આકરી શપથનો આવ્યો અંત, આ ધારાસભ્ય ૩૦ વર્ષો પછી રૂની પથારીએ ઊંઘ લેશે…

સલામ છે! આ ધારાસભ્યે ૩૦ વર્ષ પહેલાં લીધી હતી એવી પ્રતિજ્ઞા કે કાશ્મીરની ૩૭૦ કલમ રદ્દ થશે પછી જ ગાદલામાં નિંદર કરશે… આકરી શપથનો આવ્યો અંત, આ ધારાસભ્ય ૩૦ વર્ષો પછી રૂની પથારીએ ઊંઘ લેશે…


છેલ્લા એક અઠવાડિયાથી દેશની રાજનીતિમાં ધરખમ બદલાવ આપણે જોઈ રહ્યાં છીએ. દેશના તાજ તરીકે કશ્મીરના અપાર કુદરતી સૌંદર્યથી ભરપૂર આ રાજ્યને આઝાદી બાદ ૭૦ વર્ષો સુધી એક વિષિષ્ઠ રાજ્ય તરીકેનો દરજ્જો મળેલ હતો. જેમાં તેનો વિકાસ અને નવીનીકરણની શક્યતાઓ નહિવત પ્રમાણમાં થઈ રહી હોવાનું મનાય છે. કશ્મીરી ઘાટીના મૂળ સ્થાનિક લોકોનો સંઘર્ષ ઓછો થાય અને તેમના જીવનનો ઉદ્ધા્ર થાય એ હેતુથી કલમ ૩૭૦ને હટાવવાના પ્રયત્નો ચાલુ હતા. તારીખ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના સોમવારે આ કલમને હટાવવાનો પ્રસ્તાવ મૂકાયો ત્યારે દેશમાં અન્ય તમામ રાજ્યોના કરોડો ખૂબ ખુશ થયા. નવો ઇતિહાસ બનવા જઈ રહ્યાના સૌએ એકબીજાને વધામણાં આપ્યાં. ત્યારે એક વ્યક્તિ રાજસ્થાનમાં એવો પણ છે જેની ૩૦ વર્ષની તપસ્યાને આજે પરિણામ મળ્યું. તેમનું તપ ફળ્યું.

રાજસ્થાનના ધારાસભ્ય મદન ની તપસ્યા ફળી…


આ વાત ૧૯૯૦ના દાયકાની છે, ત્યારે તેઓ ભાજપના એક કાર્યકર તરીકે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીની સાથે કશ્મીરની મુલાકાતે ગયા હતા. તે વખતે તિરંગા યાત્રામાં ત્યાંની સ્થાનિક પ્રજાનું જનજીવન અને વાસ્તવિકતાને સમજવાની એ સમયે બી.જે.પી નેતાઓને તક મળી હતી. જેમાં એ સમયે તેમણે કશ્મીરની પ્રજાનું દુઃખ અને તેમનો સંઘર્ષ જ્યારે રૂબરૂ જોયો ત્યારે તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું હતું અને લઈ લીધી હતી એક આકરી પ્રતિજ્ઞા… જ્યાં સુધી કશ્મીરમાંથી ૩૭૦ની કલમ નહીં હટાવાય ત્યાં સુધી હું કદી ગાદલામાં નહીં સૂવું. આવી આકરી સોગંગ લેનાર વ્યક્તિ છે, મદન દિલાવલ તેઓ રાજસ્થાનના ધારાસભ્ય કે જેઓ ભૂતપૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે.

મિત્રો અને પરિવારના લોકોએ આ સંકલ્પને લઈને તેમને ખૂબ જ સમજાવ્યા…


અનુચ્છેદ ૩૭૦ રદ્દ થયાના સમાચાર આવ્યા બાદ, તેમનો વિવિધ મીડિયાએ ઇન્ટરવ્યૂ લીધા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે અમે જૂના જમાનામાં સૂત્રોચ્ચાર કર્યા હતા, ‘જ્યાં શ્યામા પ્રસાદ મુકરજી શહીદ થયા હતા, તે કાશ્મીર અમારું છે.’. પરંતુ અમને એ હકીકતથી ખૂબ દુઃખ થતું કે એક જ દેશમાં જુદા જુદા કાયદાઓ અસ્તિત્વમાં છે. દિલાવરે આગળ કહ્યું હતું કે, “આપણે તે રાજ્યમાં નાગરિક ન બની શકીએ અને એવું લાગતું હતું કે અમે અમારા જ ઘરના એક ઓરડાની અંદર જવા માટે મંજૂરી ન હતી.”


તેમણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી કશ્મીરમાં સમાન હક્ક અને એક જ ઝંડો ફરકશે નહીં ત્યાં સુધી હું હંમેશા ચટ્ટાઈ કે શેતરંજી ઉપર જ સૂઈશ, જ્યાં સુધી કલમ ૩૭૦ નહીં હટે ત્યાં સુધી હું કદી ગાદલામાં નહીં સૂવું એવો સંકલ્પ મદન દિલાવલે લીધો છે, એવી જેમને પણ ખબર પડતી તેઓ સમજાવવા માટે આવી પહોંચતા. આવો લગભગ અશક્ય લાગે પૂરો કરવામાં એવા સંકલ્પને લઈને આજીવન શા માટે દુઃખ વેઠવું જોઈએ એવું લોકો કહેતા. પરિવારે પણ તેમને સમજાવ્યા હતા. જે બાબદ દાયકાઓ સુધી અટકી છે તેને કદાચ જીવન ભર નિભાવવી પડે એવી સ્થિતિ હતી ત્યારે આ નેતાને વિશ્વાસ હતો કે તેમનો પક્ષ એક દિવસ આ કલમને હટાવશે અને કાશ્મીરના લોકોને ન્યાય્પૂર્ણ અને સ્વાભિમાનથી રહેવા માટેનો માર્ગ સરળ કરી આપવામાં નિર્ણાયક ભૂમિકા જરૂર નિભાવશે.


ભલે મોડેકથી, દેર આયે દુરુસ્ત આયેની કહેવત મુજબ આ નિર્ણય આજે ૭૦ વર્ષે લેવાયો. જેમાં આકરી માનતા લાગે તેવી આ દેશભક્ત અને ઉદાર દિલના નેતાનો સંકલ્પ પણ પૂર્ણ થયો.

મદન સિંહે હજુ એક લીધો છે, સંકલ્પ…


મદન કહે છે કે મેં બે સંકલ્પ લીધા હતા. તેમાંથી એક પૂર્ણ થયો. બીજો નિર્ણય છે રામ મંદિરને લઈને. હજુ એક બાધા લીધી છે. મને આશા છે મોદી સાહેબની આગેવાનીવાળી સરકારમાં આ નિર્ણય પણ જરૂરથી જલ્દી જ પૂરો થશે તેનો મને વિશ્વાસ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ