આજે આખા ભારતમાં લાગી શકે 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કોવિડ ટાસ્ક ફોર્સે કેન્દ્ર સરકારને ચોખ્ખું કહ્યું કે….

હાલમાં કોરોના કોરોના કોરોના જ થઈ રહ્યું છે. ચારેકોર લોકો ટપોટપ મરી રહ્યાં છે. દેશમાં રોજના 3 લાખ ઉપરના લોકોને કોરોના પોતાનો શિકાર બનાવી રહ્યો છે અને હજારો લોકોનો ભોગ પણ લઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

image source

આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે તેથી હવે આ આંકડાને મજાકમાં લેવો એ પણ મુર્ખામી છે. પહેલાં કરતાં બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આખરે સરકાર તેના નિર્ણય પર અડગ રહે છે કે પછી લોકડાઉન કરે છે.

image source

જેમણે લોકડાઉનની સલાહ આપી છે એ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. હાલમાં માહિતી મળી રહી છે કે આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે. બંને સભ્યો એક અઠવાડિયાથી આ માંગણીઓ કરી રહ્યા છે. ICMRએ અપીલ કરી છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે એવી વાતો પણ સુત્રો દ્વારા સામે આવી રહી છે, પરંતુ ICMR અને એઈમ્સના અભિપ્રાય અંગે કેન્દ્રએ કોઈ નિર્ણય લીધો નથી.

image source

આ સાથે જ સૂત્રોએ આગળ વાત કરી હતી કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો આંશિક લોકડાઉનની સરકાર જાહેરાત કરી શકે એવી પણ શક્યતા છે. અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે પણ કોરોનાને લઈ લોકડાઉન વાત કરી હતી કે મે મહીનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેરની પીક આવી શકે છે.

image source

હમણાં એ ન કહી શકાય કે કેસ કેટલા આવશે પરંતુ 5-6 લાખ કેસનો દરરોજનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ડો.જમીલ એવું પણ સાથે સાથે માને છે કે જો લોકો કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો કદાચ મે મહીનાના અંતમાં આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ.

image source

હાલમાં દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લૉકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લૉકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો.

image sourece

આ સિવાય કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં કોર્ટને એ આદેશ પાછો ખેંચવાની અપીલ કરાઈ છે, જેમાં દિલ્હીને ફાળવાયેલો 490 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાનું કહેવાયું છે. આ સાથે તેનું પાલન નહીં કરવા બદલ અવમાનનાની કાર્યવાહી કરવાની પણ ચેતવણી અપાઈ હતી. તેથી તે આદેશ પાછો ખેંચવાનો પણ અનુરોધ કરાયો છે. જો કે હાલમાં તો લોકોનું ધ્યાન એ તરફ અટકેલું છે કે દેશમાં ખરેખર લોકડાઉન લાગશે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!