આજે અંતરિક્ષમાં દેખાશે અદ્ભૂત નજારો, જો ચુક્યા તો 2035 સુધી રાહ જોવાની રહેશે

અંતરિક્ષમાં આજે દેખાશે અદ્ભુત દ્રશ્ય – મંગળ ગ્રહ આવ્યો પૃથ્વીની સૌથી નજીક

બ્રહ્માંડ આપણા માટે હંમેશા રહસ્યમયી રહ્યું છે. આપણને નાનપણથી જ તારાઓ પ્રત્યે કૂતુહલ રહ્યું છે. જ્યારે બ્રહ્માંડના અસિમ સ્વરૂપ વિષે જાણીએ ત્યારે આપણને આપણે જાણે એક કણ જેવા જ લાગીએ છીએ. આપણું આખું જ્યોતિષ શાસ્ત્ર પણ ગ્રહોની ગતિવિધિઓ પર આધારીત છે. ગ્રહો પોતાની ચાલ બદલે અને અહીં આપણી કુંડળીઓમાં પણ ફેરફાર થવા લાગે છે. આપણી કુંડળી પર અસર કરતો આવો જ એક ગ્રહ મંગળ છે અને મંગળ આજના દિવસે એટલે કે મંગળવાર 13મી ઓક્ટોબર 2020ના રોજ પૃથ્વીની સૌથી વધારે નજીક જોવામાં આવશે. એક બાજુ સુરજ પશ્ચિમમાં આથમશે અને બીજી બાજુ પૂર્વમાં મંગળનો ઉદય થશે. મંગળ ગ્રહ આજે સાંજે તમને તેના નારંગી રંગમાં જોવા મળશે.

image source

મંગળવાર એટલે કે આજે એક મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે. અને સૌર મંડળમાં એક અદ્ભુત નઝારો જોવા મળશે. મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી વધારે નજીક હશે અને એક ઉજળા નારંગી રંગમાં ચમકતો તેને જોઈ શકાશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ઘટનાની અદ્ભુત વાત એ હશે કે આ દિવસે મંગળ સૂર્યની વિપરીત હશે અને પૃથ્વી સીધી જ મંગળ અને સૂર્યની વચ્ચે સ્થિત હશે.

image source

તેનાથી પૃથ્વી અને સૂર્યની સાથે મંગળ ગ્રહ એક સીધી રેખામાં દેખાશે. તેમજ જે લોકો આ અદ્ભુત ખગોળીય ઘટનાના અદ્ભુદ દ્રશ્યને જોતાં ચૂકી જશે તેમને આ ઘટના ફરી 15 વર્ષ બાદ જ જોવા મળશે. આજ પછી તમને આવું દ્રશ્ય 11 સપ્ટેમ્બર 2035માં જોવા મળશે.

મંગળવારે મંગળ ગ્રહને પોતાની આંખોથી પણ જોઈ શકાશે. મંગળવારે એટલે કે આજે સાંજે જ્યારે પશ્ચિમમાં સૂર્ય આથમી રહ્યો હશે તે વખતે પૂર્વમાં મંગળ ઉદય થઈ રહ્યો હશે.

image source

વિજ્ઞાનની ભાષામાં આ ખગોળીય ઘટનાને માર્સ એટ ઓપોઝિશન કહેવાય છે. સૂર્ય, પૃથ્વી અને મંગળ આ ત્રણે ગ્રહોનું એક સાથે સીધી લાઈનમાં આવવું ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક યાદગાર દિવસ બની જશે. મંગળ ગ્રહ અરધી રાત સુધી દક્ષિણ દિશામાં જતો રહેશે અને જો તમારી પાસે એક ઉચ્ચ ક્વોલિટીનો ટેલીસ્કોપ છે તો તમે ગ્રહની જમીનની એક ઝલક પણ જોઈ શકો છો.

જાણી લો મંગળ સાથે જોડાયેલી અજાણી અને અદ્ભુત હકિકતો

image source

– મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામા આવે છે કારણ કે તેનો રંગ લાલ છે.

– મંગળ આપણા સૌર મંડળનો બીજો સૌથી નાનો ગ્રહ છે. તેનો ડાયામિટર 6,791 કીલોમીટરનો છે, એટલે કે તે આપણી પૃથ્વી કરતાં લગભગ અરધો છે.

image source

– મંગળ પરનું હવામાન ખૂબ જ ઠંડુ હોય છે, કારણ કે તે સૂર્ય કરતાં દૂર છે. સામાન્ય રીતે તેનું તાપમાન 20 સેલ્સિયસ હોય છે પણ તેના ધૃવો પર તાપમાન -140 સેલ્સીયસ સુધી પણ પહોંચી શકે છે.

image source

– તમને જણાવી દઈએ કે મંગળ એક એવો ગ્રહ છે કે જેમાં આવેલા પહાડો આપણા સૌરમંડળમાં સૌથી વધારે ઉંચા છે. અહીં એક જ્વાળામુખી છે જેનું નામ ઓલિમ્પસ મોન્સ છે. તેની ઉંચાઈ 24 કિલોમીટર છે. પૃથ્વી પર આવેલા સૌથી ઉંચા પહાડ એવરેસ્ટ કરતાં તે ત્રણ ગણો ઉંચો છે.

– તમને જણાવી દઈએ કે પૃથ્વી પર તમે કુદીને જેટલા ઉંચા જઈ શકો છો તેના કરતાં ત્રણ ગણા ઉંચા તમે મંગળ પર જઈ શકો છો. તેની પાછળ અહીંનું ગુરુત્વાકર્ષણ છે. જે અહીં પૃથ્વી કરતા નબળુ છે.

image source

– મંગળના બે ચંદ્ર છે એકનું નામ ફોબોસ છે અને એકનું ડીમોસ. મંગળનો એક દિવસ 24 કલાક અને 37 મિનિટનો હોય છે. એટલે કે આપણા કરતાં માત્ર 37 મિનિટ જ લાંબો ત્યાંનો દિવસ હોય છે.. પણ માર્સનું એક વર્ષ આપણા કરતાં લગભગ બેગણું લાંબુ હોય છે. એટલે કે અહીંનું એક વર્ષ એટલે પૃથ્વીના 687 દિવસ. અને તે એટલા માટે કારણ કે તે પૃથ્વી કરતાં સૂર્યની પ્રદક્ષિણા કરવામાં વધારે સમય લગાવે છે.

તો આજનો દિવસ ચૂકતા નહીં અને મંગળનું આ અદ્ભુત દ્રશ્ય નિહાળી લેજો કારણ કે પછી વર્ષો બાદ તમે આવું દ્રશ્ય જોઈ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ