જલ્સા કરોને જેંતીલાલ

આલુ ચાટ – બહારની ચાટ મિસ કરી રહ્યા છો? તો આજે ખાસ બનાવો આ આલુ ચાટ…

આજે આપણે નાના બાળકોની મનપસંદ આલુ ચાટ વીથ સ્પેશ્યલ મસાલા સાથે બનાવવાની સરળ રેસિપી જોઈશું.

સામગ્રી

રીત-

1-સૌથી પહેલા આપણે કાળો ચાટ મસાલો તૈયાર કરી લઈશું. સૌથી પહેલા એક પેનમાં 1 ચમચી જીરૂ લઈશું. જીરું ને મીડીયમ ગેસ પર ડ્રાય રોસ્ટ કરી લઈશું. આ ચાટ મસાલો તમે વધારે બનાવીને પણ મૂકી શકો છો.

2- આ મસાલો તમે દહી વડા પર નાખી શકો છો.ફ્રૂટ ઉપર પણ નાખી શકો છો. તો આ તમને ભાવે તો તમે વધારે બનાવી શકો છો. તમે ભજીયા ઉપર પણ નાખી શકો છો. તે પણ બહુ ટેસ્ટી લાગે છે.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જીરુ નો કલર બદલાઈ ગયો છે અને તે શેકાય પણ ગયું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું.ત્યારબાદ આપણે ત્રણ ચમચી આખા ધાણા લઈશું. તેને પણ શેકી લઈશું.હવે તે શેકાય ગયા છે તો તે પણ એક બાઉલ માં કાઢી લઈશું.

4- હવે એક ચમચી અજમો લઈશું તેને પણ તે જ પેનમાં ડ્રાય રોસ્ટ કરી લઈશું. અને 2 સૂકા લાલ મરચાં તેને પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું. હવે સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. તેને પણ તે બાઉલમાં કાઢી લઈશું. આ બધા મસાલા આપણે ડ્રાય રોસ્ટ કરી લીધા છે.હવે થોડું ઠંડું પડે એટલે તેને મિક્સર માં પીસી લઈશું.

5- હવે આપણે પીસી લઈશું.બધા મસાલા ને.હવે પીસાય ગયું છે.તો તેમાં ૧/૪ ચમચી સંચર નાખીશું. હવે અડધી ચમચી મરી પાવડર નાખી શું. હવે આપણે ૩/૪ ચમચી આમચૂર પાવડર નાખી શું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે એક ચમચી ફુદીના પાવડર નાખી શું.

6- હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે હલકો કાળો કલર આવ્યો છે. કાળો ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેને બાજુમાં મુકીશું. હવે આપણે બે બટાટા લઈશું તેને બાફી લેવાના છે. ત્યારબાદ તેની છાલ કાઢી લઈશું.

7- હવે આપણે બટાકાને મોટા પીસ કરી ને ફ્રાય કરી લઈશું. હવે તેલ ગરમ થઇ ગયું છે. તેમાં બટાકા નાંખીશું અને ફ્રાય કરી લઈશું. જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ટન કરી લેવાના. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન બટેકા થઈ ગયા છે તો તેને કાઢી લઈશું.

8- હવે આપણે એક ટીસ્યુ પેપર પર કાઢી લીધા છે. ક્રિસ્પી પણ થઇ ગયા છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે મસાલા કરીશું. આપણે જે ચાટ મસાલો બનાવ્યો હતો તે 1 મોટી ચમચી એડ કરીશું. ત્યારબાદ એક લીંબુનો રસ નાખી શું.

9- હવે આપણે એક ચમચી ધાણા અને ફુદીનાની ચટણી નાખીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેને સર્વે કરીશું. આ તમે નાના બાળકોને આપી શકો છો.

10- જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તેને સ્ટાર્ટર માં પણ આપી શકો છો. અને જ્યારે બહુ જ ઠંડી પડતી હોય ત્યારે તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે. ગરમાગરમ પોટેટોસ અને કડકડતી ઠંડી. તો તૈયાર થઈ ગઈ છે ચટપટી આલુ ચાટ. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version