Mutual understanding – આજે વાત એક સાસુ અને વહુની સમજદારીની, એક પતિ પત્નીના પ્રેમની…

“Mutual understanding”

યુગ, જ્યારે એની 6 મહિનાની કેલ્વિનું ડાયપર બદલતો હતો એ જોઈને એના મમ્મી બોલ્યા, ” અંજલિને કહે ને !! તું શું કામ આ કરે છે ??” અંજલિએ આ સાંભળ્યું, નેઇલ પેઇન્ટ કરતાં એની આંગળીઓ થંભી ગઈ. એ યુગ સામે જોઈ રહી..!!

યુગે હસતાં હસતાં જવાબ આપ્યો, ‘ મમ્મી, તું જુએ છે. અંજલિ નેઇલ પેઇન્ટ કરી રહી છે … તો પછી આ પ્રશ્ન અસ્થાને નથી ??” યુગના મમ્મીએ છણકો કરતાં કહ્યું, ” આ સારું !! અમેય નોકરી કરતાં હતાં તોય મેં બે છોકરા મોટા કર્યા.. તારા પપ્પા મને નાનામોટા કામ માં મદદ પણ કરતાં પણ, આમ સાવ આવું …??”

અંજલ હવે , નેઇલપેઇન્ટ સુકાઈ ગઈ કે .??. એમ જોઈ રહી.. સાથે સાથે સાસુની તીક્ષ્ણ નજર… એ થોડી ઓઝપાઈ રહી.. ત્યાં યુગના પપ્પા આવી બોલી ઉઠ્યા… “યાદ છે, તને યુગની મમ્મી, હું યુગને હાલરડાં ગાઈ સુવડાવતો ત્યારે.. આપણાં પડોશી , મારી મજાક ઉડાવતાં હતાં અને તું કહેતી,” તમે રાગડા તાણી ને ન સુવડાવો !! ત્યારે…”

“ત્યારે.. હા, તમે મને કહેતા કે.. સમય બદલાઈ રહ્યો છે.. એ આપણે આ લોકોને બતાવવું જ રહ્યું !જો પત્ની, પતિના ખભેખભો મિલાવી નોકરી કરી શકે તો પછી પતિ કેમ ઘરકામમાં મદદરૂપ ન થઈ શકે ?? પણ.. આ તો.. હું ..તો એમ..” યુગના મમ્મી અટકી ગયા..અને યુગ, પોતાની ઢીંગલીને મમ્મીના હાથમાં થમાવતાં બોલ્યો, ” મોમ!, પાપા !, તમારા બન્ને વચ્ચે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી એમાંથી જ તો અમે શીખ્યા છીએ કે પત્ની એ ઘરની નોકરાણી કે બાળકોની આયા નથી.

અંજલિ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ , મોમ !! હું ઈચ્છતો હોવ કે,અંજલિ મેરેજ પહેલા જેવી હતી એવી જ સ્માર્ટ અને બ્યુટીફૂલ વાઈફ બની રહે તો મારે એને જેટલી ચાહવી હોય એ સાથે સમજવી અને સન્માનવી રહી..! હું જો એને એવો સ્પેર ટાઈમ જ ન આપી શકું તો એ મારી વાઈફ ની સાથે મારી હતી એવી જ ગર્લફ્રેન્ડ કેમ બની શકે ?

મમ્મી, સોરી ટુ સે.. બટ.. હું મારી ફ્રેન્ડ ને ભોગે પત્ની મેળવવા નથી ઈચ્છતો !” હવે, અંજલિ એ સાસુ સામે નજર માંડી.. અને એ પણ … અંજલિ સામે મલકી રહ્યા.. !! આખરે એની અંદર પણ એક સ્ત્રી જીવતી હતી જે એના પતિની દોસ્ત બનવા ઇચ્છતી હતી.

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

કાશ દરેક સાસુ આવું સમજી શકે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ