આજે રણવીર સિંહ જન્મદિવસ વિશેષ – જાણો પદ્માવત શૂટિંગ સમયના રસપ્રદ કિસ્સા…

મુંબઇઃ બોલિવૂડ ફિલ્મ પદ્માવત રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મની રીલિઝ રોકવાને લઇને અનેક રાજ્યોમાંતોફાનો કરવામાં આવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ ખિલજીની ભૂમિકા નિભાવનારા બોલિવૂડ એક્ટર રણવીર સિંહની એક્ટિંગની ચારેતરફ પ્રશંસા થઇ રહી છે. રણવીર સિંહે ખિલજીના રોલ માટે ભાષા અને વ્યવહારમાં બદલાવ માટે ખૂબ મહેનત કરી છે. ખિલજીના રોલમાંથી બહાર નીકળવા માટે રણવીર સિંહે સાઇકોલોજીસ્ટની સલાહ લેવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by ATHARV NAIK (@69atharv) on

મીડિયા સાથેની વાતચીતમાં રણવીર સિંહે આ ફિલ્મની શૂટિંગ સમયના કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ વર્ણવ્યા હતા. રણવીરે જણાવ્યું કે, તે ખિલજી જેવા ક્રૂર વ્યક્તિનો રોલ નિભાવવામાં રાજી નહોતા.

જ્યારે તેમણે આ રોલ અંગે તેમના પરિવારજનો અને મિત્રોને જણાવ્યું તો તમામ લોકોએ આ રોલ ન નિભાવવાની સલાહ આપી હતી કારણ કે તમામનું માનવું હતું કે, આ રોલ ફિલ્મોમાં રણવીરની નેગેટીવ ઇમેજ બની જશે રણવીરે કહ્યું કે, પરિવારજનોનો વિરોધ છતા મેં ભૂમિકા ભજવવા હા પાડી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood news updates (@bollywoodnews_32) on

જોહર સીનને શૂટ કરતા સમયને યાદ કરતા રણવીરે કહ્યું કે, તે સમયે હું ઉલ્ટીઓ કરવા લાગ્યો હતો. ખલબલી ગીત સમયે મારા પગ શિથિલ થઇ ગયા હતા. મને એવું લાગ્યું કે મારા પગ જૈલી બની ચૂક્યા છે. વિરોધને કારણે મારે સતત 30 દિવસ સુધી શૂટિંગ કરવું પડ્યું હતું

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmygalaxy) on

રણવીરે કહ્યું કે, આ સીનને 45 ડિગ્રીમાં મે મહિનામાં શૂટ કરવામાં આવ્યું હતું. મે શરીર પર 12 કિલોનો લેધર કોચ્યૂમ પહેર્યો હતો. સીનમાં વજનદાર પહેરવેશ સાથે ગરમીમાં સતત દોડવાનું હતું. ડિરેક્ટર જ્યારે કટ બોલ્યા ત્યારે મારી આંખોની સામે અંધારુ છવાઇ ગયું હતું. મને હોશમાં લાવવા માટે પાણી આપવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by 🔥Arjun Srivastava🔥 (@ranveerian_arjun007) on

ખિલજીના અવાજ માટે કરેલી મહેનત અંગે વાત કરતા રણવીરે કહ્યું કે, મે દોઢ વર્ષ સુધી ખરાબ અવાજ માટે પ્રેક્ટિસ કરી હતી. હું દરરોજ મારી વાસ્તવિક અવાજ ગુમાવી દેતો હતો.

ફિલ્મ રીલિઝ થયા બાદ ખુશી વ્યક્ત કરતા રણવીર કહે છે કે મારા મિત્રો મને મેસેજ કરીને કહે છે કે બોલિવૂડમાં ત્રણ વિલનને યાદ કરવામાં આવશે, એક ગબ્બર, મોગેંબો અને ત્રીજો ખિલજી.આ રોલ માટે રણવીર સિંહ અંધેરી કોઠરીઓમાં થોડા દિવસો રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by godfather (@godfather_666hast) on


દરરોજ અવનવા બોલીવુડ સમાચાર માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ