હતી.

image source

આ લગ્ન વિશે વાત કરતાં મહિલાએ કહ્યું કે હું જસ્ટિસની બહેન દ્વારા જ સસરાને ઓળખતી હતી. જ્યારે તેમણે મને સહારો આપ્યો ત્યારે મને એવુ ફીલ થયુ કે આ મારા સુખદુઃખના સાથી બની શકે છે પછી મને એ ગમવા લાગ્યા. મહિલાએ કહ્યું કે જેફની ઉમર ભલે ગમે તે હોય પણ દિલ હજુ પણ જવાન છે, હું તેમના કરતા વધારે ઘરડી લાગુ છું. એરિકાના પહેલા પતિ જસ્ટિસે પણ બીજા લગ્ન કરી લીધા છે.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે બંને હવે પોતાના પહેલા દિકરાની કસ્ટડી પણ વહેંચે છે. આ બંને પરિવાર અલગ અલગ ઘરમાં રહે છે. મહિલાના પહેલા પતિએ કહ્યું કે હવે અમારી વચ્ચે બધુ સરખુ છે, કોઇ નફરત નથી. અમે અમારા દિકરાની વાત કરતા કરતા આગળ વધી ગયા છે. જેફે કહ્યું કે એરિકામાં તેને પોતાની પહેલી પત્ની દેખાય છે. તેણે કહ્યું કે અમે બંને એક બીજા સાથે ખુબ ખુશ છીએ. પરંતુ સમાજ અમને કંઈક અલગ નજરે જુએ છે. ત્યારે હવે હાલમાં આ ઘટના ખુબ જ ચર્ચાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!