આજની આ નાની વાર્તાઓ પુરુષોના જીવનને સમર્પિત… love you man of my life…

માઈક્રો ફિક્શન ઓન મેન

આજ સુધી સ્ત્રીઓ વિષે સૌથી વધારે લખાયું છે પછી એ માં, દીકરી, કે વહુ કોઈ પણ રૂપ માટે હોય એના પ્રેમ,મમતા, સમર્પણ અને દુઃખમાં સંવેદનાઓ છલકે છે પણ એનો અર્થ એ બિલકુલ નથી હોતો કે પુરુષમાં એ નથી હોતા… પુરુષના જીવન સાગરમાં ઉઠતી લહેરોમાં આપણે વહેતા રહીએ છીએ…. પણ જો એના તળીએ નજર કરીએ તો કેટલીયે ઘરબાયેલી ઇચ્છાઓ, તૂટેલા સપના અને પરિવાર માટે જીવન જીવવા કરેલા સમર્પણ અને થયેલા અત્યાચારના અવશેષો મળી આવે… મારા મતે પુરુષ એક બેસ્ટ એકટર છે જેની એક્ટિંગ એટલી રીયલ હોય છે કે પોતાની સાચી મન:સ્થિતિનો ખ્યાલ એ ક્યારેય કોઈને આવવા દેતો નથી… મારી આજની આ નાની વાર્તાઓ પુરુષોના જીવનને સમર્પિત…

ડ્રીમ ડેસ્ટીનેશન

સુહાસે ચા-નાસ્તો પતાવી હિંચકા પર બેસતા છાપું હાથમાં લીધું.. છાપું ખોલતા જ એક કાગળ અંદરથી સરક્યો.. એણે હાથમાં લઈ જોયું… હોલીડે પેકેઝની જાહેરાત હતી.. આગળ નજર ફેરવી .. “દાર્જીલિંગ ૧૦ દિવસ અને દસ રાત રૂ. ૩૦,૦૦૦/- *” આટલું વાંચતાજ એનું મન પચીસ વર્ષ પહેલાના સમયમાં પહોંચી ગયું…

લગ્ન કરી હનીમુન માટે તો દાર્જીલિંગ જ જવું છે એવું વિચારી સુહાસે એની માટે પૈસા ભેગા કરેલા એમ પણ દાર્જીલિંગ એનું ડ્રીમ ડેસ્ટીનેશન હતું.. એણે બધું વિચારી રાખેલું.. અને હનીમુન વિશેની ચર્ચા થઈ ત્યારે શોભાએ કહેલું મને તો કેરેલા જવાની બહુજ ઈચ્છા છે… અને આટલું સાંભળી એણે દાર્જીલિંગની વાતજ ના કરી .. પત્નીની ઈચ્છા મુજબ કેરેલાની ટીકીટ કરાવી અને બંને કેરેલા ગયા.. ત્યાં જતા સુહાસે મનમાં વિચાર્યું કે આ થોડી કંઈ છેલ્લી ટ્રીપ છે હવે પાછી સગવડ થાય એટલે દાર્જીલિંગ જઈશું…

અને આજ સુધી દાર્જીલિંગ ડ્રીમ ડેસ્ટીનેશન જ રહ્યું.. સુહાસે નજર ઉંચી કરી અને સહેજ સ્મિત સાથે એક ઊંડો શ્વાસ લીધો… મોબાઈલ હાથમાં લઇ જાહેરાતમાં દર્શાવેલ ટ્રાવેલ એજન્સીના નંબર પર ફોન જોડ્યો … “પપ્પા મારે છેલ્લા સેમેસ્ટરના પ્રોજેક્ટ અને ટ્રેનીંગ માટે ૨૫૦૦૦/- ભરવાના છે …” મોટા દીકરાએ પાસે આવતા કહ્યું …

Father and son

“ભલે બેટા કાલે લઇ લેજે મારી પાસેથી”… સુહાસે એની સામે સ્મિત કરતા કહ્યું… અને ફોન કટ કરી જાહેરાતનું કાગળ સંકેલીને છાપામાં પાછું મુક્યું… સાથે ફરી એકવાર ઈચ્છાને સંકેલી લીધી….

-સ્વાતિ સીલ્હર

અધૂરું સપનું

“એન્ડ ધી બેસ્ટ એક્ટર એવોર્ડ ફોર ધી યર ૨૦૧૭ ગોઝ ટુ મી. મોહિત પારેખ…” સ્ટેજ પર એવોર્ડ એનાયત કરવા માટે આવેલા લેજેન્ડરી એક્ટરે નામ જાહેર કર્યું ત્યાં તો ચારે તરફ તાળીઓના ગળગળાટથી આખુંય મેદાન ગાજી ઉઠ્યું.. બ્લેક કલરના સુટમાં સજ્જ મોહિત ગર્વભેર એવોર્ડ લેવા સ્ટેજ તરફ આગળ વધ્યો… એના ગોરવાન ચહેરા પર ગજબની ચમક ઝલકી રહેલી… પોતાની લગન અને મહેનતના પરિણામથી આજે એનું વર્ષોનું સપનું સાકાર થઈ રહ્યું હતું…. એ એવોર્ડ હાથમાં લેવા જતોજ હતો…કે”

“અરે જલ્દી ઉઠો, આંઠ વાગી ગયા છે મોડું થઈ જશે ઓફીસ પહોંચવામાં, અને ચિંટુને સ્કુલે પણ મુકવા જવાનો છે આજે ..” રશોડામાંથી મહેકની બુમ સંભળાઈ અને મોહિતની આંખ ખુલી ગઈ…

-સ્વાતિ સીલ્હર

બદલો

“દુપ્પટ્ટો ફાટી ગયેલો, ચોળાયેલા કપડા અને વિખરાયેલા વાળ સાથે રડતી હાંફતી આરના કેલેજના કોરીડોરમાં ઘસી આવી” એની આવી સ્થિતિ જોઈ ત્યાં હાજર બધા વિદ્ધાર્થીઓ એની આસપાસ ટોળે વળ્યા.. પ્રોફેસરો પણ એની તરફ દોડી આવ્યા … કંઈક તો ગંભીર વાત ચોક્કસ છે જ એવું માની સૌથી જુના અને સીનીયર પ્રોફેશર સીમા મેડમે તુરંતજ ડિરેક્ટરને બોલાવી લીધા…

શું થયું આરના કંઈક તો જવાબ આપ બધાજ એને શાંત પાડવાની કોશિષ કરી રહેલા અને પૂછી રહેલા.. એની ખાસ ફ્રેન્ડ નેહલ એણે રીતસરની બાથમાં વળગાળીને બેઠેલી…પણ આરનાનું રડવું રોકાતુજ ના હતું.. એટલી હદે કે એનો શ્વાસ પણ રોકાવા લાગેલો.. થોડી વારે તેને કહ્યું.. મારી ઈજ્જત લુંટાઈ જાત… અને ફરી પાછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી… બધાના શાંત પાડવાથી અને દિલાસાથી થોડી સ્વસ્થ થઈ એણે પાણી પીધું .. “હું લાઈબ્રેરીમાં હતી લેક્ચર ચાલુ થઈ ગયા હતા પણ મારે પ્રોજેક્ટનું કામ બાકી હોવાથી હું લેક્ચર બંક કરી ત્યાં બેઠેલી.. લાઇબ્રેરી આખી ખાલી હતી.. એ મને એકલી જોઈને મારી નજીક આવ્યો.. એણે મને પ્રપોઝ કર્યું અને મેં ના પાડી કહ્યું કે”મને એ બધામાં કોઈ રસ નથી હું અહીંયા ભણવા માટે આવું છું .. મહેરબાની કરીને મારી સાથે ફરીવાર ક્યારેય આવી કોઈ વાત નહી કરતા..” અને એણે… એ ફરી રડવા લાગી… અને આગળ બોલી “અને મારી ના એનાથી સહન ના થઈ શકી.. એણે મારી સાથે જબરદસ્તી કરવાની કોશિષ કરી.. પણ ગમેતેમ કરી હું ત્યાંથી ભાગી નીકળી… ત્યાં હાજર સર્વેમાં શોર બકોર થઈ ઉઠ્યો..

કોણ હતું એ …? સવાલો ઉઠ્યા.. “ અરે આ તો બહુ મોટો ગુનો કહેવાય, આજે તો આરના બચી ગઈ પણ કાલે ફરી કદાચ.. ના ના આ જે હોય તે એને જેલ ભેગો કરવોજ પડે ..કોલેજની બધી છોકરીઓની ઈજ્જત અને સેફ્ટીનો સવાલ છે..” ત્યાં હાજર રોહિતે બુલંદ અવાજમાં કહ્યું અને સૌ એ હામી ભરી ત્યાંતો નેહલે એની મિત્રતા ખાતર પોલીસને ફોન પણ જોડી દીધો .. સૌ પૂછવા લાગ્યા કોણ હતું એ… બોલ આરના…

“આરનાએ આંસુ લૂછતાં મક્કમ અવાજે કહ્યું “ શૌર્ય મજમુદાર..” અને આખાયે વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો.. દરેકના મોંમાંથી ઉદગાર સાથે સરી પડ્યું “શૌર્ય!”.. દરેકના મનમાં એકજ વિચાર ઘૂમી રહ્યો.. છેલ્લા બે વર્ષથી પ્રથમ ક્રમે આવતો, દેખાવમાં રાજાના કુંવર જેવો અને સ્વભાવે રામનું સ્વરૂપ જાણે.. એને તો ક્યારેય કોઈ છોકરી સાથે હસીમજાક કરતા પણ જોયો નથી અને આજે આવું કૃત્ય!..” પોલીસ આવી પહોંચી, લાઇબ્રેરીના છેલ્લા ટેબલે લેપટોપ પર કામ કરી રહેલા શૌર્યની ધરપકડ કરવામાં આવી.. ભરી કોલેજ વચ્ચેથી શૌર્યને ઘસડીને પોલીસવાનમાં બેસાડી લઈ જવામાં આવ્યો..

બધા ફાટી નજરે જોઈ જ રહેલા .. “ટું..નું..ન..ન..” આરનાના મોબાઈલ માં મેસેજ આવ્યો.. ”વેલ ડન આરના… વ્હોટ અ એક્ટિંગ યુ ડીડ.. – રોહિત” આરના એ રીપ્લાય કર્યો “એણે મને ના પાડેલી, હવે ભોગવશે આખી જીંદગી એની સજા” રીપ્લાય વાંચી રોહિત અને આરના એકબીજા સામે લુચ્ચું હસ્યા..

-સ્વાતિ સીલ્હર

ડોમેસ્ટિક વાયોલન્સ

વિશાલે ઓફિસથી આવતાજ જોયું તો ઘરે મમ્મી-પપ્પા અને સાધના તૈયાર થયેલા હતા સાથે બે બેગ પણ ડ્રોઈંગરૂમમાં પડેલી હતી.. એને આશ્ચર્યથી પૂછ્યું .. સાધના આપણે ક્યાંય જઈ રહ્યા છીએ… સાધનાએ લાલ ઘૂમ ચહેરે જવાબ આપ્યો “ આપણે નહી મમ્મી-પપ્પા ..”“ક્યાં ?” “વૃધ્દ્ધાશ્રમ”

સાધના જો તારી આજ સુધીની દરેક વાત મેં માની છે તું જેમ ઇચ્છતી એમજ આ ઘરમાં થયું છે પણ આ સમયે મમ્મી-પપ્પાને મારી જરૂર છે.. આ તે તારી કેવી જીદ છે ..આ ઉમરે મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં જાય તો કેવું લાગે?”

વિશાલ મેં તમને ઘણીવાર કહ્યું છે કે મારાથી હવે એમની વેઠ નથી થતી, આ ત્રાસ મારાથી વધુ નહી જીરવાય.. એ મને આ ઘરમાં ના જોઇએ બસ..” સાધનાએ સંભળાવી દીધું.. “ના, કોઈ પણ હિસાબે મારા માં-બાપ આ ઘરમાંથી નહી જાય..” વિશાલે એનો નિર્ણય સંભળાવી દીધો..

“જુઓ વિશાલ તમે પ્રેમથી માનો તો ઠીક છે નહીતો મને મારું કામ કેવી રીતે કરાવવું એ સારી રીતે આવડે છે હવે તમેજ કહો આ ઉંમરે મમ્મી-પપ્પા ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં જેલમાં જાય તો કેવું લાગે..?” વિશાલે ગાડીની ડેકી ખોલી બેગ અંદર મૂકી અને ત્રણેય ગાડીમાં ગોઠવાયા .. ગાડી શરુ નહોતી થઈ શકતી અને ત્રણેયના ડુસકા બંધ નહોતા થઈ શકતા..

ચાલો મિત્રો આજે આપણે આ વાર્તાની કોમેન્ટમાં આપણે આપણા પિતા, ભાઈ, પતિ કે પછી એ પુરુષનો આભાર માનીએ જેણે આપણી માટે ઘણુબધું કર્યું છે… કોમેન્ટમાં thank you અને તેમના નામ લખો… વાર્તાઓ શેર કરવાનું ભૂલાય નહિ…

લેખક : સ્વાતિ સીલ્હર

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ