જલ્સા કરોને જેંતીલાલ

આજે ચૂંટણીના પરિણામના ઉત્સાહમાં અર્નબ ભૂલ્યા ભાન, સની દેઓલને કહ્યું સની લિયોની..

અર્નબ ગોસ્વામીએ કર્યો ગોટાળો, સની દેઓલને બદલે બોલી દેવાયું સની લિયોની… જેનો જવાબ પણ સની લિયોનીએ આપ્યો રસપ્રદ રીતે… સની અને સની… વચ્ચે આજે ચૂંટણીના પરિણામના ઉત્સાહમાં અર્નબ ભૂલો ભાન…

૧૮ કલાક ટી.વી. સામે બેસી રહેવાનું કહેતા અર્નબ ગોસ્વામીએ કરી એવી ભૂલ કે સની દેઓલને સની લિયોની બનાવી મૂક્યા…

આજે સવારથી પરિણામોની લહેર એક તરફી જ જણાતી હતી ત્યારે ખુશીની લહેર ચારેકોર છે. દરેકેદરેક ટી.વી ચેનલ્સ અને તેના એન્કર્સ / રીપોર્ટરો અતિ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં સૌ કોઈ એટલા બધા ઉન્માદમાં છે કે ઉતાવળે બોલી દેવામાં ભૂલચૂક થઈ શકે છે. એમાં અતિઉત્સાહી ને કાયમ તેમના એગ્રેસિવ મૂડને લીધે જાણીતા અર્નબ ગોસ્વામી તો સૌના ફેવરિટ છે.

રીપબ્લિક અને ભારત જેવી પ્રમુખ ચેનલ પર સતત એકહથ્થુ સાશન કરી રહેલા આ રીપોર્ટર એન્કર ‘ઇન્ડિયા વોન્ટ્સ ટૂ નો’ કહીને ખાસ અંદાજમાં પોતાના કાર્યક્રમની ચર્ચા શરૂ કરે છે.

આજે જ્યારે ચૂંટ્ણીના પરિણામનો ખાસ દિવસ છે ત્યારે તેઓ કહેતા નજર આવે છે કે અમારી સાથે આજે દિવસના પૂરા ૧૮ કલાક જોડાયેલા રહો… ત્યારે વિચાર થઈ આવે કે આ ભાઈ ગાંડા ન થઈ જાય તો સારું!! એજ વાતને એમણે સાબિત પણ કરી દીધી જ્યારે તેમણે સની દેઓલને બદલે ભૂલથી સની લિયોનીનું નામ લઈ લીધું…!!

આ વાતની પ્રતિક્રિયા આપતાં રમૂજી અને હળવી શૈલીમાં સની લિયોનીએ ટ્વીટ કર્યું કે કેટલી સીટથી આગળ છું એ પણ જણાવજો…

હકીકતે, ઢાઈ કિલો કા હાથ ઉઠ્તા હૈ તો આદમી ઉઠતા નહીં ઊઠ જાતા હૈ… અને આખેઆખો હેન્ડપંપ ઉખાડી ફેંકી દેતા ફિલ્મના પડદે નજર આવતા એન્ગ્રી એક્શન હીરો સની દેઓલ પહેલી વખત ભાજપ તરફથી લોકસભાની ચૂંટણીમાં લડ્યા છે. તેઓ પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી આગળ છે. એવું કહેવા જતાં અર્નબની જુબાન લપસી પડી હતી…

સનીના આ રસપ્રદ ટ્વીટ પર તેમના ફેન્સ લોકોએ બનાવ્યા કોમિક મીમન્સ…

અર્નબની આ ભૂલને હાઈલાઈટ કરતી, “મને કેટલા વોટ મળ્યા છે?” એવું લખેલી સની લિયોનીની ટ્વીટ બાદ અનેક લોકોએ જુદી જુદી સ્ટાઈલના મીમન્સ બનાવવા લાગ્યા. તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાવાઈ રહ્યા છે અને વાઈરલ થઈ રહ્યા છે.

તેમાં કોઈએ સની લિયોનીને સંબોધીને કહ્યું છે કે તમે તો આખા દેશનું દીલ જીતી લીધું છે. તો કોઈએ અર્નબની મસ્તી કરી છે! અર્નબને સંબોધીને લખ્યું છે, મોદીના પ્રેમમાં તમે દેવદાસ થઈ ગયા છો શું?


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version