જો તમે આખો દિવસ એર કંડીશનમાં રહો છો તો થઈ જાવ સાવધાન..

જો તમે આખો દિવસ એર કંડીશનમાં રહો છો તો થઈ જાવ સાવધાન, આજકાલ દરેક ઓફિસ અને બેંકો અને મોટાભાગના ઘરોમાં પણ એર કંડીશનનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે.

એર કંડીશનના ઉપયોગથી ઘણી પ્રકારના રોગ બિમારીઓ થાય છે. જેમ કે તમે બધા જાણો છો આજકાલ ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને સૂરજ પોતાની આગ લોકો પર ખૂબ ઝડપથી વરસાવી રહ્યો છે.

કારણ કે કાળઝાળ તડકાથી દરેક વ્યકિત પોતાને બચાવવા ઈચ્છે છે અને જ્યારે લોકોને પરસેવો આવે છે તો મોટાભાગે પંખા કે કૂલરનો ઉપયોગ કરે છે. પરંતુ આજકાલ આ બધાથી ગરમીને દૂર કરવી એક મુસીબત છે. કારણ કે આ એટલી ઠંડ નથી આપી શકતા જેટલી એક એસી અાપી દે છે અને જ્યારે વ્યકિત તડકાથી પોતાના એસી રૂમમાં આવે છે.

તેને સ્વર્ગ જેવો અનુભવ થાય છે અને આ જ કારણે આજકાલ બધી ઓફિસ અને બેંકો અને મોટાભાગના ઘરોમાં પણ એસીનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે.

પરંતુ શું તમે જાણો છો કે તેના ઉપયોગથી કેટલી બિમારીઓ તમે આમંત્રિત કરી રહ્યા છો. જેના વિશે કદાચ તમને ખબર પણ ના હોઈ.

જો તમે દિવસભર પોતાની ઓફિસમાં એસીની સામે બેઠા રહો છો તો તમારે પણ ઘણી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

જો તમને ખૂબ જ જલ્દી ગરમી ઠંડી થઈ રહી છે તો તેનુ કારણ આ જ છે કે તમે એસી રૂમથી બહાર જાવ છો.

એસીમાં રહેવાના નુક્સાન

કારણ કે જ્યારે એસી રૂમમાં રહો છો તો તમને બહારના વાતાવરણના તાપમાન બાબતે જાણકારી નથી હોતી. અને તમારા એસી રૂમમાં બહારની હવા ક્યાંયથી પણ નથી આવતી અને બધા દરવાજા બંધ હોઈ છે. જેનાથી તમારા શરીરને પ્રાકૃતિક હવા નથી મળી શકતી. અને જ્યારે આપણે એસી રૂમની બહાર નિકળીએ છીએ તો વાતાવરણ બદલી જાય છે.

આટલી જલ્દી આપણા શરીરને બહારના વાતાવરણમાં ઢળવાનો સમય મળતો અને બદલતા તાપમાનને કારણે લોકોને ઘણી બિમારીઓ જેવી કે ગરમી, ઠંડી, સળેખમ વગેરે થઈ જાય છે.

તેના કારણે સૌથી વધુ આપણા મગજ પર અસર પડે છે જેનાથી મોટાભાગે માથાનો દુ:ખાવો થતો રહે છે. કારણ કે આપણે ઘણીવાર સુધી એસીમાં બેઠા રહીએ છીએ જેનાથી માથાના દુ:ખાવાની સમસ્યા થવા લાગે છે.

આ એ કારણથી છે એસી સામે સતત બેસી રહેવાથી બ્લડ સર્કુલેશન ઘટી જાય છે. અર્થાત આપણા શરીરમાં જે રુધિર વહે છે તેને વહેવાની ગતિમાં અંતર આવી જાય છે. જેના કારણે મસલ્સમાં ખેંચાણ અનુભવાય છે અને માથામાં ભારેપણ થવા લાગે છે. અને ખૂબ જ જલ્દી નબળાઈ અને આળસ અનુભવાય છે.

જે લોકોને એસીમાં સતત બેસી રહેવાની આદત પડી ગઈ છે તેમને ચામડી સબંધિત અમુક તકલીફ થવા લાગે છે. જેમ કે તેમની ચામડી ખુશ્ક અને બેજાન થઈ જાય છે. અને બધી બિમારીઓનું કારણ એસીથી નિકળતી ઠંડી હવા છે. જે ચામડીને સાફ તાજો ઓક્સિજન નથી દઈ શકતી જેનાથી ત્વચા મુરજાવા લાગે છે.

જેનાથી ત્વચાની સાથે-સાથે વાળની પણ ઘણી સમસ્યા થઈ જાય છે. અને આ જ કારણે તમારા વાળ પણ સફેદ થવા લાગે છે અને તમને ઘણી પ્રકારના ત્વચા સબંધિત રોગ થવા લાગે છે. તેના કારણે તમે તમારી ત્વચાનો ઈલાજ કરાવો છો અને ફરીથી રોગ થઈ જાય છે. એટલે ચામડી અને વાળ માટે એસીમાં બેસવુ હાનિકારક થઈ શકે છે.

જો તમે આંખોમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો છો અને ડોક્ટરે તમને લાંબા સમય સુધી એસીની હવા સામે બેસવાની મનાઈ કરી છે તો તમારી આંખોમાં દુ:ખાવો થાય છે જો તમે કોઇને સામે બેસો છો. કારણ કે મોટાભાગે એસીની સામે બેસી રહેવાથી તમારા દ્વારા પહેરવામાં આવેલા કોન્ટેક્ટ લેન્સ તમારી આંખમાં ચોંટી જાય છે.

ઓફિસમાં તમે પોતાના દિવસના કેટલા કલાકો પસાર કરો છો, એવામાં સતત એસી સામે બેસવુ પણ સામાન્ય છે. સતત એસીમાં બેસવાના અમુક ફાયદા છે તો અમુક નુક્સાન પણ. પરંતુ તેનુ સોલ્યુશન એ જ છે કે આવી પરિસ્થિતિમાં પણ પોતાને ચુસ્ત રાખવામાં આવે.

એર કંડીશનનો ઉપયોગ તમારી શારિરીક અને માનસિક ક્ષમતાઓને વધારે છે. તમને આરામદાયક વાતાવરણ આપે છે. તમને ઋતુથી થનારી એલર્જીથી બચાવે છે. એક સારુ એર કંડીશન તમને સ્વસ્થ હવા ઉપલબ્ધ કરાવે છે.

અલબામા યુનિવર્સિટીની શોધ મુજબ એર કંડીશનના ઉપયોગથી સ્થૂળતા વધે છે. ખરેખર ઠંડી જગ્યા પર આપણા શરીરની ઉર્જા વપરાતી નથી જેનાથી ચરબી વધે છે.

સતત એર કંડીશનમાં રહેવાથી આંખો સુકાપણાની સમસ્યા સામે આવે છે. આંખોમાં પાણી, બળતરા અને ખંજવાળ તેના લક્ષણ છે.

ઓમેગા-૩ એસિડનો ઉપયોગ કરો, આંખોને ધોવો અને ચોક્કસ અંતરાળ પર પલક ઝપકાવતા રહો.

સતત એર કંડીશનમાં બેસી રહેવાથી માંસપેશીઓમાં ખેંચાણ આવે છે જે માથાના દુ:ખાવાનુ એક મોટુ કારણ છે. સતત એક જ તાપમાનમાં ન બેસો.

પોતાને જળવાયુને અનુકુળ બનાવો. ઠંડકમાં માથુ ઢાંકો.

ઠંડકની સીધી અસર શરીરના સાંધા પર થાય છે. જેમ કે ઘુંટણ, હાથ અને ડોક. સતત આ જ અવસ્થામાં રહેવાથી મોટી બિમારીનુ જોખમ પણ થઈ શકે છે.

એક જગ્યા પર વધુ વાર ન બેસો, જ્યાં દુ:ખાવો છે તે ભાગને સતત ચલાવો.

એર કંડીશન ફિલ્ટરના ગંદા થવા પર શ્વાસની તકલીફ થઈ શકે છે. તેનાથી ગળામાં ખરાશ અને છીંકની સમસ્યા થઇ શકે છે.

પ્રયાસ કરો ઓફિસ કે એર કંડીશન ફિલ્ટરની સતત સર્વિસ થતી રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ