આજે મધર્સ ડેના દિવસે આપણે હવેથી આટલી વાતની કાળજી રાખીશું તો રોજ મધર્સ ડે જ છે…

જેણે સંબંધોની ગૂંથણી કરતા શીખવી એ મા જ્યારે ઘડપણમાં સોયદોરો પોરવવા આપે ત્યારે એવું કહીને પોરો ના ખાવો કે, ‘મા તને આટલુંય નથી આવડતું.’


જેણે શીરામાં ગળપણનું માપ બાંધતા શીખવ્યું એને જતી ઉંમરે રસોડાની ટિપ્સ અને ડાઇનિંગ ટેબલની એટીકેટ્સ શીખવવાની જરૂર નથી.

જેણે જીવનનો કક્કો અને અભ્યાસની ABCD શીખવી એને જો કદાચ કેમેરાની કે મોબાઈલના કીબોર્ડની થોડી સમજણ આપવી પડે તો ઇરીટેટ ના થશો.


જેના પાલવની પહોળાઈ પપ્પાના ગુસ્સાને પણ પીગળાવી દે એવી છે તે મા પર નાની નાની વાતમાં ગુસ્સો કરવાની જરૂર નથી.


દરેક સંબંધને અકબંધ રાખી તેની ઓળખાણ કરાવનાર માને તમારા સ્વભાવની ખબર હોય જ છે, તેને ઘડી ઘડી એમ ન કહેવું કે, ‘મમી તને મારી કઈં ખબર જ નથી.’


સાડીમાં શોભતી મમીને જો જીન્સ પહેરવું હોય તો જાણી જોઈને તેની વેસ્ટ સાઈઝ યાદ કરાવીને તેને ઇન્સલટિંગ ફિલ કરાવવાની જરૂર નથી.

જબરજસ્તી દૂધ પીવડાવવાની જીદ કરતી માને જરૂર પડ્યે કડવો લીમડાનો રસ પીવડાવવાની જીદ બાળકે કરવી પડે.


માતૃત્વ કે મમતાનું કોઈ મેથ્સ નથી હોતું. માનું વહાલ અનંત અવિરત વહેતુ જ રહે છે. તેના પ્રેમનું કેલ્ક્યુલેશન કરવા જઈએ તો કેલ્ક્યુલેટર પણ કદાચ એરર બતાવી દેશે. એરરલેસ, એફર્ટ્લેસ અને એક્યુરેટ સંબંધો નિભાવવામાં એક્કો એવી માને બાળકને ઉછેરવા, આકાર આપવા અને અપાર પ્રેમ કરવા માટે નમન અને અભિનંદન.


દુનિયાની દરેક મમીને હેપી મધર્સ ડે.

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ