ભારતીય ચલણી નાણાંમાં મહાત્મા ગાંધીજીની તસ્વીર ક્યારે છપાઈ જાણો…

૨જી ઓક્ટોબર એટલે ભારતીય રાષ્ટ્રપિતાનો જન્મદિવસ. આ વર્ષે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઈ. જેમાં દેશભરમાં ઠેરઠેર વિવિધ રાજકિય અને સામાજિક તથા શાળકિય ક્ષ્રેત્રે કાર્યક્રમો, રેલીઓ અને સ્વચ્છતા અભિયાનના જુદાજુદા આયોજનો થયા.

ભારતદેશને અંગ્રેજોના રાજમાંથી સદીઓની ગુલામીમાંથી આઝાદ કરાવવા આ વ્યક્તિએ જે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે આખા દેશને એક સૂત્ર કરીને જહેમત કરી છે. એ વિશે વિચાર માત્રથી આપણાં શરીરનાં રુવાડાં ખડાં થઈ જાય. તો એ સમયની તહોમત ભરી પરિસ્થિતિ અને એ વખતની માનસિકતા કેવી હશે! દેશને આજે આઝાદ થયે ૭૨ વર્ષ થયાં છે. આજે પણ એમણે જીવેલા સત્કર્મો અને સિદ્ધાંતોના સોગંધ ખવાય છે. એવો એવી વ્યક્તિ છે જેમના નામે ભારતીય સંવિધાન અને કાયદાકીય જોગવાઈઓને આધાર મળ્યો છે. એક એવી પ્રેરણામૂર્તિ જે દેશદાઝને કાજ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને ઘર, પરિવાર અને દરેક પ્રકારના ભૌતિક સુખ સગવડોને ન્યોછાવર કરીને સતત ઝઝૂમ્યા છે. એમની એક હાકલે આખા દેશે સ્વરાજ હકની અલખ ધૂન જગાવી હતી અને એજ સકારાત્કમ અભિગમે આપણા દેશને વિદેશી સાશકો પાસેથી આઝાદી અપાવી હતી.
ગાંધી બાપુ દેશના રાષ્ટ્રિય પિતા શાથી કહેવાયાઃ
આવા આપણાં દેશના દેવદૂત સમાં વિરલ વ્યક્તિત્વ વિશે થોડી વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના દરિયા કાંઠે આવેલ પોરબંદર શહેરમાં એમનો જન્મ સન, ૧૮૬૯, ૨ ઓક્ટોબરના થયો હતો. તેમના માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેઓને ત્રણ ભાંડેરાં હતાં. જેમાં એક બહેન રલીતાબેન અને બે ભાઈઓ લક્ષ્મીદાસ અને કરસનદાસ એમ બે ભાઈઓ હતા.૧૮૮૧માં રાજકોટ ખાતે એમણે શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો અને સન ૧૮૮૮માં લંડન યુનિવર્સિટીમાં આગળ ઉચ્ચ અભ્યાસ હેતુ બેરિસ્ટર બનવા ઇંન્ગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. એની પહેલાં દેશમાં જ સન ૧૮૮૩માં કસ્તુરબા માખણજી સાથે સાવ ૧૩ વર્ષની નાની ઉમરે લગ્ન થયાં હતાં. ત્યારબાદ અભ્યાસ પૂર્ણ કરીને આફ્રિકામાં તેઓ વકીલાતની પ્રેકટિસ કરવા ગયા હતા. એ સમય દરમિયાન રંગભેદ અને ગુલામી સભર અંગ્રેજ સરકારની દમનનીતિઓથી એમણે બહુ બધી કઠણાઈઓ સહન કરવી પડી અને એમણે દેશને આઝાદ કરવાનું પ્રણ લઈ લીધું હોય એમ ભારત પરત ફરીને સમગ્ર દેશનું એક જ વસ્ત્રમાં ભ્રમણ કર્યું. દેશની ગરીબ અને સામાન્ય પ્રજાની પરિસ્થિતિ સમજી એમણે સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવીને સ્વરાજ હાંસલ કરવાનો દેશ આખામાં સંદેશ ફેલાવ્યો. અબાલ – વૃદ્ધ સૌ સન, ૧૯૪૦ સુધીમાં ગાંધીજીની આ એકસૂત્રતાની ઝૂંબેશમાં જોડાઈને એમની સાથે સત્યાગ્રહ આંદોલનોમાં જોડાવવા લાગ્યાં. સન ૧૯૪૨ સુધીમાં તો દેશ આખામાં વિવિધ આંદોલનો કરીને સૌને ગુલામીમાંથી મુક્ત થવાનો જુસ્સો અપાવ્યો હતો. સન ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને સૌએ એક નવતર જીવનની અને ગાંધીજીએ બતાવેલા માર્ગ પર ચાલવાની રીતથી પ્રભાવિત થઈને એમને રાષ્ટ્રિય પિતાનું બિરુદ આપ્યું હતું. સૌ એમને બાપુ કહી સંબોધે છે, જે આજેય યથાવત છે. ગાંધીજીને ચાર પુત્રો થયા જેમનું નામ હરિલાલ, મણિલાલ, રામદાર અને દેવદાસ હતું. એમણે આજીવન વતનમાં સ્થાઈ ન રહીને કુટુંબ – પરિવારની જહોજલાલી મૂકીને સતત દેશના હિતાર્થે કાર્યો કરતા રહ્યા. આઝાદીની આ ચળવળમાં એમને અનેક નામી – અનામી નેતાઓ અને સ્વયંસેવકોનો સાથ સહકાર મળ્યો હતો પરંતુ એમની આ લોકપ્રિયતાના જુવાળને જાણે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય એમ સન ૧૯૪૮, ૩૦ જાન્યુઆરીએ નથુરામ ગોંડસેએ એમને એમના આશ્રમની સવારની પ્રાર્થના સભામાં જ ૩ ગોળી મારીને એમની છાતી વિંધી મૂકી હતી. ભારતીય ઇતિહાસમાં આ દિવસે માતૃભૂમિના એક વિરલ પુત્રને ખોયાનો શોક વ્યાપી ગયો હતો.
ભારતીય ચલણી નાણાં પર ગાંધીજી

આઝાદીના ૪૦ વર્ષ બાદ ભારતીય ચલણી નાણાંમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસ્વીરને સ્થાન અપવાની જોગવાઈ સ્વીકારાઈ જેમાં વોટરમાર્કિંગ કરેલ ગાંધીજીની ચશ્માં પહેરેલી આગવી લાક્ષણિકતાવાળો ચહેરો પસંદ કરાયો. જે સન ૧૯૮૭માં અમલમાં મૂકાયો. એ સમયે રૂપિયાની નોટો પર આ રીતે ગાંધીજી તસ્વીર છાપવાની સર્વાનુમતે સન ૧૯૯૬ દરમિયાન નગર બેંક ઓફ ઇન્ડિયાએ અંતિમ નિર્ણય લીધો હતો.
રૂપિયાની નોટની ડાબી બાજુએ એમની તસ્વીર છાપવી એ રીતની ડિઝાઈન નક્કી કરાઈ જે શરુઆતમાં ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર છપાવવાનું શરુ થયું હતું. ગત વર્ષથી અમલમાં આવેલ ૫૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટોમાં ગાંધીજીની તસ્વીર જમણી તરફ આવે એ રીતની ડિઝાઈન અમલમાં આવેલ છે.
મહાત્મા ગાંધીજીને આ રીતે દેશ વ્યાપી સન્માનને સૌએ બિરદાવ્યું એમના સિદ્ધાંતો અને જીવન જીવવાની પદ્ધતિએ રાષ્ટ્રને વિશ્વના નકશામાં એક જુદું જ સ્તર અપાવ્યું છે. જે અતિ મૂલ્યવાન એવી ચલણી નોટમાં સ્થાન આપીને રાષ્ટ્રે એમના પ્રત્યેના ૠણ અને આદરનું પ્રતિક બનાવ્યું છે.

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’