આજે ફરી જોવા મળ્યો સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો શું છે નવો ભાવ

ભારતમા ફરી એક વાર ગોલ્ડની ડિમાન્ડ વધી રહી છે. દેશમાં ગોલ્ડની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે રિટેલ માંગ પણ વધી રહી છે. કેટલાક મહિના પહેલા આ માંગ જોવા મળી રહી ન હતી.

image source

આંતરરાષ્ટ્રિય માર્કેટમાં ગોલ્ડની કિંમત બુધવારે લગભગ સપાટ રહી છે. અમેરિકાના વ્યાજના દરમાં વધારાની સંભાવના અને ડોલરની નબળાઈ તેનું કારણ છે. ડોલર ઈન્ડેક્સ બુધવારે 0.1 ટકા ઘટ્યો છે. તેનાથી ગોલ્ડમાં વધારાની શક્યતા ખતમ થઈ છે. ઘરેલૂ માર્કેટમાં બુધવારે એમસીએક્સમાં સોનું 0.26 ટકા વધારાની સાથે 46993 પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. તો ચાંદી 0.56 ટકા વધીને 70000 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ચૂક્યું છે. ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયું હતું. સોનાની કિંમત રેકોર્ડ લેવલથી અત્યાર સુધી 10000 રૂપિયા ઘટી ચૂકી છે.

દિલ્હી માર્કેટમાં ગોલ્ડમાં આવ્યો સામાન્ય વધારો

image source

દિલ્હીમાં મંગળવારે સોનાનો ભાવ 97 રૂપિયાના વધારાની સાથે 46758 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. સોમવારે કારોબારમાં સોનું 46661 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું છે. ચાંદી પણ 1282 રૂપિયાના વધારા સાથે 70270 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ થઈ છે, સોમવારે આ 68988 રૂપિયા પર બંધ થઈ હતી. ભારતમાં હવે ફરી ગોલ્ડની ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે. દેશમાં ગોલ્ડની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે રિટેલ માંગ પણ જોવા મળી છે. થોડા મહિનાથી આ માંગ જોવા મળી રહી નથી.

જ્વેલરીની ડિમાન્ડ વધી

image source

વેલ્યૂના આધારે દેશમાં આ વર્ષ પહેલા 3 મહિનામાં જ્વેલરી ડિમાન્ડમાં 58 ટકાનો વધારો રહ્યો છે. સાથે 43100 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. ગયા વર્ષે ત્રિમાહીમાં આંકડો 27230 કરોડ રૂપિયા રહ્યો હતો. ગયા વર્ષે વેલ્યૂ ટર્મમાં રોકાણની માંગ જાન્યુઆરીતી માર્ચમાં આંકડો 10350 કરોડ રૂપિયા હતો જ્યારે વર્ષ 2021ના પહેલા 3 મહિનામાં 53 ટકાના વધારાની સાથે 15780 કરોડ રૂપિયા સુધી રહ્યો.

દિવાળી સુધીમાં સોનું થશે 60 હજાર રૂપિયાને પાર

image source

મે મહિનામાં એક્સપર્ટનું કહેવું છે કે સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનનું કહેવું છે કે એક અઠવાડિયામાં સોનું 1015 રૂપિયા સસ્તુ થયું છે. એપ્રિલમાં તેમાં 2602 રૂપિયાનો વધારો થયો હતો તો 31 માર્ચ 2021ના રોજ સોનાના ભાવ 44190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યા છે. આવનારા 5-6 મહિનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. અને સાથે જ કમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!