આક્રંદ : એક અભિશાપ ભાગ 1 – હોરર અને સસ્પેન્સથી ભરપૂર અનોખા ઉતારચઢાવ વાળી નવલકથા…

●પ્રસ્તાવના●

સૌપ્રથમ તો મારી છેલ્લી બંને નવલકથા ડેવિલ:એક શૈતાન અને ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની..ને અદભુત પ્રેમ અને પ્રતિસાદ આપવા બદલ સર્વે વાંચક મિત્રો નો ખુબ ખુબ આભાર.આ બંને નોવેલની સફળતા પછી મારાં પર જવાબદારી બેવડાઈ ગઈ હતી વધુ સારું લખવાની..સસ્પેન્સ નોવેલ મારી ખાસિયત છે એટલે આ વખતે ફરીથી વાંચકો ની ફરમાઈશ પર ડેવિલ પછી એક નવી હોરર સસ્પેન્સ નોવેલ લઈને આવ્યો છું જેનું નામ છે આક્રંદ:એક અભિશાપ.

હિંદુ ગ્રંથો માં જેમ ભુત પ્રેત નો ઉલ્લેખ છે એમજ ઈસ્લામ ધર્મમાં કુરાને શરીફ ની સાથેસાથે ઘણાં ઈસ્લામ ગ્રંથો પણ ભુત પ્રેત નાં અસ્તિત્વ નો સ્વીકાર કરે છે..ઈસ્લામ માં જીન્ન અને જિન્નાત ની કહાનીઓ વર્ષો થી પ્રચલિત છે..આપણે પણ નાનપણ માં અલીફ લૈલા કે અલાદીન માં જીન્ન વિશે ઘણું જોઈ ચૂક્યાં છીએ..આ સિવાય જીન્ન સાથે જોડાયેલી ઘણી વાતો છે ઘણાં તથ્યો છે જે મોટાં ભાગનાં વાંચકો માટે નવાં છે.ખાસ કરીને હિંદુ વાંચકો.

image source

ઘણો બધો અભ્યાસ અને રિસર્ચ કર્યાં પછી આ નોવેલ નો પ્લોટ તૈયાર કર્યો છે.આ નવલકથા એક real life incident પર આધારિત છે..એ કયાના છે એ વિશે હું નવલકથા નાં અંત માં જણાવીશ.હા એમાં મેં જરૂર ઘણાં બધાં ફેરફાર કર્યા છે..પાત્રો નાં નામ ની સાથે સ્થળનાં નામ પણ બદલી દીધાં છે.એ સિવાય પણ વાંચકો ને વાંચવું ગમે એ હેતુથી આ નવલકથામાં વાંચવા લાયક જરૂરી મરીમસાલો પણ ઉમેર્યો છે જે મારાં મતે નવલકથા નાં સસ્પેન્સ જગાવતાં પ્લોટ માટે જરૂરી હતો.

મેં મારી રીતે હંમેશા ૧૦૦% આપવાનો પ્રયત્ન કર્યો છે..મેં ઘણા બધાં વીડિયો જોયાં અને કુરાન સંબંધી વાતો વિશે વાંચન પણ કર્યું છે છતાંપણ ક્યાંય કોઈ કારણસર કોઈ ઉણપ રહી ગઈ હોય અને કોઈની પણ ધાર્મિક લાગણી દુભાતી હોય તો હું હૃદયપૂર્વક માફી માંગુ છું..આ નોવેલ ફક્ત અને ફક્ત મનોરંજન નાં હેતુ થી લખાઈ છે.

આ નવલકથા નાં પ્લોટ ની સાથે એમાં દર્શાવેલી જગ્યાઓ અને એમાં રહેલાં પાત્રો તમારાં માનસપટલ પર છવાઈ જશે..એક ગજબ નાં સસ્પેન્સ અને ડર ની અનુભૂતિ આ નવલકથા તમને કરાવતી જશે એ નક્કી છે.હોરર સસ્પેન્સ જોનર માં આ નવલકથા નવો માઈલસ્ટોન નો પથ્થર બનશે એ નક્કી છે. તો મિત્રો રજૂ કરું છું જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને ઉજાગર કરતી હોરર સસ્પેન્સ નોવેલ “આક્રંદ:એક અભિશાપ.”

ઓથર:જતીન.આર.પટેલ

પ્રથમ ભાગ શરૂ કરતાં પહેલાં અમુક શબ્દો વિશે તમને માહિતી આપી દઉં જેનો ઉપયોગ આગળ જતાં નોવેલમાં વારંવાર થવાનો છે.. Exorcism:-આને તમે ગુજરાતીમાં ભુત ભગવવાની તંત્ર વિધિ કે ઝાડ ફૂંક વિધિ પણ કહી શકો..જેનાં દ્વારા દુષ્ટ આત્માનાં વશમાંથી કોઈ નિર્દોષ વ્યક્તિ ને મુક્ત કરવામાં આવે છે. Evil spirit:- evil spirit નો સીધો સાદો અર્થ છે કે શૈતાની આત્મા.

Possession:-જ્યારે કોઈ વ્યક્તિ કોઈ આત્મા કે evil spirit નાં વશ માં આવે ત્યારે એ વ્યક્તિ pussest થઈ ગયો હોય એમ કહેવાય. Rituals:-વર્ષો જૂની કોઈ વિધિ કે ઢબ Spell:-એક વિશિષ્ટ પ્રકારનો કાળો જાદુ..જેમાં કોઈ ખાસ રીતે જાદુ વિધિ દ્વારા પોતાનાં દુશ્મન વ્યક્તિ ને શારીરિક,માનસિક કે આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવે છે. Entity:-એવી કોઈ વસ્તુ જે અસ્તિત્વ ધરાવે છે ભલે એ દ્રશ્ય સ્વરૂપે કે હોય કે પછી અદ્રશ્ય સ્વરૂપે. તો હવે આગળ વધીએ નવલકથા નાં પહેલા પ્રકરણ ની શરૂઆત તરફ.

“ડિયર સ્ટુડન્ટ..જો તમને એવી વસ્તુઓ પર વિશ્વાસ ના હોય જે હકીકતમાં દેખીતી રીતે અસ્તિત્વ ધરાવતી જ નથી અને તમે એવી evil entity થી pussest વ્યક્તિ ને ને મેન્ટલી પ્રોબ્લેમ ધરાવતી વ્યક્તિ સમજતાં હોય તો તમારાં દરેક માટે આ વીડિયો જોવો જરૂરી છે..”ઓક્સફર્ડ યુનિવર્સીટી નાં પેરાનોર્મલ વિભાગનાં પ્રોફેસર કેવિન ફોરમેન લાસ્ટ યર નાં સાયકોલોજી અને પેરાનોર્મલ વિભાગનાં સ્ટુડન્ટ્સ નો એમનાં અભ્યાસ નો લાસ્ટ સેમિનાર લેતાં બોલી રહ્યાં હતાં.

image source

એમની વાત પૂર્ણ થતાં ની સાથે જ હોલ ની લાઈટો બંધ થઈ ગઈ અને સ્ટેજ પર રાખેલાં પ્રોજેક્ટરમાંથી પ્રકાશ પુંજ નીકળ્યો જે સીધો દીવાલ પર રાખેલાં સફેદ પડદા પર પડ્યો અને એ સાથે જ એક વીડિયો શરૂ થયો. વીડિયો ની શરૂવાત માં એક ત્રીસેક વર્ષ ની મહિલા દ્રશ્યમાન થઈ જેની આંખોમાંથી કોઈ રાતી રોશની બહાર આવતી હતી..એનો ચહેરા ની ત્વચા પણ અત્યારે સામાન્ય લોકો નાં ચહેરા થી સાવ ભિન્ન જણાતી હતી..જેમાં કરચલીઓ દેખાઈ રહી હતી. ચાર લોકો દ્વારા એને મજબૂતાઈથી પકડી રાખવામાં આવી હતી પણ એની અંદર એટલું બધું જોર હતું કે એ વારંવાર એ ચાર વ્યક્તિઓની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહી હતી..પણ એ લોકો પણ અત્યારે વધુ મજબૂતાઈથી એનાં હાથ અને પગ પકડી ને બેઠાં હતાં.

image source

એ મહિલા વારંવાર કોઈ પુરુષનાં અવાજમાં બોલી રહી હતી. “હું આને મારી સાથે લઈ જઈશ..કોઈ આને બચાવી નહીં શકે..” આ દ્રશ્ય જોઈ એવું સમજી શકાતું હતું કે એ મહિલા અત્યારે કોઈ રુહાની તાકાત ની ગિરફતમાં છે..અચાનક એક અન્ય અવાજ સંભળાયો. “તારે આ મહિલા નું શરીર મૂકવું જ પડશે..અલ્લાહ નાં નામે હું તને આદેશ કરું છું કે તું આનો દેહ મૂકી તારા ગંતવ્ય સ્થાને પાછો જતો રહે નહીંતો..તારી હાલત હું ભૂંડી કરી મુકીશ.”

આ શબ્દો ની સાથે હવે કેમેરાનું ફોકસ પણ અવાજ ની દિશામાં ફર્યું..આ શબ્દો એક ત્રીસેક વર્ષ નો પુરુષ બોલી રહ્યો હતો..પહેરવેશ અને દાઢી પરથી એ મુસ્લિમ જણાતો હતો.આવી કપરી પરિસ્થિતિમાં પણ એની આંખો અને અવાજ એની અંદર રહેલાં આત્મવિશ્વાસ ની ઝાંખી કરાવતાં હતાં.એનાં વર્તન અને શબ્દો પરથી એ કોઈ ઝાડ-ફૂંક વિધિ કરતો ઓઝા લાગતો હતો.

“કાફીર તું મારી ભૂંડી હાલત કરીશ..હજુ તને મારી શક્તિનો અંદાજો નથી..?”એ સ્ત્રી ની અંદર રહેલ રુહાની શક્તિએ પેલાં પુરુષ ને કહ્યું. “અરે તને હજુ અલ્લાહ ની શક્તિ નો અંદાજો નથી..અને કાફિર તો તું છે જે નિર્દોષ લોકો પર તારી મરજી ચલાવી રહ્યો છે..દમ હોય તો મારો મુકાબલો કરી બતાવ..” આટલું કહી એ ઓઝા કુરાન ની આયાતો ઉંચા સાદે બોલવાનું શરૂ કરે છે. (જે વાંચક મિત્રો આયાત નો અર્થ ન જાણતાં હોય એમની જાણ ખાતર જણાવી દઉં કે જેમ ગીતા માં કોઈ શ્લોક હોય એમ કુરાન માં આયાત હોય છે..જેનાંથી મોહમ્મદ પયગંબર સાહેબ ની કહેલી વાતો ને યાદ કરાય છે.)

આ આયાતો ની અસર નીચે એ મહિલા જોરજોરથી ચિલ્લાવા લાગી..એની અંદર રહેલી રુહાની શક્તિ અત્યારે જાણે બંડ પોકારતી હોય એમ ઓઝા ને ગંદી ભાષામાં ગાળો આપવા લાગી..પણ ઓઝા પોતાની વિધિ પર કાયમ હતો..એ રુહાની શક્તિ હવે ધીરે ધીરે નિર્બળ થઈ રહી હતી. ઓઝા ને ખબર પડી ગઈ કે હવે આ મહિલા ની અંદર રહેલી શૈતાની શક્તિને બહાર નીકાળી મુકવાનો સમય આવી ગયો છે એટલે એને આંખો નાં ઈશારાથી એ લોકો જ્યાં હાજર હતા એ રૂમ ની લાઈટો બંધ કરવાનું પેલી મહિલા ને પકડીને ઉભેલા વ્યક્તિમાંથી એક ને કહ્યું.

એ વ્યક્તિ એ રૂમ ની બધી લાઈટો બંધ કરી દીધી..હવે ફક્ત બારીમાંથી આવતો આછો સૂર્યપ્રકાશ રૂમમાં દેખાતો હતો. “જુનેદ એક કાળુ કપડું લેતો આવ..”એ ઓઝા એ કહ્યું..એની વાત સાંભળતા જ જે વ્યક્તિ એ લાઈટ સ્વીચ ઓફ કરી હતી એ જઈને એક કાળુ કપડું લેતો આવ્યો. ઓઝા એ એ કપડું પોતાનાં હાથમાં લઈ એ મહિલા પર ઢાંકી દીધું જેનાંથી એ મહિલા સંપૂર્ણ અંધકારમાં આવી જાય..પછી પોતાનાં ખિસ્સામાંથી અત્તર ની એક શીશી કાઢી અને એમાંથી થોડું અત્તર પોતાનાં હાથ પર લગાવી લીધું.ત્યારબાદ ખુદાની બંદગી કરતો હોય આંખો બંધ કરી હાથ ઉપર કર્યાં.આંખો ખોલી એ ઓઝા એ પોતાનો હાથ એ મહિલાને ઓઢાળેલી ચાદર ની અંદર નાંખ્યો.

image source

ઓઝા નો હાથ અંદર નાંખતાની સાથે ચાદરની અંદરથી એક પુરુષ ની મોટી ચીસ નીકળી અને એ સાથે જ ઓઝા એ ચાદરની અંદર નાંખેલો પોતાનો હાથ બહાર કાઢ્યો..એનાં હાથ બહાર કાઢતાં ની સાથે કેમેરો સીધો ઓઝાનાં હાથ પર કેન્દ્રિત થઈ.એનાં હાથ માં અત્યારે થોડું રક્ત અને એક કાચ નો ટુકડો નીકળ્યો.ઓઝા એ પોતાનાં હાથમાં રહેલ કાચ નાં ટુકડા ને એક નાની થેલી માં રાખી દીધો અને પછી એ pussest થયેલી મહિલા પરથી ચાદર દૂર કરી દીધી.

“હવે આ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે..એની અંદર રહેલી શૈતાની રૂહ ને મેં બહાર નીકાળી મુકી છે..”ઓઝા એ કહ્યું. ઓઝા નાં આટલું કહેતાં ની સાથે કેમેરા નું ફોકસ એ મહિલા નાં ચહેરા પર ગયું જ્યાં અત્યારે એની આંખો પણ સામાન્ય હતી અને ચહેરાની ત્વચા પણ વ્યવસ્થિત થઈ ગઈ હતી..જેનાં પરથી સમજાઈ રહ્યું હતું કે એ મહિલા અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂકી છે. વીડિયો પૂર્ણ થતાં ની સાથે જ હોલ ની લાઈટ ઓન થઈ ગઈ.લાઈટ ઓન થતાં ની સાથે પ્રોફેસર કેવિન ફોરમેને ત્યાં હાજર બધાં સ્ટુડન્ટ્સ ને ઉદ્દેશીને કહ્યું.

“તો આ વીડિયો ઉપર તમારાં દરેક નું શું મંતવ્ય છે એ હું જાણી શકું..?” પ્રોફેસર ની વાત સાંભળી ઘણાં સ્ટુડન્ટે પોતાની આંગળી ઊંચી કરી..પ્રોફેસર કેવિને એક સ્ટુન્ડટ તરફ જોઈને કહ્યું. “યસ..mr.. જોસેફ” એમનાં કહેતાં ની સાથે જ જોસેફ નામનો સ્ટુડન્ટ ઉભો થયો અને બોલ્યો. “સર હું પર્સનલી એવું માનું છું કે સાચે જ એ મહિલા કોઈ evil sprit થી વશીભૂત હતી..”આટલું કહી જોસેફ પાછો બેસી ગયો. “Ok.. anyone else..”કેવિને કહ્યું. “Miss નૂર મલિક..બોલો તમારું શું માનવું છે..?”પ્રોફેસરે એક યુવતી ને ઉદ્દેશીને કહ્યું. નૂર નામ ની એ યુવતી પોતાની જગ્યાએથી ઉભી થઈ અને બોલી.

“સર..મને લાગે છે એ ઓઝા હકીકતમાં fraud હતો.વીડિયો માં દેખાતી મહિલા કોઈ evil sprit થી ગ્રસ્ત નહીં પણ મેન્ટલી કોઈ પ્રોબ્લેમ થી પીડાતી હતી.પોતાનું નામ અને કામ બંને વખણાય એ માટે એ ઓઝા આ વિધિ કરી રહ્યો હોય એવું લાગે છે.”આટલું કહી નૂરે પોતાનું સ્થાન પાછું ગ્રહણ કર્યું.

“મને ખબર હતી કે તમે આ વીડિયો ની હકીકત નો સ્વીકાર નહીં કરો..આમપણ પેરાનોર્નલ વસ્તુઓ પર ત્યારેજ વિશ્વાસ આવે આવે જ્યારે તમે એનાંથી રૂબરૂ થઈ શકો.હું ઇચ્છતો તો નથી પણ ક્યારેક તમારી જોડે કોઈ એવો બનાવ બનશે જેનાંથી તમે આવી spiritual વસ્તુઓ પર વિશ્વાસ કરવા લાગો..”કેવિન ફોરમેને કહ્યું.

image source

“Sure.. હું પણ એ દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મારો મુકાબલો આવી કોઈ શક્તિ સાથે થાય..”નૂરે પ્રોફેસર કેવિન ની વાત સાંભળી ફરી પાછા પોતાનાં સ્થાન પર ઉભાં થઈને કહ્યું. “confidence સારો પણ over confidence ખોટી વાત છે miss નૂર..જે દિવસે એવી શક્તિ સાથે મુકાબલો થશે ત્યારે તમારી ડીગ્રી કે ભણતર કંઈ કામ નહીં આવે..”કેવિન નાં અવાજમાં સલાહ ની સાથે એક ધમકી હતી. કેવિન ની વાત સાંભળી નૂર વધુ બોલવાને બદલે પોતાની બેગ લઈને સેમિનાર હોલમાંથી બહાર નીકળી ગઈ..જતાં જતાં એનાં મનમાં એ બોલી રહી હતી.

“આટલી મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને વાતો કરે છે અઢારમી સદી ની.. disgusting..” થોડીવારમાં જ સેમિનાર ની પણ પુર્ણાહુતી થઈ ગઈ.સેમિનાર હોલમાંથી નીકળી નૂર પોતાનાં ઘરે જવા માટે નીકળી ગઈ.

***************

નૂર ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં સાયકોલોજી વિભાગની છાત્રા હતી..નૂર નું મૂળ વતન આમ તો ઇન્ડિયા હતું પણ એનાં જન્મ પહેલાં જ એનાં અબ્બુ અને અમ્મી લંડન આવી ગયાં હતાં..નૂર જ્યારે એની માં નાં પેટમાં હતી ત્યારે એનાં પિતાજી અહમદ મલિક નું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું પણ એની અમ્મી જુનેદા બેગમ દ્વારા નૂર નો ઉછેર ખૂબ લાડકોડથી કરાયો હતો.

એક મુસ્લિમ વિધવા મહિલા હોવાં છતાં જુનેદા એ નૂર ને ઓક્સફર્ડ જેવી વર્લ્ડ ની બેસ્ટ યુનિવર્સિટીમાં ભણાવી હતી.નૂર યુનિવર્સિટીમાં ટોપર હતી અને પોતાનાં સ્ટડી ને ઘણું મહત્વ આપતી.નૂર દેખાવે ખૂબ જ સુંદર હતી..એની પાણીદાર આંખો જાણે મયખાનું હોય એમ ઊંડાણ ધરાવતી હતી.

આજે નૂર જ્યારથી સેમિનાર માં વીડિયો જોઈને આવી હતી ત્યારથી થોડી વિચારમગ્ન હતી.નૂર અત્યારે પોતાનાં બેડરૂમ માં બેઠી બેઠી પોતાનાં કોમ્પ્યુટર પર પેરાનોર્મલ વસ્તુઓ અને dissociative identity disorder(જેને “multiple personality disorder” પણ કહેવાય છે..આવી વ્યક્તિઓ તમે ભૂલભુલૈયા કે અપરિચિત મુવી માં જોઈ હતી.આ બીમારીમાં વ્યક્તિ પોતાની જાત ને અન્ય વ્યક્તિ સમજીને એની જેમજ વર્તન કરે છે.)વચ્ચેનાં કોમન મુદ્દા પરનાં થિસીસ રીડ કરી રહી હતી..કેમકે એને યુનિવર્સિટીમાં જે પ્રોજેકટ સબમિટ કરાવવાનો હતો એનો વિષય પણ આજ હતો..!!

“I think એ ઓઝા ફ્રોડ જ હતો..હું આવી કોઈ વસ્તુ પર વિશ્વાસ ધરાવતી જ નથી જે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે એની સાબિતી જ ના હોય..”કોફી નો ઘૂંટ ભરતાં ભરતાં નૂર મનોમન બબડી રહી હતી. નૂર હજુ પોતાનાં મગજમાં પ્રોજેકટ માં શું સબમિટ કરાવવું એ વિશે ગહન વિચારોમાં મગ્ન હતી ત્યાં એની અમ્મી ની બુમ એનાં કાને પડી. “નૂર..તારી મામીજાન નો ફોન છે..રેશમા ની હાલત વધુ ને વધુ બગડી રહી છે..એ તારી સાથે વાત કરવા માંગે છે..”

 

image source

“અમ્મી હું આવી તું ફોન ચાલુ રાખજે..”આટલું કહી રેશમા કોફી નો મગ ત્યાંજ કોમ્પ્યુટર ટેબલ પર મૂકી ને ઉભી થઈ અને પોતાનાં બેડરૂમમાંથી બહાર નીકળવા ભાગી. નૂર નાં જતાં ની સાથે એની કોમ્પ્યુટર સ્ક્રીન નું સ્ક્રીનસેવર ઓન થઈ ગયું જેમાં લખેલું હતું..666. કોફીના મગમાંથી નીકળતી બાષ્પ અત્યારે કોપ્યુટર ની એ સ્ક્રીન પર જઈને કંઈક પ્રતિકૃતિ બનાવે છે જેનો આકાર કપાળ વચ્ચે એક આંખ ધરાવતાં બાળક જેવો હતો..!!

પોતાનાં બેડરૂમમાંથી ઉતરી દાદરો ઉતરી નૂર સીધી ઘરનાં હોલમાં પહોંચી જ્યાં એની અમ્મી લેન્ડલાઈન ફોનનું રીસીવર લઈને ઉભાં હતાં.નૂર ને જોતાં જ એમને રીસીવર સાઈડ માં રાખી ને ધીરે થી કહ્યું. “ઇન્ડિયા થી તારી મામીજાન ફાતિમા નો કોલ છે..” જુનેદા ની વાત સાંભળી નૂર એ ફોન નું રીસીવર એનાં હાથમાંથી લઈ ને પોતાનાં કાને ધર્યું અને બોલી. “અસલામ વાલેકુમ મામીજાન..” “વાલેકુમ અસલામ.. નૂર બેટા..”સામેથી ફાતિમા નો અવાજ આવ્યો. “શું થયું મામીજાન, બધું ખેરીયત તો છે ને..?”નૂરે પૂછ્યું.

“અરે શું કહું બેટા..તને રેશમા ની તકલીફ ની ખબર તો છે જ ને..દિવસે ને દિવસે એની તબિયત વધુ ને વધુ બગડતી જાય છે.એની ઉપર કોઈ શૈતાની રૂહે કબજો કરી લીધો હોવાનું જણાય છે.તારાં કહેવાથી એને હોસ્પિટલમાં માનસિક સારવાર માટે પણ લઈ ગઈ હતી પણ એનાંથી કંઈપણ ફરક ના પડ્યો.ઉલટાનું ત્યાંથી આવ્યાં પછી એની તબિયત વધુ બગડી હોવાનું જણાય છે.”ફાતિમા નો તણાવયુક્ત અવાજ નૂર નાં કાને પડ્યો.

“મામી આ શૈતાની રૂહ જેવું કંઈ હકીકતમાં હોતું જ નથી તમે લોકો નકામી આવી વાતો માં વિશ્વાસ કરો છો..”નૂરે પોતાનો મત જાહેર કરતાં કહ્યું. “બેટા નૂર હું હમણાં તને એક વીડિયો મોકલાવું છું તું જોઈને નક્કી કરી લેજે કે મારી વાતમાં કેટલી સચ્ચાઈ છે..”ફાતિમાનો મક્કમ અવાજ સંભળાયો. “સારું હું જોઈ લઉં છું..અને તમે બહુ ચિંતા ના કરશો હું કંઈક કરું છું..”નૂરે કહ્યું.

“સારું બેટા.. ખુદા હાફિઝ..”આટલું કહી ફાતિમા એ કોલ કટ કરી દીધો. ફાતિમા એ કોલ તો કટ કરી દીધો હતો પણ નૂર રિસીવર હાથમાં પકડી કંઈક ગહન વિચારમાં હોય એમ ત્યાંજ સ્થિર ઉભી રહી. “નૂર કયા વિચારોમાં ખોવાઈ ગઈ..શું વિચારી રહી છે..?”જુનેદા એ નૂર ને આમ વિચારમગ્ન જોઈને કહ્યું. “અમ્મી હું એવું વિચારું છું કે આમપણ મારે એક પ્રોજેકટ રેડી કરવાનો છે જેનો વિષય હું વિચારી રહી છું આ રુહાની શક્તિ અને માનસિક બીમારી વચ્ચેનો સંબંધ હોય..તો હું એ માટે ઈન્ડિયા જવા માંગુ છું રેશમા નો ઈલાજ કરી મામીજાન ને ખોટાં પુરવાર કરવા..”નૂરે કહ્યું.

“બેટા આ તું શું બોલી રહી છો..જો ઈન્ડિયા ફરવા જવું હોય તો ઠીક પણ ત્યાં સોનગઢ જવાની વાત વિશે વિચાર પણ ના કરતી..”નૂર ની ઈન્ડિયા જવાની વાતથી જુનેદા ડરી ગઈ હોય એવાં એનાં અત્યારે હાવભાવ હતાં. “પણ કેમ અમ્મી..તું અમે ત્યાં જવાની કેમ ના પાડે છે.આખરે એ પણ ક્યારેક આપણું વતન હતું..”નૂરે જુનેદા ને સમજાવતાં કહ્યું. “જો એકવાર કહ્યું કે ત્યાં નથી જવાનું મતલબ નથી જવાનું..તારાં અબ્બુ જ્યારે મને ઈન્ડિયાથી લંડન લઈને આવ્યાં ત્યારે એમને મને સ્પષ્ટ કહ્યું હતું કે ક્યારેક આપણાં પરિવારમાંથી કોઈ ઈન્ડિયા નહીં જાય..”જુબેદા એ ભૂતકાળનો પ્રસંગ વાગોળતાં કહ્યું.

“અમ્મી આતો કેવી વાત થઈ..અબ્બુ ની વર્ષો જૂની વાતો હજુ સુધી તારાં મનમાં ઘર કરીને બેઠી છે..its too much..”નૂર આટલું કહી ત્યાંથી પગ પછાળી ત્યાંથી નીકળીને પોતાનાં બેડરૂમમાં આવી ગઈ. નૂર જેવી પોતાનાં બેડરૂમમાં પ્રવેશી એવી જ કોમ્પ્યુટરની સ્ક્રીન સાફ થઈ ગઈ જેવી પહેલાં હતી. નૂરે કોમ્પ્યુટર ટેબલની સામે રાખેલી ખુરશીમાં બેસતાં ની સાથે જ અધૂરી કોફી જે હવે ઠંડી પડી ગઈ હતી અને પૂર્ણ કરી..પછી મનોમન કંઈક બબડતી હોય એમ થોડો સમય બફાટ કર્યાં પછી પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો.

image source

એક બે રિંગ પછી સામેથી કોલ રિસીવ થતાં ની સાથે જ નૂર બોલી. “હું તને મળવા માંગુ છું.કેમ મળવા માંગુ છું એ તને મળીને જ બતાવીશ..બાકી આજે આપણે મળીએ છીએ રાતે 8’o clock હોટલ The empire માં..” આટલું કહી સામેવાળી વ્યક્તિ કંઈપણ બોલે એ પહેલાં તો નૂરે કોલ કટ કરી દીધો અને ઘડિયાળ તરફ જોયું તો ઓલરેડી સાત વાગવા આવ્યાં હતાં એટલે એ ફ્રેશ થવા બાથરૂમ માં પ્રવેશી..!!

*************

નૂરે ઘરેથી નીકળતાં જોયું તો આઠ વગવામાં દસ મિનિટ બાકી હતી અને હોટલ નો રસ્તો હતો ૨૦ મિનિટ નો..પોતે સમય નક્કી કર્યા હોવા છતાં મોડું પડવાની એની આ આદત હજુ સુધી કાયમ હતી..એ ઉતાવળાં ઉતાવળાં પોતાની કાર લઈને નીકળી પડી હોટલ The empire ની તરફ.

એ જ્યારે હોટલ પહોંચી ત્યારે સવા આઠ થઈ ગયાં હતાં મતલબ કે પોતે પંદર મિનિટ મોડી પડી એ સમજતાં નૂર ને પોતાની જાત પર ખીજ ચડી.. હોટલનાં ફ્રન્ટ ડોર આગળ ઉભાં ઉભાં જ નૂરે અંદર ની તરફ રાખેલાં ટેબલ પર ઊડતી નજર નાંખી તો એની નજર ખૂણામાં આવેલાં ટેબલ પર આવીને સ્થિર થઈ ગઈ જ્યાં છવ્વીસ સત્તાવીસ વર્ષ જેટલી ઉંમરનો નવયુવાન એની તરફ જોઈ હાથ હલાવી રહ્યો હતો એ જોઈ નૂર નાં ચહેરા પર આછેરી મુસ્કાન ફરી વળી અને એ ઉતાવળાં પગલે એ યુવક જ્યાં બેઠો હતો એ ટેબલ ની તરફ આગળ વધી.

એ યુવક નું નામ હતું આદિલ રહેમતખાન હક..આદિલનાં પિતાજી રહેમતખાન નું એક બુક પબ્લિકેશન હાઉસ હતું જેનું નામ હતું..”The Royal London Book House”.. જેનો સઘળો કાર્યભાર છેલ્લાં બે વર્ષથી આદિલ જ સંભાળી રહ્યો હતો.આદિલે પોતાનું MBA ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કર્યું હોવાથી એની નૂર સાથે મુલાકાત ત્યાંજ એક ફંક્શન વખતે થઈ હતી..બંને ની maturity બંને વચ્ચેની મૈત્રી નું કારણ બની અને આગળ જતાં એ મૈત્રી પ્રેમ માં પરિણમી..બંનેનાં ઘરે પણ એમનાં relation વિશે ખબર હતી અને નૂર નાં અભ્યાસ પૂર્ણ કરતાં ની સાથે એ બંને નાં નિકાહનું પણ નક્કી થઈ ગયું હતું.

જો નૂર અપ્સરા હતી તો આદિલ પણ કોઈ કામદેવનાં અવતારથી કમ નહોતો..પાંચ ફૂટ દસ ઈંચ હાઈટ,ક્લીન સેવ ચહેરો અને કસરતી બાંધા નું શરીર એને આકર્ષક બનાવતું હતું.નૂર અને આદિલ ની જોડી ખરેખર સરસ જામતી હતી. “તો આજેપણ તમે તમારો રેકોર્ડ ન તૂટવા દીધો..?”નૂર નાં પોતે બેઠો હતો એ ટેબલ ની નજીક આવતાં ની સાથે જ આદિલ બોલ્યો. “અરે એમ થોડો તૂટવા દઉં..નૂર નામ છે મારું..”આદિલ ની તરફ જોઈ આંખ મારીને નૂર બોલી. “હા ખબર છે નૂર બેગમ..હવે બેસો..”ટેબલ ની બીજી તરફ રાખેલી ખુરશી તરફ આંગળી કરીને આદિલ બોલ્યો.

“ઓહ..આટલી બધી ખાતીરદારી..”આટલું કહી નૂર ખુરશી પર બેસી ગઈ. “મોહતરમા એતો અત્યારે કરવી પડે..આમ પણ અત્યારે છોકરીઓનો જમાનો છે..”આદિલે કહ્યું. “Ofcourse..”આદિલ ની વાત સાંભળી ખુશ થતી હોય એમ નૂર બોલી. “બોલ તો કેમ આજે આમ અચાનક મળવા માટે બોલાવ્યો..?”આદિલે નૂર ની તરફ જોઈને પૂછ્યું. “આદિલ વાત જ એવી છે કે તને બોલાવવો પડ્યો..બાકી બીજું નાનું મોટું કંઈક હોત તો હું હેન્ડલ કરી લેત..”અદિલના હાથ પર પોતાનો હાથ રાખી નૂરે પ્રેમથી કહ્યું. “સારું વાતો થી પેટ નહીં ભરાય હું પહેલાં જમવાનું ઓર્ડર કરી દઉં..જમતાં જમતાં વાત કરીએ..”આદિલે કહ્યું.

image source

“જેવી તારી મરજી..”નૂર બોલી. આદિલે વેઈટર ને બોલાવીને જમવાનું ઓર્ડર કરી દીધું પછી બંને એ પોતાની વાતો નો દોર આગળ વધાર્યો. “આદિલ મેં તને કહ્યું હતું કે મારે એક પ્રોજેકટ પર થિસીસ લખીને સબમિટ કરાવવા છે..તો મેં આ વખતે એક સબ્જેક્ટ નક્કી કર્યા હતો કે હું રુહાની શક્તિઓ અને માનસિક બીમારી વચ્ચેની પાતળી ભેદરેખા શું છે એનાં પર રિસર્ચ કરીશ..”નૂરે કહ્યું.

“Intresting સબ્જેક્ટ..તો એમાં વાંધો શું છે..?”આદિલે પૂછ્યું. “આદિલ મેં તને એક વખત વાત કરી હતી મારી મામા ની દિકરી રેશમા વિશેની તને યાદ છે..?”નૂરે આદિલ નાં સવાલ નાં પ્રત્યુત્તરમાં સામો સવાલ કર્યો. “હા જેને કંઈક માનસિક બીમારી છે અને જેને એ બિમારીના લીધે એની સુહાગરાત નાં દિવસે જ એનાં પતિનું ખૂન કરી દીધું હતું..એજ ને..?”પોતાની વાત ની ખરાઈ કરવા આદિલે પૂછ્યું.

“હા એજ..મેં મામી ને એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવાનું કહ્યું હતું પણ આજે મામી નો કોલ હતો કે સાયકોલોજીસ્ટ ની ટ્રીટમેન્ટથી એને કંઈપણ ફરક નથી પડ્યો,ઉલ્ટાની એની તબિયત વધુ બગડી ગઈ છે..મામી એવું માને છે કે એની અંદર કોઈ શૈતાની રૂહ કે જીન છે એટલે એ આવું વર્તન કરે..આજનાં યુગમાં પણ લોકો આવી વાતો કરે મને તો વિશ્વાસ જ નથી આવતો..”નૂર ગુસ્સામાં બોલી રહી હતી.

એ લોકોની વાતો આગળ વધે એ પહેલાં જ જમવાનું આવી ગયું હતું..વેઈટર સર્વિસ પ્લેટમાં સર્વ કરીને ગયો એટલે એ બંને એ જમતાં જમતાં વાર્તાલાપ આગળ વધાર્યો. “નૂર તો તું કરવા શું માંગે છે..અને રેશમા ની તબિયતના મામલામાં હું તારી શું હેલ્પ કરી શકું..?”આદિલે પૂછ્યું. “આદિલ હજુ મારી વાત તો પુરી સાંભળ..હું રેશમા નો ઈલાજ કરવા અને મામીજાન નાં મન નો વહેમ કાઢવા સોનગઢ ઈન્ડિયા જવા માંગુ છું..ત્યાં જઈ હું મારો પ્રોજેકટ પર રેશમા પર રેડી કરી શકીશ..”નૂર બોલી.

“Thats great sound.. હા આ તો ખૂબ સરસ રહેશે..તો ક્યારે જાય છે ઇન્ડિયા..?”આદિલ બોલ્યો. “આદિલ મારે તો જવું છે પણ અમ્મી સ્પષ્ટપણે ત્યાં જવાની મનાઈ કરે છે..હવે તું જ બોલ હું શું કરું..?”પ્રશ્નસુચક નજરે આદિલ તરફ જોઈ નૂર બોલી. નૂર ની વાત સાંભળી આદિલ ઘડીભર તો કંઈક વિચારવા લાગ્યો પછી અચાનક બોલ્યો. “Dear.. એક કામ કરીએ તો તારે અમ્મી ને કહેવાનું જ નહીં તું ઇન્ડિયા જાય છે..હું તારી પ્લેન ટીકીટ ની વ્યવસ્થા કરાવી દઉં છું..તું અમ્મી ને કહી દે કે તું ઇજિપ્ત જાય છે પ્રોજેકટ માટે..”

આદિલ ની વાત સાંભળી નૂર થોડો સમય ચૂપ રહી પછી બોલી. “Good idea mr.આદિલ..તો ત્રણ દિવસ પછી ની મારી પ્લેન ની ટીકીટ બુક કરાવી દે.હું અમ્મી ને મારી રીતે સમજાવી દઈશ.” “નૂર મને લાગે છે તારે જોડે કોઈ એવાં વ્યક્તિને પણ સોનગઢ લઈ જવો પડે જે રુહાની તાકાતો ને વશમાં કરવાનું જાણતો હોય..કેમકે જો તારી થિયરી ખોટી પડે અને રેશમા સાચેમાં માનસિક પાગલ ના હોય અને કોઈ રૂહ નાં કબજામાં હોય તો એનાં જીવ નું જોખમ ના રહે.”આદિલે કહ્યું. “આદિલ તું પણ આવી બાબા આદમ વખતની વાતો પર વિશ્વાસ ધરાવે છે..?”નૂર આદિલ તરફ જોઈ બોલી.

“જો નૂર તું માને કે ના માને પણ હું માનું છું કે ખુદા જેમ આ દુનિયામાં હયાત છે તો શૈતાન પણ આ દુનિયામાં જ છે.ખુદા ની બંદગી લોકો એટલે જ કરે છે કે આવાં શૈતાનો થી પોતાની જાત ને બચાવી શકે..”આદિલે પોતાનો વિચાર આપતાં કહ્યું. “હા એજ સારું રહેશે..એવું કોઈ જોડે હશે જે ભુત પિશાચ ને ભગાવાની વિધિ જાણતું હશે તો એને ખોટું પુરવાર કરી હું મારી જાત અને મારાં વિચારો ને સાચાં પુરવાર કરી શકીશ.પણ એવું કોઈ મારી ધ્યાનમાં તો નથી તો હું કોને લઈ જાઉં જોડે સોનગઢ..?”નૂરે કહ્યું.

image source

“સોનગઢ થી 400-450 કિલોમીટર દૂર એક શહેર છે અહમદનગર,ત્યાં મારો એક ઓળખીતો વ્યક્તિ રહે છે હસન ઓમર..હસન ઝાડ ફૂંક વિધિ માં મહારથ હાંસિલ કરી ચુક્યો છે.એ ઇન્ડિયા ની સાથે છેક આરબ દેશો સુધી ઝાડ ફૂંક વિધિ માટે જાય છે.હું હસન ને કોન્ટેકટ કરીને તારાં આગમન ની જાણ કરી દઈશ..આમ પણ અહમદ નગર તું જ્યાં ઉતરવાની છે એ એરપોર્ટથી સોનગઢ જતાં પહેલું જ સ્ટેન્ડ છે એટલે તું હસન ને ત્યાંથી પીકઅપ કરી લેજે..ત્યાં ઈન્ડિયામાં એરપોર્ટ પર તારાં માટે ગાડી ની વ્યવસ્થા હું કરાવી દઈશ.”નૂર નાં સવાલો નો તોડ કાઢતાં આદિલે કહ્યું.

“Thank you so much..”આદિલના હાથ પર એક ચુંબન કરી નૂર ખુશ થતાં બોલી. “મહોતરમા આ એક નાનકડી ચુમ્મી થી કંઈ ના થાય..તમે તો ઇન્ડિયા જતાં રહેશો ત્યાં સુધી હું અહીં શું કરીશ..આટલાં દિવસ નો ક્વોટા તો પૂરો કરવો પડશે ને..”ચહેરા પર મુસ્કાન સાથે પ્રેમથી આદિલે નૂર ની તરફ જોઈને કહ્યું. “સારું બાબા..હું અમ્મી ને કોલ કરી જણાવી દઉં કે આજની રાત હું ઘરે નથી આવવાની..બસ પછી તો ખુશ ને..?”નૂરે કહ્યું.

“બહુ ખુશ..”આદિલ બોલ્યો. હોટલમાં જમવાનું બિલ ચૂકવ્યાં પછી બંને જણા પહોંચી ગયાં આદિલ નાં ક્લબહાઉસ.આ ક્લબહાઉસ શહેરથી થોડું દૂર હતું જેનો ઉપયોગ આદિલ પોતાનાં અંગત શોખ માટે જ કરતો.નૂર ની સાથે આજની રાત કંઈક સ્પેશિયલ થવાની હતી એ નક્કી હતું. ત્યાં પહોંચતા ની સાથે જ આદિલે નૂર ને ઉંચકી લીધી અને એને પોતાનાં બેડરૂમ નાં બેડ પર લાવી ને નીચે ઉતારી.પ્રેમ નો મદહોશ કરી દેતો નશો અત્યારે બંને ની આંખો માં સ્પષ્ટ જણાઈ રહ્યો હતો.ધીરે ધીરે બંને નાં દેહ અનાવૃત થઈ ગયાં. નૂર નાં ગુલાબની પાંખડી થી પણ વધુ ગુલાબી અધરો ને ચુંબન કરવાની સાથે જ આદિલે પ્રેમ ની પરાકાષ્ઠા સુધી પહોંચવાની અને નૂર ને પણ પોતાનાં પ્રેમ થકી તૃપ્ત કરવાની શરૂવાત કરી દીધી હતી.જેની મંજીલ હતી પીડા ભરી એક એક લાગણી જેને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે.

એક બીજા ની બાહોમાં એ હસીન રાત ને રંગીન બનાવી નૂર અને આદિલ સુઈ ગયાં.સવારે ઉઠતાં ની સાથે નૂર આદિલ ને by બોલી પોતાનાં ઘરે જવા નીકળી પડી.હવે એ આદિલ ને બે દિવસ પછી એરપોર્ટ પર જ મળશે એવું પણ એને જણાવી દીધું હતું. નૂર નાં ત્યાંથી નીકળતાં ની સાથે જ આદિલે સૌપ્રથમ તો હસન ઓમર ને કોલ લગાવ્યો. “અસલામ વાલેકુમ,આદિલ ભાઈ..બોલો બોલો કેમ આજે આમ અચાનક યાદ કર્યા..?”આદિલ નો ફોન રિસીવ કરતાં ની સાથે જ હસન બોલ્યો.

image source

“વાલેકુમ અસલામ,હસન તે સોનગઢ નું નામ તો સાંભળ્યું જ હશે.. સોનગઢ માં મારી ફિયાન્સે નૂર ની મામીજાન રહે છે..એમની એક દીકરી છે રેશમા જે મારાં ખ્યાલથી કોઈ રુહાની શક્તિનાં વશ માં છે પણ નૂર એમ માને છે કે રેશમા ની માનસિક હાલત ઠીક નથી..બે દિવસ પછી નૂર એ માટે ઈન્ડિયા આવવાની છે તો તું એની સાથે સોનગઢ જજે..તું તારી રીતે રેશમાનો ઈલાજ કરજે.”આદિલે વિગતે વાત કરતાં કહ્યું.

“સારું ભાઈજાન.તમે કહ્યું એ મુજબ હું નૂર ની સાથે જઈને ત્યાં મારી રીતે મારુ કામ કરીશ..”હસને કહ્યું. “ખુદાહાફીઝ દોસ્ત..”આદિલે આટલું કહી કોલ કટ કરી દીધો. કોલ કટ થતાંની સાથે જ હસન નાં ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું અને એ મનોમન બબડયો. “સોનગઢ..બહુ દિવસથી જવાની ખ્વાહિશ હતી ત્યાં જવાની જે હવે પુરી થશે..”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ