01.11.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો..

1-11-2019

મેષ

શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

લકી સંખ્યા: 7

વૃષભ

કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રૉમાન્સ ઘેરી વળશે. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

લકી સંખ્યા: 7

મિથુન

આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 5

કર્ક

આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. ભૂતકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો.

લકી સંખ્યા: 8

સિંહ

છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

લકી સંખ્યા: 7

કન્યા

હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. તમારે નિરાશાથી પીડાશો-કેમ કે જે નામ-પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે-થોડા સમય માટે મુલત્વી રહ્યું છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે.તમારા જીવનસાથી સાથે એક અદભુત સાંનું આયોજન કરો.

લકી સંખ્યા: 5

તુલા

તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

લકી સંખ્યા: 7

વૃશ્ચિક

તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

લકી સંખ્યા: 9

ધનુ

તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે.

લકી સંખ્યા: 6

મકર

રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

લકી સંખ્યા: 6

કુંભ

તમે નવરાશની લહેજત માણવાના છો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. મિત્રોનો સાથ રાહત આપશે. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. વ્યાવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે. ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

લકી સંખ્યા: 4

મીન

તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આજે તમે પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

લકી સંખ્યા: 2

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

નવેમ્બર 1, 2019 – નવેમ્બર 22, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

કેટલીક અસ્વસ્થતાની શક્યતા છે, મુખ્યત્વે ભટકતી વાસનાની ઊંડી લાગણીને કારણે આવું થશે. તમને એક ખૂણામાં ગોંધાઈ રહેવું ગમતું નથી, આને કારણે કેટલીક તાણ નિર્માણ થશે. તમારા મગજનો ઝુકાવ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રહેશે, અને તમે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા પણ કરશો. આ તબક્કાની શરૂઆત કારકિર્દીમાં કેટલીક ગતિશીલતા તથા દબાણ સાથે થશે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેના તમારા તાદાત્મ્યમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. તમારા રોજબરોજના ધ્યેય તરફ પૂરું ધ્યાન આપજો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકો. ધંધાને લગતી કોઈ પણ બાબત સાથે સંકળાવા માટે આ યોગ્ય સમય નથી, તમારી માતા માટે આ સમય કસોટીપૂર્ણ રહેશે.

નવેમ્બર 22, 2019 – જાન્યુઆરી 22, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 3 માં છે .

લોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.

જાન્યુઆરી 22, 2020 – ફેબ્રુઆરી 09, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

ફેબ્રુઆરી 09, 2020 – માર્ચ 11, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 4 માં છે .

આ સમય તમારી માટે સમૃદ્ધિભર્યો બની રહેશે. તમને અનેક આશ્ચર્યો મળશે, તેમાંના મોટા ભાગના સુખદ હશે. પતિ-પત્ની અથવા સગાં તરફથી આનંદની પ્રાપ્તિ થશે. વિવાદો તથા કોર્ટ-કચેરીને લગતા કામોમાં સફળતા મળશે. નવું ઘર અથવા વાહન ખરીદશો. તમારા કોન્ટ્રાક્ટસ તથા કરારો દ્વારા સારો નફો મેળવશો. તમારા શત્રુઓ પર તમારૂં પ્રભુત્વ રહેશે. નાણાંકીય બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ હકારાત્મક સમય છે.

માર્ચ 11, 2020 – એપ્રિલ 01, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.

એપ્રિલ 01, 2020 – મે 26, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

આ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.

મે 26, 2020 – જુલાઈ 13, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

તમારી ભૌતિક જરૂરિયાતોને સંતોષવા તથા તમારી અંગત સુરક્ષાની રચના કરવા માટે અન્યો તરફથી સારી મદદ મળશે અથવા તેમના પ્રભાવને કારણે તમે એ દિશામાં આગળ વધી શકશો. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી છાપ છોડશે. તમારી યોગ્યતાને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ તરફથી માન્યતા તથા સરાહના મળશે. તમારો સ્વભાવ મૈત્રીભર્યો છે અને વિવિધ સામાજિક પરિપ્રેક્ષ્યમાં તમને સમૂહમાં કામ કરવું આસાન જણાશે, સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને કારણે તમે થોડા ખિન્ન રહેશો. બાહ્ય ફેરફાર કરતાં વ્યક્તિગત પરિવર્તનો વધુ અસરકારક છે.

જુલાઈ 13, 2020 – સપ્ટેમ્બર 09, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

કેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડોની બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.

સપ્ટેમ્બર 09, 2020 – ઑક્ટોબર 31, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ