જલ્સા કરોને જેંતીલાલ

આજના જમાનામાં આ મહિલા કરી રહી છે કાબિલ-એ-દાદ સેવા, વૃદ્ધાશ્રમની આવી સેવા જોઈને એમ જ થશે કે જાણે ઘર છે

પૈસા અને સાદાઈ બન્નેને એક સાથે સાચવી રાખવા ખુબ મોટી વાત છે. પૈસા આવતા ભલભલા લોકોના માથા ફરી જાય છે તેમાં પણ લોકો કામને ધીમેધીમે પૈસા સાથે સાંકળતા થઈ ગયા છે. આ કામ કરનાર લોકો નીચા અને આ કામ કરનાર લોકો ઉંચા જેવા માપદંડો આપણે રોજીદા જીવનમાં સંભાળતા આવ્યા છીએ. અહીં પૈસા અને સાદાઈ બન્નેને એક સાથે પચાવનાર એક વ્યક્તિની વાત થઈ રહી છે. સામાન્ય રીતે કોઈ સંસ્થાના વડા કે સંચાલક પોતાની જ સંસ્થામાં કચરા-પોતું કે પછી સાફ સફાઇ કરતા હોય તેવું બને ખરું ? વાત તો અજીબ લાગે પરંતુ આ હકીકત છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે અને જેની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગરમાં વાત્સલ્ય વડલો વૃદ્ધાશ્રમ ચલાવતા નિમિષા શર્મા આવા જ એક અનોખા સંચાલક છે. રેલવેના નિવૃત્ત કર્મચારી મહેન્દ્રભાઇ અને વિજ્યાબહેનના 4 સંતાનો પૈકીના સૌથી નાના સંતાન એટલે નિમિષા બહેન. તેમનાં વિશે વધારે વાત કરીએ તો, તેઓ બાળપણથી સમાજ માટે કઇક કરી બતાવવાની નેમ ધરાવતા હતા. તેમનાં વિશે મળતી માહિતી મુજબ, નિમિષા બેન જ્યારે શાળાએ જતા ત્યારે કોઇ વૃદ્ધ, અશક્ત કે સુરદાસને જૂએ તો તરત જ તેમની સેવા માટે દોડી જતા હતા. શાળાના આચાર્યાએ તેમની આ ભાવનાને જોઇને પીઠ થાબડી અને પ્રોત્સાહન આપ્યું અને આજે ગુજરાતમાં તેના વખાણ કરવામાં આવી રહ્યા છે.

image source

આ પછી જ્યારે તેઓએ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને NCCમાં જોડાયા અને સમાજ જાગૃતિ માટે શેરી-નાટકો, સફાઇના કામકાજ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેમણે ત્યારે જ નવસર્જન નામે એક સંસ્થાની સ્થાપના કરી દીધી હતી.

આ સંસ્થા વિશે વિગતે વાત કરીએ તો આ સંસ્થાના માધ્યમથી તેમણે બહેનો માટે સીવણવર્ગ, પુસ્તક, દવા અને ફળોનું વિતરણ, જરૂરીયાતમંદ બાળકોને મદદ, રક્તદાન શિબિર જેવી અનેક પ્રવૃત્તિ કરી. આ કામકાજ દરમિયાન તેઓ વિકાસ વિદ્યાલયના સંચાલિકા અરૂણાબહેન દેસાઇ અને ચિન્મય મિશનના સાધ્વી પ્રમિતાનંદજીના સંપર્કમાં આવ્યા અને સેવાનું લક્ષ્ય પ્રબળ બન્યું અને વાત્સલ્ય વડલાએ આકાર લીધો.

image soucre

આ પછી તેઓએ આગળ વધતા તેમનાં માતુશ્રી વિજ્યાબહેને દાનમાં આવેલ 500 વાર જગ્યામાં 2 રૂમ, ભોજનખંડ, રસોડું, કોઠાર બનાવ્યા અને વાત્સલ્ય વડલાની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે વ્યાપ વધ્યો અને નવા ત્રણ રૂમ, પ્રાર્થના હોલ, લાયબ્રેરી અને પ્રાગણમાં એક ગૌશાળા બનાવી છે. વૃદ્ધાશ્રમ એ આપણી સંસ્કૃતિની વિરૂદ્ધ છે એટલે તેઓ વાત્સલ્ય વડલો આશ્રમના નામથી જ સંબોધે છે. અહીં આજે 2-3 જેટલા વૃદ્ધો રહે છે અને સંતોષથી જીવન પસાર કરી રહ્યા છે.

image source

આર્થિક સંકડામણ વચ્ચે પણ ધાર્યા મુકામ સુધી પહોંચાડવાની તોએ ધગસ રાખે છે. કેટલીય આર્થિક સંકડામણ વચ્ચે પણ પોતાના ધાર્યા મુકામ સુધી પહોંચવા માટે સતત દોડધામ કરતા નિમિષાબહેન ક્યારેક તો ખૂદ વૃદ્ધોને તેલમાલિશ કે પછી માથાના વાળમાં તેલ નાખતા નજરે પડે છે.

image source

જો આ આશ્રમના કેમ્પસ વિશે વધારે વિગતે વાત કરીએ તો સારો સ્વભાવ ધરાવતા નિમિષા શર્માએ આશ્રમના પ્રાંગણમાં વૃક્ષો ઉછેર્યા છે. તો વાર-તહેવારે અહીં ગાયત્રી યજ્ઞ, નવચંડી યજ્ઞ, ભાગવત પઠન, સુંદરકાંડ અને કવિ સંમેલનનું આયોજન થતું રહે છે. આજે વિશ્વ વિમેન્સ ડે છે ત્યારે નિમિષા શર્માના આ સેવા કાર્યને સૌ વધાવી રહ્યાં છે અને તેઓ મહિલાઓ માટે આજના દિવસે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

Exit mobile version