જલ્સા કરોને જેંતીલાલ

આજે જન્મદિવસ વિશેષ : ઇન્ડિયન શકિરાના નામે જાણીતી આ ગાયિકાની સફળતાની સફર ફેરીટેલ જેવી છે…

નેહા કક્કર, ઇન્ડિયન આઈડોલ ઓડિશનથી લઈને જજ બનવાની સફર… જન્મદિવસે તેમના જીવનના અનેક અજાણી વાતો જાણીને કહીએ હેપ્પી બર્થ ડે. ઇન્ડિયન શકિરાના નામે જાણીતી આ ગાયિકાની સફળતાની સફર ફેરીટેલ જેવી છે…


નેહા કક્કરને આજે બોલિવૂડની એક પ્રખ્યાત સિંગરમાંથી એક તરીકે ઓળખાણ મળી છે. જેની ગાયિકા બનવાની સફર એટલી રસપ્રદ છે કે કોઈ બાયોગ્રાફિકલ ફિલ્મ બની શકે તેમ છે તેમના જીવનના સ્ટેપ બાય સ્ટેપ પ્રસંગો લઈએ તો…


માતાજીના જગરાતામાં ગાવા જતી આ ગાયિકાએ પ્લેબેક સિંગર અને ઇન્ડી પોપ સ્ટાર તરીકે સફળતા મળ્યા બાદ તેમના લૂકથી લઈને એટિટ્યુડ સુધી આખે આખું મેકઓવર થઈ ગયું છે. આ સિગરે એક સમયે ટી.વી. રિયાલીટી શોમાં કોમેડિયન તરીકે એક્ટિંગ પણ કરી છે. આવી અનેક રસપ્રદ વાતો જાણીએ જે એમના ક્લોઝ ફ્રેન્ડ્સ સિવાય તેમના ડાઈ હાર્ટ ફેન્સ પણ ભાગ્યે જ જાણતાં હશે.


નેહા કક્કરનો જન્મ અને પરિવારઃ

ભારતના ઉત્તરાખંમાં પવિત્ર ગંગા નદીને કિનારે આવેલ ઋષિકેશમાં તેમનો જન્મ ૬ જૂન, ૧૯૮૮ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ઋષિકેષ કક્કર અને માતાનું નામ નીતિ કક્કર છે. એમની મોટી બહેન સોનુ કક્કર પણ એક સફળ પ્લેબેક સિંગર છે. બે બહેનોને એક ભાઈ છે ટોની કક્કર જે પણ એક સફળ મ્યુઝિક કંપોઝર અને સિંગર છે.


માતાના જગરાતાઃ

આ પરિવાર માતાની ચોકી અને જગરાતામાં ભજન ગાઈને અને લગ્ન જેવા શુભ પ્રસંગોએ ગીત ગાઈને ગુજારાન કરતું હતું. કહેવાય છે કે માત્ર ૪ વર્ષની ઉમરથી જ નેહાએ સ્ટેજ પર માતાજીના ભજન ગાવાનું શરૂ કરી દીધું હતું.


સ્કુલ લાઈફઃ

જેણે નાનાપણથી જ માતાજીના જગરાતાથી ગાયકી શરૂ કરી હોય તેણે વધુ અભ્યાસ કર્યો હોય એવું કેમ બને? દિલ્હીની ન્યૂ હોલી પબ્લિક સ્કુલમાંથી તેમણે અભ્યાસ પૂરો કર્યો છે. એવું કહેવાય છે કે તેઓ ૧૧મા ધોરણમાં આવ્યા ત્યાર પછી એક ઘટના એવી બની કે એમનું જીવન જ બદલાઈ ગયું.

ઇન્ડિયન આઈડોલ સીઝન – ૨માં… તેમનું સિલેક્શન થયું…


ઇન્ડિયન આઈડોલ સીઝન – ૨

૨૦૦૬માં નેહા માત્ર ૧૮ વર્ષની હતી અને તેમને એવો ચાન્સ મળ્યો છે જે દરેક ગાયકની ઇચ્છા હોય છે. તેમનું સિલેક્શન ઇન્ડિયન આઈડોલમાં થઈ ગયું. એ સમય એવો હતો કે તેમનો ચહેરો આજે આપણે જોઈએ તો ઓળખી પણ ન શકીએ. તેઓ ચહેરા પર ચાંદ્લો કરેલી નાનકડી છોકરી હતાં આજે દસ વર્ષે એ જ મંચ પર તેઓ જજ તરીકે ચમક્યા છે! સફળતાની આ સફરમાં તેમણે ઘણું નામ કમાયું છે. તેઓ ફાઈનલ ૮ના રાઉન્ડ્ને ક્વોલિફાઈ નહોતાં કરી શક્યાં પરંતુ તે સમયના જજ, સોનુ નિગમ અનુ કપુર અને ફરાહ ખાનને તેઓ ખૂબ જ પસંદ પડી ગયાં હતાં. તેમનું સ્ટેજ પર્ફોમન્સ દર વખતે ઓડિયન્સનું દીલ જીતી લેતું હતું…


ઇન્ડિયન શકિરાનું બિરુદ

સાવ ઓછી હાઈટ હોવા છતાં તેઓ લાઈવ સિંગિંગ સાથે સુંદર ડાન્સ પર્ફોમન્સ આપી શકે છે. આજ સુધી તેમણે ૧૦૦૦થી પણ વધુ લાઈવ શો કર્યા છે. કદાચ માતાજીના જ આશીર્વાદ તેમને ફળ્યાં છે કે તેમણે ટૂંક સમયમાં આટલી નામના મેળવી છે. તેમન ફેન્સ અને બોલિવૂડ ક્રિટીક્સ તેમને ઇન્ડિયન શકિરા કહે છે.


નેહા ધ રોક સ્ટાર…

આપણે નેહાના કાલા ચશ્મા, બ્લ્યૂ હૈ પાની અને કર ગઈ ચુલ જેવાં ગીતો યાદ હશે. પરંતુ એમણે ઇન્ડિયન આઈડોલથી આઉટ થયા પછી પણ હારી જઈને ઘરે બેસી રહેવાને બદલે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. પોતાના અવાજ પર તેમણે રિયાઝ કરીને મક્કમ કરવાની કોશિશ ચાલુ રાખી તેમણે ૨૦૦૮માં મીત બ્રધર્સના કોમ્પોઝીશનમાં નેહા ધ રોક સ્ટાર નામે આલ્બમ લોંચ કર્યું. જે પાછળથી લોકોમાં ખૂબ પ્રચલિત થયું.


ત્યાર બાદ મ્યુઝિક ડાયરેક્ટર્સના ફોન આવતા તેમની સાથે રિહલ્સલ ટ્રેક પણ રેકોર્ડ થતા પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓ પર તેમનો અવાજ સૂટ નહીં થાય તેવા બહાના મળતાં રહેતાં હતાં. ૨૦૦૯માં તેમને સંગીતકાર જોડી સચિન જીગરના સંગીત હેઠળ બ્લ્યૂ ફિલ્મનું ટાઈટલ સોંન્ગ ગાવાની તક મળી. ત્યાર બાદ તેમણે કદી પાછળ વળીને નથી જોયું. ઇન્ડિયલ આઈડોલમાં જજ બનવા પહેલાં તેઓએ ઝી ટી.વી. પર પ્રસારિત થતા શો સા. રે. ગ. મ. પ લીટલ ચેમ્પસમાં પણ નિર્ણાયકની ભૂમિકા ભજવી છે.


તેમણે આજ સુધી હિન્દી સહિત, તેલુગુ, કર્ણાટકા, બંગાળી અને પંજાબી એમ વિવિધ ભાષાઓમાં ગીતો ગાયાં છે. તેમણે સુખવિંદર સિંગ, યો યો હની સિંગ, મિત બ્રધર્સ, રાહત ફતેહ અલી ખાન, બાદશાહ, દિલેર મહેંદી, અનુ મલિક, અરીજીત સિંગ અને તેમના ભાઈ ટોની તથા બહેન સોનુ કક્કર સહિત અનેક ગાયકો સાથે ગીતો ગાયાં છે.


નેહાએ તેમના મોસ્ટ ફેવરિટ એક્ટર શાહ રૂખ ખાન માટે ૨૦૧૨માં પહેલીવાર એક ગીત લખ્યું અને તેણે ગાયું પણ જાતે. આ એસ.આર.કે એન્થમ ફેસબુક અને યુટ્યુબ પર ખૂબ જ પસંદ કરાયું અને વાઈરલ થયું હતું. ત્યાર બાદ નેહાની ફેન ફોલોઈન્ગ વધતી ચાલી હતી.

એવોર્ડસ


નેહાને નેચરલ સિંગર કે ગોડ ગિફ્ટૅડ સિંગર કહેવાય છે. તેમણે બાળપણથી જ સંગીતમય વાતાવરણમાં ૪ વર્ષની ઉંમરથી ગાયકી શરૂ કરી કોઈપણ જાતની શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી નથી. તેમણે અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ તેમની દીદી સોનું કક્કર પાસેથી ગાવાની પ્રેરણા લીધી છે. તેમને બે વખત પી.ટી.સી. પંજાબી મ્યૂઝિક એવોર્ડસ મળ્યા છે અને બદ્રી કી દુલ્હનિયાના ગીત માટે તેમને મીર્ચી એવોર્ડ પણ મળેલો છે.

પર્સનલ લાઈફ


નેહા આમ તો ખૂબ બોલ્ડ દેખાય છે. પરંતુ તે ગણી ઇમોશનલ પણ છે. તે તેમના રિયાલીટી શોના જજની ખુરશી પર બેઠેલ હોવા છ્તાં અનેકવાર લાગણીશીલ એક્પ્રેશન બહાર આવી જતા હતા. સોશિયલ મીડિયામાં તેમને રોતલુ કે નોટંકી પણ કહેવાઈને ટ્રોલ થઈ જતી હતી.

તેમના યારિયાંના સ્ટાર અને અંગત મિત્ર સાથે ૪ વર્ષના રિલેશનશિપથી તેમણે બ્રેકઅપ કર્યું. તે સમયે તેઓ ઇન્ડિયન આઈડોલ સીઝન ૧૦ના ફાઈનલ સુધી આ શો પહોંચ્યો હતો ત્યારે તેઓ વારંવાર રડી પડતા હતા.


એમણે હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપ સમયે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે તેઓ જાણે છે કે પોતે એક સેલિબ્રિટી છે અને આ રીતે જાહેરમાં અંગત બાબતોને રજૂ ન કરવી જોઈએ. હું એક ઇન્સાન પણ છું અને આજે ખૂબ જ તૂટી ગઈ છું. તેઓએ પોતાના સંબંધને બધું જ સમર્પિત કરી દીધું છે એમ કહ્યું અને બદલામાં જે મળ્યું એ કોઈને કહી શકે તેમ નથી…

તેમની આ પોસ્ટે તેમના ફેન્સને પણ અચંબામાં મૂકી દીધાં હતાં. કહેવાય છે કે બોયફ્રેન્ડના શંકાશીલ સ્વભાવને કારણે તેઓએ બ્રેકઅપ કર્યું હતું. હાલમાં, કામને જ તેઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે અને આગળ વધી ગયાં છે. તેઓ ફેન્સને પોતાની તાકાત માને છે.


સિંગર કમ કોમેડિયન

આપને જાણીને નવાઈ લાગશે કે નેહા એક ઉમદા ગાયિકા તો છે જ અને સાથે તો એક અચ્છી અભિનેત્રી પણ છે. જ્યારે તેઓ બોલિવૂડમાં પોતાનો પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે કપિલ શર્મા સાથે કેટલાક કોમેડી એક્ટમાં અભિનય પણ કર્યો હતો. આ સિલસિલો ૨૦૧૧થી ૨૦૧૬ સુધી ચાલ્યો. ત્યાર બાદ ૨૦૧૭માં લિટલ ચેમ્પ્સમાં જજ તરીકે તેઓ નજર આવ્યા.

હાલમાં ઇન્ડિયન આઈડોલ સીઝન પૂરી થઈ છે ત્યારે જાણીતી એપ ટીકટોક પર પણ તેમના કોમેડી વીડિયોઝ તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે અને તે વાઈરલ પણ એટલા જ થાય છે.


સુપર હિટ સોંગ્સનું લાંબુ લિસ્ટ

યારિયાનું હની સિંગ સાથેનું સની સની ગીત હોય કે સેકન્ડ હેન્ડ જવાની… કોકા કોલા સોન્ગ હોય કે પાર્ટી શૂઝ, દેશી છોરી, મખણા, નિકલે કરંટ, મિલે હો તુમ હમકો, આંખ મારે, લંડન ધમકદા… કે પછી ગબ્બર ઈસ બેકનું આઓ રાજા અને દિલબર દિલબર હોય…


આ નોટી નંબર ૧ સિંગર નેહાના અનેક ગીતો ખૂબ જ સુપર હિટ જાય છે. તેમના ગીતો પાર્ટિ સોન્ગ્સ તરીકે પણ વગાડવામાં પહેલી ચોઈસ બને છે. તમને તેનું કયું ગીત ગમ્યું કોમેન્ટમાં જરૂર જણાવશો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version