આક્રંદ : એક અભિશાપ ભાગ 5 – કોણ છે આ ઈલિયાસ મોમીન તેનો શું સંબંધ છે નૂર સાથે…

જે મિત્રોને જે તે ભાગ વાંચવાનો બાકી છે તે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 પર ક્લિક કરે.

ભાગ 5

રેશમા ની અંદર રહેલ જિન નો ખાત્મો થઈ જવાનાં લીધે બધાં ને અજાણી ખુશીનો અહેસાસ થઈ રહ્યો હતો..સાંજે ફાતિમા એ બધાં માટે તંદુરી ચિકન અને સેવૈયા બનાવી હતી..ડાઈનિંગ ટેબલ પર જમવા બેસેલી રેશમા ની હાલત ઘણી સુધારા પર લાગી રહી હતી.. રેશમા મેં સ્વસ્થ જોઈ નૂર અને ફાતિમા ખૂબ ખુશ જણાતાં હતાં.

એ લોકો જમવાની સાથે વાત-ચીત કરી રહ્યાં હતાં એ દરમિયાન નૂરે પોતાનો પગ હળવેકથી પોતાની સામે બેસેલાં હસન નાં પગ પર પોતાનો પગ મૂકી પોતાનાં અંગૂઠાનો સ્પર્શ હસન નાં પગ પર કરી રહી હતી..હસન નૂર ની આવી હરકત થી ક્ષણિક તો ચોંકી ઉઠ્યો પણ થોડીવારમાં એને પણ આ બધી ઉત્તેજનાત્મક હરકતો પસંદ આવી રહી જતી..હસન પણ સામે ચહેરા પર એક મંદ મુસ્કાન સાથે નૂર નાં પગ પર પોતાનો પગ સ્પર્શ કરી રહ્યો હતો.

image source

જમવાનું પૂર્ણ કરી બધાં પોતપોતાનાં રૂમમાં જવા માટે નીકળી પડ્યાં.. હસન પોતાનાં રૂમ માં જઈને પથારીમાં આડો પડ્યો..પણ એનાં મનમાં હજુપણ નૂર ની એ હરકતો અને એનાં જ વિચારો આવી રહ્યાં હતાં..હસન કંઈપણ કરીને પોતાનું મન અને વિચારોને બીજે વાળવાનો પ્રયત્ન કરતો પણ કોઈપણ રીતે હસન ને એમાં સફળતા નહોતી મળી રહી.

ખુદાનાં નેક બંદા હોવાનાં લીધે હસન ઓમર પોતાનાં જાતીય આવેગો ને સરળતાથી દબાવી રાખતો હતો..અને એમાં પણ જ્યારથી એને આ ઝાડફૂંક નું કામ ચાલુ કર્યું હતું ત્યારથી એ કોઈ પર સ્ત્રી તરફ નજર ઉઠાવીને પણ નહોતો જોતો..હસન ને ખબર હતી કે નતાશા એને મનોમન ચાહે છે પણ એ નતાશા નાં અબ્બુ સાથે પહેલાં એની સાથે નિકાહ ની વાત કરવા માંગતો હતો એ સિવાય નતાશા ને એ ઈરાદાથી સ્પર્શવી પણ ગુનો હોવાનું હસન માનતો હતો.

હસન નાં પાક વિચારો છતાં આજે એની મનોસ્થિતિ બદ થી બદતર થઈ રહી હતી..નૂર તરફ એ આકર્ષણ પામી રહ્યો હતો..નૂર પણ એની તરફ જે પ્રકારનું વર્તન કરી રહી હતી એનો અર્થ એ થતો હતો કે નૂર એની તરફ ખેંચાણ અનુભવી રહી હતી..નૂર આદિલ ની થનારી જોરુ હોવાં છતાં હસન કેમ નૂર ને પામવાનું અને ભોગવવાનું વિચારી રહ્યો હતો એની એને પણ ખબર નહોતી પડી રહી.

નૂર પણ પોતાનાં કમરામાં બેસીને હસન માટે જ વિચારી રહી હતી..એને પણ હસન પ્રત્યે પોતે કેમ ખેંચાઈ રહી હતી એનું કારણ એને સ્પષ્ટ નહોતું સમજાઈ રહ્યું..પોતાની સાથે પથારીમાં સુઈ રહેલી નતાશા ની તરફ નજર ફેંકી નૂર પોતાની પથારીમાંથી ઉભી થઈ અને હળવેકથી અવાજ ના થાય એ રીતે પોતાનાં રૂમ નો દરવાજો ખોલી હસન નાં રૂમ તરફ આગળ વધી. હસન નાં રૂમ નાં દરવાજા પર નૂર પોતાનાં હાથની થાપ મારવા જ જતી હતી ત્યાં દરવાજો ખુલી ગયો..મતલબ દરવાજો બંધ નહોતો..નૂર દરવાજો અંદરથી બંધ કરી હસન ઓમરનાં રૂમ માં પ્રવેશી ચુકી હતી. “મને ખબર હતી તું આવીશ..”નૂર નાં રૂમ માં આવતાં ની સાથે જ એને હસન નો અવાજ સાંભળ્યો.

હસન જાગી રહ્યો હતો અને એની રાહ જોઈ રહ્યો હતો એ નૂર ને હસન નો અવાજ સાંભળી ને સમજાઈ ગયું હતું..હસને લાઈટ ઓન કરી તો નૂરે જોયું કે હસન ઓમર પોતાની પથારીમાં બેઠો હતો…હસન ની સમીપ જઈને એની આંખો માં પોતાની આંખો પરોવી નૂર બોલી. “આવવું પડે એવું હતું હસન..ખબર નહીં હું મારી જાત પર કાબુ ના રાખી શકી અને તારી બહોમાં સમાઈ જવા અહીં આવી પહોંચી..” નૂર નો માદક અવાજ સાંભળી હસને એનો હાથ પકડી એને પલંગ પર પાડી દીધી..અને ખૂબ નજીકથી એનો ચહેરો નિહાળીને જોવા લાગ્યો.હસને પોતાનાં હાથ ની આંગળી ને નૂર નાં ચહેરા પર ફેરવ્યો..નૂર ની હાલત અત્યારે ખરાબ થઈ રહી હતી અને એનાં મોંઢેથી સિસકારીઓ નીકળવા લાગી.

image source

હસન ઓમર અત્યારે હવસનાં નશામાં આંધળો બની ચુક્યો હતો..હસને નૂર નાં ધ્રુજતા અધરો પર પોતાનાં અધરો મૂકીને એનું રસપાન કરવાનું શરૂ કરી દીધું હતું..નૂર પણ હસન નો એ પ્રક્રિયામાં પૂરતો સાથ-સહકાર આપી રહી હતી..હસન નાં હાથ હવે એની ફરતે વીંટળાઈ ચૂક્યાં હતાં અને નૂરનાં હાથ હસન ની ફરતે. નૂર પોતે ભૂલી ગઈ હતી કે એ આદિલ કરી કોઈની સાથે નિકાહ કરવાની હતી..અત્યારે તો એનું લક્ષ ફક્ત હસન હતો..હસન માટે પોતાને ન્યોછાવર કરી દેવી અને તૃપ્તતા નો અહેસાસ પ્રાપ્ત કરવો એજ એની આગળની મંજીલ હતી.

નૂર અત્યારે કોટન નાં એક કોટ માં હતી..હસને ધીરે ધીરે એની કોટ નાં બટન ખોલી દીધાં.. અને એની ગરદન ને ચુમતો ચુમતો નીચે ની તરફ આવવા લાગ્યો..નૂર પણ આંખો બંધ કરી આ સમય ને માણી રહી હતી..એની સિસકારીઓ અને ઉંહકારા આ દરમિયાન ચાલુ જ હતાં.. નૂર નાં ઉરોજ પ્રદેશ ની તરફ જોતાં હસને પોતાની ગરદન ઊંચી કરીને બેડ ની નજીક રહેલાં મિરર ની તરફ નજર કરી તો એ ચમકી ઉઠ્યો.

હસને જોયું તો એનાં પ્રતિબિંબ ની આંખો કોઈ સામાન્ય માણસ ની આંખો જેવી હોવાનાં બદલે લાલ અંગારા ની માફક ચમકી રહી હતી..મતલબ પોતે કોઈ સ્પેલ દ્વારા pussest હોવાની વાત એને ખબર પડી ગઈ હતી. હસન ઓમર તાત્કાલિક પથારીમાંથી ઉભો થયો અને મનોમન પોતાની આ હરકત માટે માફી માંગી..નૂર અત્યારે હવસ ની કેફિયતમાં હતી એટલે હસન નું આમ પથારીમાંથી ઉતરી જવું એને ના ગમ્યું એટલે અણગમા નાં ભાવ સાથે બોલી. “શું થયું કેમ આમ ઉભો થઈ ગયો..?” “નૂર મને માફ કરજે..આ બધું હું જાણીજોઈને નહોતો કરી રહ્યો અને તું પણ આ બધું પોતાની ઈચ્છાથી નહોતી કરી રહી..હકીકતમાં આપણે બંને એકબીજા માટે કોઈ લાગણી ધરાવતાં જ નથી..”હસન નૂર ની વાત નો જવાબ આપતાં બોલ્યો.

“પણ આ બધું તું હવે કઈ રીતે કહી શકે..?”નૂર મોં ચડાવીને બોલી. નૂર ની વાત નો જવાબ આપવાને બદલે હસન એની નજીક ગયો અને એનો હાથ પકડીને એને લાવીને મિરર ની સામે ઉભી કરી દીધી..મિરર ની તરફ જોતાં જ નૂરે પણ પોતાની બંને આંખો કોઈ અંગારા ની માફક ચમકતી જોઈ..પોતાની આવી આંખો નો મતલબ એ પણ હવે સમજી રહી હતી. “મતલબ..આપણે બંને pussest છીએ..?”નૂર નાં સવાલ માં નર્યું આશ્ચર્ય હતું. “હા..આપણી ઉપર એક સ્પેલ કરવામાં આવ્યો છે જેનાં લીધે આપણે એકબીજા તરફ આવું જાતીગત ખેંચાણ અનુભવી રહ્યાં હતાં..સારું થયું આપણે યોગ્ય સમયે રોકાઈ ગયાં નહીંતો અનર્થ થઈ જાત..”આંખો બંધ કરી ઉપરવાળા ને યાદ કરતાં હસન બોલ્યો.

“આપણી બંને ની ઉપર એકસાથે એવો તે કયો સ્પેલ કરવામાં આવ્યો છે..?”નૂરે પૂછ્યું. “લવ સ્પેલ..આ સ્પેલ નું નામ છે લવ સ્પેલ.. ઝાડફૂંક ની સાથે વશીકરણ કરતાં લોકો પણ આ સ્પેલ નો ઉપયોગ કરે છે જેથી એમનો મનગમતો સાથી એમને મળી જાય..”હસન બોલ્યો. “પણ આપણાં બે ની ઉપર આવું વશીકરણ સ્પેલ કરવાવાળું કોણ હશે..?”નૂરે સવાલ કર્યો. “મને ખબર છે આ કોને કર્યું છે….”હસન બોલ્યો. “તને ખબર છે આ લવ સ્પેલ નો ઉપયોગ કોને કર્યો છે આપણી ઉપર..?”નૂરે પૂછ્યું. “કોને કર્યો છે એતો ખબર છે પણ કેમ કર્યું છે એની ખબર નથી..એ વાત નો જવાબ હું અત્યારે મેળવીને જ રહીશ..”આટલું કહી હસન રૂમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો.નૂર પણ પોતાનાં કપડાં વ્યવસ્થિત કરી હસન ની પાછળ પાછળ આવી રહી હતી.

હજુ તો એ લોકો માંડ લોબી માં આવ્યાં હશે ત્યાં એમને એક કારમી ચીસ સંભળાઈ.. આ ચીસ નીચેનાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી આવી હોવાનું અનુમાન હસને લગાવ્યું અને અવાજની દિશામાં દોડ્યો..નૂર પણ એની બિલકુલ પાછળ જ હતી..પ્રથમ માળે થી દાદરો ઉતરી એ લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યાં જ્યાં દરવાજા જોડે એક વૃદ્ધ મહિલા લોહીલુહાણ હાલતમાં ભોંય પર પડી પડી કણસી રહી હતી.

image source

હસન દોડીને એ તરફ ગયો જ્યાં જઈને એને જોયું તો કાસમા ત્યાં દરવાજા જોડે પડી હતી..કાસમા નો ચહેરો અત્યારે કોઈ છુરી થી લોહીલુહાણ હાલતમાં કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું હતું..કાસમા નાં હાથ પર પણ છુરી નાં ઘા મોજુદ હતાં. હસને કાસમા ની નજીક જઈને એનું માથું પોતાનાં ખોળામાં મૂકી દીધું..આ બધી ભાગદોડ અને ચીસાચીસ નાં લીધે ફાતિમા અને નતાશા પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. “બેન કાસમા તારી આવી હાલત કોને કરી..?”ફાતિમા આવતાંવેંત જ પોતાની બેન કાસમા ની આવી હાલત જોઈને બોલી.

“રેશમા..રેશમા..”કાસમા જેમ તેમ કરી આટલું માંડ બોલી શકી. “શું તમારી આવી હાલત રેશમા એ કરી..પણ કેમ..?..એની અંદરથી તો જિન નીકળી ગયો હતો તો પછી એને તમારી પર હુમલો કેમ કર્યો..?”નૂરે પૂછ્યું. “જિન છે..હજુ જિન છે..રેશમા ને લઈ જવા આવ્યો છે..મેં રસ્તો રોક્યો..હુમલો..’તૂટતાં શબ્દોમાં આટલું કહી કાસમા બેહોશ થઈ ગઈ. “મતલબ રેશમા ની અંદર જિન મોજુદ છે અને એ રેશમા ને લેવા આવ્યો હતો..તો કાસમા એ એનો રસ્તો રોક્યો એટલે રેશમા ની અંદર મોજુદ જિને કાસમા પર ઘાતકી હુમલો કરી દિધો..”કાસમા ની વાત નો સ્પષ્ટ અર્થ સમજાવતાં નતાશા બોલી.

નતાશા ની વાત સાંભળી હસને એની તરફ જોયું..પણ હસન ની નજર માં અત્યારે પોતાની તરફ ગુસ્સો હતો એ નતાશા ને સમજાઈ ગયું હતું. “ક્યાં ગઈ રેશમા?..કઈ તરફ ગઈ મારી દીકરી..?”ફાતિમા હજુપણ બેહોશ કાસમા ને પૂછતી રહી. “નૂર..તું કાસમા ને લઈને હોસ્પિટલ જા..મને ખબર છે રેશમા ક્યાં ગઈ હશે..હું એને કંઈપણ નહીં થવા દઉં..”મક્કમ સ્વરે આટલું કહી હસન ઉભો થયો અને કાર લઈને ફટાફટ નીકળી પડ્યો..!! “યા અલ્લાહ..હસન ની હિફાઝત કરજે..તારાં એ નેક બંદા ની રક્ષા તારાં હાથમાં જ છે..”

ક્યારેય ખુદા ને ના માનતી નૂર પણ હસન નાં જતાં ની સાથે આંખો બંધ કરી હસન ની ખેરીયત ની દુવા માંગી લે છે..અને ત્યારબાદ ફાતિમા અને નતાશા ની મદદથી કાસમા ને કાર માં સુવડાવી એને લઈને પોતે પણ નીકળી પડે છે હોસ્પિટલની તરફ..! હસન ફાતિમાનાં ઘરે થી પોતાની કાર ને પવન વેગે સોનગઢ ની બહાર જતાં રસ્તા પર ભગાવી મુકી.. કાર સીધી જઈને ઉભી રહી એ ખંડેર આગળ જ્યાં હસન નમાઝ કરવા માટે રોકાયો હતો..હસન ને વિશ્વાસ હતો કે રેશમા જરૂર અહીં આવી હોવી જોઈએ. પોતાની કાર ને લોક કરી હસન દોડતો દોડતો ખંડેર નો આગળ નો દરવાજો ઓળંગી પાછળ નો દરવાજો પાર કરી પેલાં ખુલ્લાં ચોગાન માં આવી પહોંચ્યો જ્યાં પેલું evil tree આવેલું હતું.

image source

હસને જોયું તો એ ખુલ્લાં ચોગાન નું વાતાવરણ અત્યારે બીજી જગ્યા કરતાં સાવ અલગ ભાસી રહ્યું હતું..એટલાં વિસ્તાર માં ઉપર કાળા વાદળો છવાઈ ગયાં હતાં જેમાંથી થોડી થોડી વારે વીજળી ચમકી રહી હતી. વીજળી નાં પ્રકાશમાં હસને જોયું તો રેશમા અત્યારે નૂર જ્યાં ઉભી હતી ત્યાંજ evil tree નીચે..હાડકાં નાં બનેલાં વર્તુળ ની નીચે હાથ ફેલાવીને ઉભી હતી..રેશમા નું માથું એક તરફ ઝૂકી ગયું હતું અને બાહો પ્રસરાયેલી હતી..ક્રોસ પર જ્યારે ભગવાન ઈસુ ને જ્યારે લટકાવવામાં આવ્યાં હતાં ત્યારે એમની પ્રતિકૃતિ જેવી જ રેશમા ભાસી રહી હતી.

હસને એ સાથે એક બીજી વાત નોંધી કે ત્યાં ગતિમાન પવન હતો..જેની સાથે કોઈનાં રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો..આ રુદન ખરેખર વધુ તીવ્ર હતું..એટલે એને આક્રંદ પણ કહી શકાય. હસન દોડતો દોડતો રેશમા ની સમીપ જવા માટે આગળ વધ્યો..પણ અચાનક બે સફેદ રંગ નાં સાપ ઉડીને એની ઉપર આવીને પડ્યાં.. હસન જાણતો હતો કે આ બંને સાપ એ કોઈ જિન છે.જિન ને સૌથી વધુ જો કોઈનું રૂપ ગમતું હોય તો એ સાપ કે અજગર નું હતું એ વાત થી હસન માહિતગાર હતો.

આવી કોઈ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે એવી હસન ને ગણતરી પહેલેથી હતી એટલે જ એ અત્તર ની શીશી અને કોરલ સ્ટોન હંમેશા પોતાની પાસે જ રાખતો હતો..સૌપ્રથમ તો હસને બંને સાપ ને પકડીને દૂર ફેંકી દીધાં..દૂર ફેંકતા ની સાથે બંને સાપ ઉશ્કેરાઈ ગયાં હતાં એવું હસન ને ખબર હતી.હસને તક નો લાભ લઈ અત્તર ને કોરલ સ્ટોન પર છાંટી ને કંઈક મંત્રોચ્ચાર કર્યો..અને કોરલ સ્ટોન ને પોતાનાં હાથમાં રાખી એ આગળ વધ્યો.

હસન નાં મંત્રો ની અસરથી સાપ રૂપે આવેલ જિન હસન ની તરફ આવી શકવામાં અસમર્થ હતાં.. હસન ફટાફટ રેશમા ની સમીપ પહોંચી ગયો અને રેશમા નો હાથ પકડી એને હાડકાં નાં બનેલાં વર્તુળમાંથી બહાર કાઢવાની કોશિશ કરી..પણ એને આ કામ માં સફળતા મળી નહીં.. હસને જોયું તો રેશમા નો ચહેરો અત્યારે સળગતો હોય એમ લાલ થઈ ગયો હતો.

image source

રેશમા જ્યાં ઉભી હતી ત્યાં કોઈ સ્ત્રી નાં રડવાનો અવાજ પણ આવી રહ્યો હતો..હસન સમજી ગયો કે રેશમા અત્યારે જિન નાં કબજામાં હતી અને જિન અત્યારે એની જાન લેવાની લગભગ કોશિશ કરી રહ્યાં હતાં..પોતાની જોડે વધુ સમય નહોતો રેશમા ને બચાવવાનો એ વાત થી જ્ઞાત હસને તરત જ કોરલ સ્ટોન વડે રેશમા નાં પગ ની ફરતે એક વર્તુળ બનાવી દીધું..જોડે જોડે એ ખુદા નું નામ પણ દેતો હતો.

આ નાનકડાં વર્તુળે રેશમા પર હાવી થઈ ગયેલાં શૈતાની તરંગો ને અટકાવી દીધાં હતાં..હસને રેશમા ને પોતાનાં ખોળામાં લઈ લીધી અને રેશમા ને ઉઠાવી ફટાફટ પોતાની કાર તરફ આગળ વધ્યો.ખંડેર નાં દરવાજા જોડે પહોંચી હસને પોતાની ગરદન ગુમાવી ને જોયું તો evil tree ઉપરથી હજારો ની સંખ્યામાં સાપ નીચે જમીન પર પડીને એની પાછળ પાછળ આવી રહ્યાં હતાં.

હસન અત્યારે થૂંક ગળે ઉતારવાની સ્થિતિમાં નહોતો પણ એને હિંમતપૂર્વક પોતાની જાત ને સંભાળી અને કાર ની તરફ ભાગ્યો..હસને જલ્દી થી કાર નો મધ્ય દરવાજો ખોલી રેશમા ને સુવડાવી દીધી અને પોતે ડ્રાઈવર સીટમાં બેસીને એક્સીલેટર પર પગ મૂક્યો અને કાર ને રેશમા નાં ઘર તરફ ભગાવી મુકી..!!

********************

રેશમા ને લઈને હસન ઘરે આવ્યો ત્યારે ખાલી ફાતિમા ઘરે હતી..આ બધી ધમાચકડીમાં સવાર થઈ ચૂકી હતી.ફાતિમા ની મદદ લઈને હસને રેશમા ને એનાં રૂમમાં જઈને સુવડાવી દીધી..રેશમા અત્યારે સંપૂર્ણપણે બેભાન હતી..પણ જ્યારે જ્યારે વચ્ચે એને થોડું પણ ભાન આવતું ત્યારે એ એક જ વસ્તુ ઉચ્ચારતી..7175. ફાતિમા ને રેશમા નું ધ્યાન રાખવાનું કહી હસન પોતાનાં કમરામાં ગયો અને USA કોઈકને કોલ લગાવ્યો. “હેલ્લો..mr ઈબ્રાહીમ કરીમ.હું ઇન્ડિયા થી હસન ઓમર વાત કરું છું..”સામેથી ફોન રિસીવ થતાં ની સાથે જ હસન બોલ્યો.

“હસન ઓમર..બોલો ભાઈજાન આજે કેમ કોલ કર્યો..”સામેથી ઈબ્રાહીમ કરીમ નો અવાજ આવ્યો..ઈબ્રાહીમ કરીમ ટેકસાસ યુનિવર્સિટીમાં હિસ્ટ્રી પ્રોફેસર હતાં.. આ સિવાય ગુપ્ત લિપી, કોડવર્ડ અને સંજ્ઞાઓ ઓળખવામાં એમને મહારથ હતી..આ સિવાય વિશ્વનાં અગોચર સ્થળો વિશે પણ એ સારી એવી માહિતી ધરાવતાં. “ઈબ્રાહીમ ભાઈ..કોઈની જીંદગી અને મોત નો સવાલ છે.એમાં મારે તમારી મદદ ની જરૂર છે..”હસને અરજ નાં સ્વરમાં કહ્યું. “કોઈની જીંદગી જો બચી જતી હોય તો હું મારી જીંદગી પણ દાવ પર મુકવા તૈયાર છું..ખુદા દ્વારા એ માટે નું આપણું સર્જન થયું છે હસન ભાઈ..”ખુબજ વિવેકસભર અવાજે ઈબ્રાહીમ કરીમે કહ્યુ.

“ભાઈજાન અત્યારે હું ઇન્ડિયામાં એક શ્રાપિત જગ્યા છે રહમત ગામ એની જોડે આવેલ અન્ય એક ગામમાં એક યુવતી ની સારવાર કરવા માટે આવ્યો હતો..આ દરમિયાન એક નંબર છે જેનું રહસ્ય હું ઉકેલી નથી શકતો..”હસને જણાવ્યું. “રહમત ગામ વિશે તો મેં પણ સાંભળેલું છે..એ ગામ વર્ષો પહેલાં કોઈ અગમ્ય કારણોસર રાતોરાત ખાલી થઈ ગયું હતું..જે વિશે કોઈને કંઈપણ ખબર નથી.. તમે કયા નંબર ની વાત કરો છો..?”રહમત ગામ નું નામ સાંભળી ઈબ્રાહીમે પણ એ વિશે કહ્યું અને જોડે જોડે પેલાં નંબર વિશે હસન ને પૂછ્યું.

“એ નંબર છે.7175..”હસન બોલ્યો. “સારું..હું આ નંબર વિશે જે કંઈપણ માહિતી મળશે એ વહેલીમાં વહેલી તકે તમને જણાવું..”ઈબ્રાહિમે કહ્યું. “આપની ખૂબ ખૂબ મહેરબાની..આપનો ખુદા હાફિઝ હો..”આટલું કહી હસને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. રાતભર નાં ઉજાગરા ને લીધે હસન થોડો સમય આરામ મળી રહે એ ઉદ્દેશથી પથારીમાં આડો પડ્યો..થોડીવારમાં જ એને ઊંઘ આવી ગઈ.

*************

સાંજે છ વાગતાં ની આજુબાજુ હસન ની આંખ ખુલી..પોતે આટલો બધો સમય ઊંઘતો રહ્યો એ વાત નું એને આશ્ચર્ય થઈ રહ્યું હતું..રેશમા ની સ્થિતિ કેવી છે એ જોવાનાં ઉદ્દેશથી હસન પોતાનાં રૂમમાંથી બહાર નીકળી ને રેશમા નાં રૂમ ની તરફ આગળ વધ્યો. હસન રેશમા નાં રૂમ નો દરવાજો ખોલવાનો જ હતો ત્યાં એનાં કાને કાર ની હોર્ન નો અવાજ સંભળાયો.જેનો મતલબ હતો કે નૂર કાસમા ને લઈને આવી પહોંચી હતી. રેશમા ને મળવાનો વિચાર પડતો મૂકીને હસન કાસમા નાં ખબર અંતર પૂછવા આગળ વધ્યો…કાસમા અત્યારે ઘર નાં મુખ્ય હોલ માં બેઠી હતી..એનાં ચહેરા અને હાથ પર પાટા લગાવેલાં હતાં. “નૂર ડોક્ટરે શું કહ્યું..કાસમા નાં ઘા વિશે..?”હસને નૂર ની તરફ જોઈને કહ્યું.

image source

“અત્યારે તો એમનાં ઘા પર એન્ટીસેપ્ટિક લગાવી દીધાં છે અને ડોક્ટરે એમને ઈન્જેક્શન પણ આપી દીધું છે જેથી ઈન્ફેક્શન ના ફેલાય”નૂર બોલી. “ક્યાં છે રેશમા..?”કાસમા એ હસન ની તરફ જોઈને પૂછ્યું. “રેશમા ને હવે સારું છે..મને ખબર હતી કે રેશમા ત્યાં ખંડેર જોડે જ ગઈ હશે..એટલે હું પણ ત્યાં પહોંચી ગયો..”ત્યારબાદ જે કંઈપણ થયું એનો વૃતાંત હસને બધાં ને કહી સંભળાવ્યો. “નહીં બચી શકે કોઈ..નહીં બચી શકે..”વિચિત્ર ઢબે કાસમા બોલી રહી હતી..એનાં ચહેરાનાં હાવભાવ બિહામણા લાગી રહ્યાં હતાં. “આ વારંવાર તમે કોઈ નહીં બચે..કોઈ નહીં બચે..શું બોલી રહ્યાં છો..”નૂર ગુસ્સા સાથે કાસમા પર તાડુકી.

“હું ખોટું નથી બોલી રહી..એ જિન કોઈને નહીં છોડે..ભાગી જાઓ અહીંથી..”કાસમા એ કહ્યું. “અમે ક્યાંય નથી જવાનાં ભલે જે થવું હોય એ થાય..પણ મને લાગે છે તમે એવું કંઈક જાણો છો જે અમને કોઈને પણ નથી ખબર.તમે જો એ રહસ્ય ઉજાગર કરશો તો એ વાત અમને રેશમા ને બચાવવામાં ઉપયોગી સાબિત થશે.”હસને શાંતિ થી કહ્યું. “તારે સાંભળવું જ છે કે હું આવું કેમ બોલી રહી છું..તો સાંભળ..”હસન ની તરફ જોઈને કાસમા બોલી.કાસમા કંઈક બોલવા જ જતી હતી પણ એ અટકી ગઈ. હસન ને જોયું તો ફાતિમા ત્યાં આવી ચૂકી હતી..ફાતિમા નાં ડરથી જ શાયદ કાસમા અટકી ગઈ હતી એવું હસન ને લાગ્યું.

“મહેરબાની કરીને તમે બધાં બહાર નીકળી જાઓ..હું એકલો જ કાસમા જોડે વાત કરીશ..”ફાતિમા ને એકલી ને બહાર જવાનું કહી હસન એને ખોટું લગાડવા નહોતો માંગતો એટલે એને બધાં ને બહાર જવા માટે કહ્યું. “આ બચ્ચી ને અહીં રાખ..હું જે કહીશ એ ક્યાંક એની સાથે પણ જોડાયેલું છે..”નૂર ને બહાર જતી અટકાવી કાસમા બોલી. હસને આંખો નાં ઈશારાથી જ નૂર ને ત્યાં રોકાઈ જવા કહ્યું..નતાશા અને ફાતિમા નાં બહાર જતાં ની સાથે જ હસને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને આવીને કાસમા જોડે બેસી ગયો..અને કાસમા ને કહ્યું.

“હવે તમે બેફિકર થઈને તમારે જે કહેવું હોય એ કહી શકો છો..” હસન ની વાત સાંભળી કાસમા એ પુનઃ બોલવાનું શરૂ કર્યું. “જ્યારે નૂર કે રેશમા નો જન્મ પણ નહોતો થયો ત્યારની આ વાત છે..નૂર નાં અબ્બુ અહમદ મલિક અને રેશમા નાં અબ્બુ બિલાલ અહેમદ આમતો સાળો-બનેવી હતાં પણ બંને વચ્ચે મિત્રતા પણ એટલી જ ગાઢ હતી..બંને ખૂબ મજૂરી કરતાં પણ એમની આર્થિક સ્થિતિ માં કોઈ સુધારો આવ્યો નહોતો.”

“અચાનક થોડાંક સમયમાં બંને અમીર થઈ ગયાં.. એમની જાહોજલાલી આંખે ઉડીને વળગે એવી થઈ ગઈ..અહમદ મલિક તો પોતાની પત્ની જુનેદા ને લઈને પરદેશ ચાલ્યો ગયો અને બિલાલ અહેમદ અહીં રહીને મોજમજા માં જીંદગી પસાર કરવા લાગ્યો..” “ખબર નહીં એ વખતે એવું તે શું બન્યું કે આખું રહમત ગામ ખાલી થવા લાગ્યું..લોકો એક પછી એક મોત ને ભેટવા લાગ્યાં. બિલાલ અહેમદ પોતાની ગર્ભવતી પત્ની સાથે અહીં સોનગઢ આવી ગયો અને અહીં જ આ આલીશાન બંગલો બનાવી રહેવાનું શરૂ કર્યું..મને યાદ છે એ રાત જ્યારે બિલાલ હાંફતો હાંફતો ઘરે આવ્યો..”

image source

“એ વખતે રેશમા ફક્ત એક દિવસ ની હતી..હું પણ ફાતિમા ની દેખરેખ માટે સોનગઢ આવી હતી.. બિલાલ આવીને સીધો નીચે ફસડાઈ પડ્યો.. ફાતિમા ની હાલત હજુ ઠીક નહોતી એટલે હું બિલાલ માટે પાણી લાવવા રસોડામાં ગઈ..પાણી લઈને આવી ત્યાં જોયું બિલાલ આ દુનિયા છોડી ચુક્યો હતો..એનું શરીર ફિક્કું પડી ગયું હતું અને મોંઢામાંથી કાળું ફીણ નીકળી રહ્યું હતું.. કોઈ શૈતાની તાકાતો એ બિલાલ ની આ દશા કરી હતી એ હું સમજી ગઈ હતી.આમ પણ તમે કંઈક ખોટું કરો તો એની સજા પણ આવી જ હોય..”આટલું કહી કાસમા એ પોતાની વાત પૂર્ણ કરી.

“તમે આ રીતે મારાં અબ્બુ અને મામા પર આવો ગલત આરોપ ના લગાવી શકો..”કાસમા ની વાત સાંભળી આવેશમાં આવી નૂર બોલી. “હું ખોટું નથી બોલી રહી..જો હું ખોટું બોલી રહી હોવ તો તું જ વિચાર કે તારાં અબ્બુ અને મામા રાતોરાત કઈ રીતે કરોડો ની સંપત્તિ નાં આસામી બની ગયાં હતાં..?”કાસમા એ નૂર ની તરફ જોઈ કરડી આંખે સવાલ કર્યો. કાસમા નાં સવાલ નો નૂર જોડે કોઈ જવાબ નહોતો..નૂર ને ચૂપ જોઈ કાસમા બોલી. “તમારાં દરેક સવાલો નાં જવાબ તમને એક વ્યક્તિ આપી શકે છે..” “કોણ છે એ વ્યક્તિ મારે જાણવું છે કે અબ્બુ અને મામા કઈ રીતે રાતોરાત અમીર બન્યાં હતાં..?”નૂર ઉતાવળાં અવાજે બોલી.

“હા,તમે જણાવો કે આ બધાં સવાલો અને રેશમા ની સાથે જોડાયેલ જિન નું રહસ્ય ઉકેલવા મારે કોની મદદ લેવી પડશે..?”હસને નૂર થી વિપરીત શાંતિ પૂર્વક કહ્યું. “તું અલ્લાહ નો નેક બંદો છે..તારી હિફાઝત હંમેશા પરવરદિગાર કરશે..”હસન નાં માથે હાથ મૂકીને કાસમા બોલી. “શુક્રિયા..પણ આપ મને એ વ્યક્તિ નું નામ જણાવવાની મહેરબાની કરશો જે અમને આગળ નો માર્ગ ચીંધી શકે..?”હસને ફરીવાર કાસમા ને એજ સવાલ પુનઃ પૂછ્યો. “ઈલિયાસ મોમીન…”કાસમા એ હસન નાં ચહેરા નજીક પોતાનો ચહેરો લાવીને એનાં કાનમાં કહ્યું.

“ઈલિયાસ મોમીન..”હસન અને નૂર એકસાથે આશ્ચર્યસભર સ્વરે બોલી ઉઠયાં..!! “ઈલિયાસ મોમીન..”હસન ઓમર અને નૂર નાં મુખેથી સવાલસૂચક સ્વરે નીકળી પડે છે. “હા,ઈલિયાસ મોમીન જ તમને રહમત ગામ સાથે જોડાયેલ હકીકત જણાવી શકશે..સાથે-સાથે ઈલિયાસ એ પણ જરૂર જાણતો હોવો જોઈએ કે બિલાલ અહેમદ અને અહેમદ મલિક કરી રીતે રાતોરાત ધનપતિ બની ગયાં હતાં..”કાસમા એ કહ્યું. “અમે ચોક્કસ ઈલિયાસ મોમીન ને મળીશું..પણ એનું સરનામું આપ જણાવી શકશો..?”હસન ઓમરે પૂછ્યું. “ઈલિયાસ નું સરનામું છે રહમત ગામ..”કાસમા ઘટસ્ફોટ કરતાં બોલી.

“શું કીધું રહમત ગામ..?પણ કઈ રીતે..બધાં જાણે છે કે એ ગામ શ્રાપિત છે તો ત્યાં કોઈ કઈ રીતે રહી શકે..?”એકસાથે ઘણાં સવાલો નૂરે કાસમા ને પૂછી લીધાં. “એ ત્યાં કઈ રીતે રહે છે એ તો મને નથી ખબર..પણ બધાં જ્યારે રહમત ગામ છોડીને સોનગઢ આવી ગયાં ત્યારે ઈલિયાસ પોતાનું ઘર અને ગામ છોડીને ના આવ્યો..બધાં ને એમ હતું કે એ પણ મરી જશે પણ આ ગામ ના ઘણાં લોકો એ ઈલિયાસ ને જોયો છે.લોકો માને છે કે એ ઈલિયાસ ની રૂહ હતી પણ મને ખબર છે કે ઈલિયાસ મર્યો નથી એ જીવે છે.”કાસમા એ નૂર નાં સવાલો નાં જવાબમાં એને ખબર હતું એટલું જણાવી દીધું.

image source

“તમારો ખૂબ ખૂબ આભાર..અમે અત્યારે જ રહમત ગામ જવા નીકળીએ.. હવે સમય બગાડવો પોસાય એમ નથી..” હસન આભારવશ કાસમા ને ઉદ્દેશીને બોલ્યો. “ખુદા તમારી હિફાઝત કરે એવી દુવા કરું છું..”હસન નાં માથે હાથ રાખી કાસમા બોલી. કાસમા ની રજા લઈને હસન ઓમર અને નૂર મલિક રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળ્યાં.. બહાર નીકળતાં જ નૂરે હસન તરફ જોયું અને કહ્યું. “તો શું આપણે અત્યારે જ રહમત ગામ જવા નીકળીએ છીએ..?”

“હા..હું તો નીકળું છું..તારે ના આવવું હોય તો તારી મરજી.. ઈલિયાસ મોમીન સાથેની મુલાકાત રહમત ગામ નું એ રહસ્ય મારી સામે છતું કરશે જે જાણવા હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો.”હસન બોલ્યો. “હું પણ આવું છું..આ મારાં અબ્બુ પર લાગેલાં કલંક નો પ્રશ્ન છે..”નૂર મક્કમ સ્વરે બોલી. અચાનક હસન ની નજર નતાશા ની ઉપર પડી..નતાશા નો ચહેરો અત્યારે એની અંદર મોજુદ પસ્તાવા ની ઝાંખી કરાવી રહ્યો હોવાનું હસન ને માલુમ પડતાં હસને નૂર તરફ જોઈને કહ્યું “નૂર તું ગાડી નિકાળ..હું થોડીવારમાં આવું.”

*************

નૂર હસન નાં કહ્યાં મુજબ ઘર ની બહાર નીકળી ગઈ..આ તરફ હસન નતાશા ની નજીક આવ્યો અને એને પોતાની સાથે રૂમમાં આવવા કહ્યું. હસન ની વાત સાંભળી નતાશા એની સાથે એ અને નૂર જ્યાં રહેતાં હતાં એ રૂમમાં આવી.. એની નજરો અત્યારે ડર અને કંઈક ખોટું કર્યાની શરમ થી ઝૂકી ગઈ હતી..એને હતું કે હસન એની ઉપર ગુસ્સો કરશે. “નતાશા હું તને થોડાંક સવાલો પૂછવા માંગુ છું..તું એનાં સાચા જવાબ આપીશ એવી મને પ્રોમિસ કર..”હસન નરમાશ પૂર્વક બોલ્યો.

હસન ની વાત નો કોઈ જવાબ આપવાનાં બદલે નતાશા એ પોતાની આંખો અને મુખનાં ભાવ દ્વારા જ પોતે હસન નાં સવાલ નાં જવાબ સાચા આપશે એવું જતાવી દીધું. “નતાશા તે જ લવ સ્પેલ કર્યો હતો ને મારી અને નૂર ની ઉપર..?” હસને પૂછ્યું. “ના..”નતાશા ટૂંક માં બોલી. “મતલબ કે તે લવ સ્પેલ નહોતો કર્યો એમ કહેવા માંગે છે..?” આશ્ચર્ય સાથે હસન બોલ્યો. “સર..હું એમ નથી કહેતી કે લવ સ્પેલ મેં નથી કર્યો..પણ એ સ્પેલ મેં તમારાં અને નૂર ઉપર નહોતો કર્યો..”ધ્રુજતાં અવાજે નતાશા બોલી.

“તો પછી..?”હસને કહ્યું. “મેં લવ સ્પેલ તમારાં અને મારાં ઉપર કર્યો હતો..એ માટે મેં વાળ નો ઉપયોગ કર્યો હતો..પણ મને લાગે છે મારાં કોટ ઉપર જે વાળ હતો એ નૂર નો હતો એટલે બધી ગરબડ થઈ ગઈ..sorry..”લગભગ રડમસ સ્વરે નતાશા બોલી. “What sorry..પણ તું લવસ્પેલ કરવા કેમ માંગતી હતી..?”આવેશમાં આવીને હસન બોલ્યો. “Sorry again.. પણ આવું કરવા પાછળનું કારણ તમારી પ્રત્યેની મારી બેપનાહ મોહાબ્બત હતી..હું તમારી તરફ નાં એ પ્રેમ ના લીધે જ મોરક્કો થી ઈન્ડિયા આવી હતી.હું મારાં દિલ ની વાત તમારી આગળ કરવા માંગતી હતી પણ ડર લાગતો હતો ક્યાંક તમને ખોટું લાગી ના જાય.જ્યારથી નૂર આવી હતી મને એવું લાગતું હતું કે એ તમને મારાંથી છીનવી લેશે.એટલે મેં આ લવસ્પેલ કર્યો હતો..”માસૂમિયત સાથે નતાશા બોલી.

image source

“ક્યાં છે લવસ્પેલ નાં કાગળ..?”હસને નતાશા ને પૂછ્યું. હસન ની વાત સાંભળી નતાશા અલમારીમાંથી એ કાગળ લઈને આવી જેની પર એને લવસ્પેલ ની rituals લખી હતી..હસને નતાશા ને એ કાગળ સળગાવી દેવાનું કહ્યું.કેમકે જે વ્યક્તિ એ સ્પેલ કર્યો હોય એજ એનો નાશ કરે તો એની અસર નાબૂદ થાય એવું હસન ને ખબર હતી. હસન નાં કહ્યા મુજબ જ નતાશા એ લવસ્પેલ ની વિધિવાળું કાગળ સળગાવી દીધું..અને પછી ચૂપચાપ આંખો માં આંસુ સાથે ઉભી રહી. હસન ધીરેથી નતાશા ની નજીક ગયો અને એનો આંસુ થી ખરડાયેલો ચહેરો ઊંચો કરી એનાં આંસુ લૂછતાં બોલ્યો.

“નતાશા..હું પણ તને પ્રેમ કરું છું..પણ મારી અમુક મજબુરીઓ છે.તું અહીં મારી સ્ટુડન્ટ તરીકે આવી છે..માટે આ સંબંધ ને કોઈ ઉચિત નામ ના મળી જાય ત્યાં સુધી મારે આગળ વધવું ખોટું છે..અહીંથી જ્યારે આપણે પાછાં જઈશું ત્યારે હું તારાં અબ્બુ ને કોલ કરી આપણાં બે નાં નિકાહ માટે નો પ્રસ્તાવ મુકીશ.” હસન ઓમર ની વાત સાંભળી નતાશા નાં ચહેરો મલકાઈ ઉઠ્યો અને એનાં હોઠ નો એક ખૂણો મુસ્કાન સાથે પહોળો થઈ ગયો..અને ઉત્સાહ સાથે નતાશા બોલી ઉઠી. “સાચે માં..તમે પણ મને..” “હાં.હું પણ તને પ્રેમ કરું છું..ચલ હવે તું તારો ખ્યાલ રાખજે.હું નૂર ની સાથે રહમત ગામ જાઉં છું.ત્યાં હજુ ઘણાં વણ ઉકેલાયેલાં રહસ્યો છે જેની ઉપરથી પડદો ઉપાડવાનો બાકી છે..”આટલું કહી હસને નતાશા નાં કપાળ ને ચુમી લીધું અને પછી ત્યાંથી નીકળીને નૂર ની જોડે આવીને ગાડીમાં ગોઠવાઈ ગયો.

**************

હસન જેવો ગાડીમાં બેઠો એવો જ નૂરે પોતાનો પગ ગાડીના એક્સીલેટર પર મૂકી દીધો અને ગાડીને પુરપાટ વેગે ભગાવી મૂકી રહમત ગામ ની તરફ..હસન અને નૂર બંને અત્યારે આગળ શું થવાનું હતું એનાં વિચારોમાં ખોવાયેલાં હતાં. સોનગઢ ની સરહદ ઓળંગી જેવી એમની કાર રહમત ગામ માં પ્રવેશી એ સાથે જ કોઈ અદ્રશ્ય શક્તિ નો અહેસાસ એમને થયો.. કાર ફૂલ એક્સીલેટર આપવા છતાં પર કાર જોઈએ એવી ગતીમાં નહોતી ચાલી રહી..આમ થતાં જ આ ગામ ને શાપિત કહેવાનું કારણ નૂર અને હસન સમજી ગયાં હતાં. હવે એમનાં માટે સૌથી મોટી મુશ્કેલી હતી ઈલિયાસ મોમીન નું ઘર શોધવું..કેમકે આખું ગામ તો નિર્જન હતું જ્યાં કોઈ આદમજાત નું નામોનિશાન નહોતું.

હસને ગામ માં થોડે અંદર જતાં જ નૂર ને કાર ને ઉભું રાખવાનું કહ્યું..આ સાથે હસને નૂર ને એ પણ કહ્યું કે કાર ને ખાલી ઉભી રાખે પણ એનું એન્જીન બંધ ના કરે.હસન નાં કહ્યા મુજબ નૂરે કારને બ્રેક કરી અને હસન ની સાથે એ પણ નીચે ઉતરી ગઈ. આખાં ગામ નાં બધાં ઘર અત્યારે ખાલીખમ હતાં જ્યાં કોઈ વર્ષોથી રહેતું ના હોવાની સાબિતી સરળતાથી મળી શકતી હતી..દરેક ઘર ની બહાર નાં ભાગમાં એજ નંબર લખ્યો હતો 7175 જેનો ઉલ્લેખ હસન અને નૂર નાં ત્યાં આવવાની સાથે શરૂ થઈ ગયો હતો અને જેનું રહસ્ય હજુપણ અકબંધ જ હતું.

હસન રોડ પર જ ઉભો રહીને આજુબાજુ આવેલાં મકાનો તરફ નજર ફેંકી રહ્યો હતો કે ક્યાંક ઈલિયાસ મોમીન નું ઘર એને મળી જાય..હસન ને ઈલિયાસ નું ઘર તો ના મળ્યું પણ બે-ત્રણ ઘરમાંથી ચમકતી આંખો એમની તરફ જોઈ રહી હોય એવો ભાસ થયો..નૂરે પણ એજ વસ્તુ જોઈ હતી પણ બંને ચુપચાપ જ હતાં.

અચાનક હસને જોયું કે નૂર ની પાછળ કંઈક વિચિત્ર આકૃતિ હતી..આવી જ આકૃતિ એ લોકો જ્યારે રસ્તામાં કંઈક વસ્તુ અથડાવવાના લીધે રોકાયાં હતાં ત્યારે પણ હસને જોઈ હતી..અચાનક એ આકૃતિ કોઈ શ્વાન ની જેમ ઘુરકી.એ શ્વાન ની આંખો પણ લાલ રંગ નાં અંગારા ની માફક ધગી રહી હોય એવું લાગી રહ્યું હતું. હસન સમજી ગયો એ આકૃતિ એક જિન ની હતી જે નૂર પણ કોઈપણ ઘડીએ હુમલો કરી શકવાની શકયતા હતી..અને બન્યું પણ એવું જ..એ આકૃતિ એકાએક દોડીને નૂર ની તરફ આગળ વધી..નૂર એ બાબતથી સાવ અજાણ હતી.

image source

હસને ચાલાકી વાપરી નૂર ને એક ઝાટકે એ શ્વાન નાં રસ્તામાંથી દૂર કરી દીધી અને એ શ્વાન પર પોતાની જોડે રહેલ શીશીમાંથી થોડું અત્તર છાંટયું.. જેનાંથી પળભર માં એ શ્વાનઆકૃતિ ગાયબ થઈ ગઈ. “શું હતું એ..?”એકાએક બનેલી ઘટનાથી ચમકીને નૂર બોલી. “એ જિન હતો..એ અત્યારે તો ચાલ્યો ગયો છે પણ એ જરૂર પાછો આવશે..ચાલ જલ્દીથી અહીંથી આગળ વધીએ..આટલામાં તો ક્યાંક ઈલિયાસ નું ઘર દેખાતું નથી..”હસને કહ્યું. આટલું કહીને હસન પોતે ડ્રાઈવર સીટમાં ગોઠવાયો અને નૂર નાં પોતાની જોડે બેસતાં ની સાથે હસને કાર ને ગામ ની અંદર તરફ જતાં રસ્તા તરફ ભગાવી મુકી.

હસન ધીરે-ધીરે ગાડી ચલાવી રહ્યો હતો અને નૂર રસ્તાની બંને તરફનાં મકાન પર પોતાની નજર ગડાવીને બેઠી હતી..હવે એ લોકો ઈલિયાસ નું ઘર દેખાશે તો જ નીચે ઉતરશે એવું નક્કી કરી ચૂક્યાં હતાં કેમકે વગર કારણ નું સંકટ લેવું આવાં સંજોગોમાં મૂર્ખામીભર્યું હતું જેની સજા મોત પણ હોઈ શકે એવી એમને ખબર હતી. “હસન આ તરફ જો..”રસ્તાની ડાબી તરફનાં ઘર તરફ આંગળી કરી અચાનક જ ઉત્સાહભેર નૂર બોલી. નૂર નાં આમ કહેતાં ની સાથે હસને ગાડી ને રોકી અને એ તરફ નજર કરી..ત્યાંથી પ્રકાશ આવી રહ્યો હતો..મતલબ કે ત્યાં કોઈ મનુષ્ય રહેતું હતું.. જિન અજવાળું પસંદ નથી કરતાં એટલે ત્યાં નક્કી ઈલિયાસ જ રહેતો હોવાનું હસન અને નૂર ને અનુમાન હતું.

“નૂર ત્યાં પ્રકાશ છે.જેનો મતલબ કે ત્યાં કોઈ આદમજાત રહે છે..શક્યત એ ઈલિયાસ મોમીન નું જ ઘર છે..”હસને કહ્યું. “આપણે નીચે ઉતરીને ઘરમાં જઈને તપાસ કરવી જોઈએ..”હસન ની તરફ જોઈને નૂર બોલી. “ચાલ ત્યારે..”નૂર ની વાત ને સહમતિ આપી હસન ગાડીમાંથી નીચે ઉતર્યો અને એ ઘર તરફ આગળ વધ્યો જેમાંથી પ્રકાશ આવી રહ્યો હતો..નૂર પણ હસન નાં પગલે પગલે આગળ વધી રહી હતી. બે માળ નું એ મકાન આમ તો ખૂબ જુનું બાંધકામ ધરાવતું હતું..પણ એ મકાન ની સ્થિતિ ઘણી સારી કહી શકાય એવી હતી..નજીકમાં જ ઘર ને રંગરોગન કરવામાં આવ્યાં હોય એવું માલુમાત પડતું હતું..ખૂબ સાચવીને ધીરે-ધીરે નૂર અને હસન ઘર નાં પગથિયાં ચડી રહ્યાં હતાં.

ઘર નો દરવાજો ખુલ્લો જ હતો..એને વટાવી જેવાં એ લોકો ઘર ની મધ્યમાં પહોંચ્યા ત્યાં એમનાં કાને એક અવાજ પડ્યો. “ખબર હતી તમે બંને અહીં જરૂર આવશો..” અવાજ સાંભળી હસન અને નૂર ચોંકી ઉઠયાં..નૂર ને એવું લાગ્યું કે એને આ અવાજ પહેલાં પણ સાંભળેલો હતો..અવાજ ની દિશામાં એ લોકો આગળ વધ્યા તો એક રૂમ નજરે પડ્યો જ્યાં કોઈ બેઠું હતું..હિંમત કરીને હસન અને નૂર એ રૂમ ની અંદર પ્રવેશ્યાં.. જે વ્યક્તિ રૂમમાં હાજર હતો અને જોતાં જ નૂર નાં મુખેથી અનાયાસે આશ્ચર્ય સાથે નીકળી ગયું. “તું..ઈલિયાસ મોમીન..”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ