આજે દરેક સ્ત્રી માટે પોતાના ચેહરાની સુંદરતાનું ખૂબ મહત્વ હોય છે તો આજથી જ અજમાવો આ ફેસપેક…

આજના જમાનાની યુવતીઓ માટે પાર્લર જવું કમ્પલસરી બની ગયું છે. આખા દિવસનો થાક, નોકરીની ઝંઝટ, ઘરનું કામ, બહારનો ધુમાડો વગેરેને કારણે ચહેરો ફિક્કો લાગવા લાગે છે. ઉપરથી દર મહિને પાર્લર માટે રૂપિયા ખર્ચવાના.


માત્ર ફેસિયલ કરીને જ ચહેરાની રંગત પાછી લાવી શકાય છે, તેવું નથી. ઘરના કિચનમાં રહેલી કેટલીક વસ્તુઓથી પણ ચહેરા પર નિખાર લાવી શકાય છે. તેના માટે તમારે એક પણ રૂપિયા ખર્ચવાની જરૂર નહિ પડે.

ચણાના લોટનું ફેસપેક


ચણાનો લોટ દરેક કિચનમાં જોવા મળતું સામાન્ય ઘરેલુ વસ્તુ છે. જેના મદદથી તમે સ્કીન સંબંધી અનેક સમસ્યાઓ આસાનીથી દૂર કરી શકો છો. ચણાનો લોટ, ચોકર, દૂધ અને લીંબુના રસના કેટલાક ટીપાંને એકસાથે મિક્સ કરીને મિશ્રણ બનાવી લો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવો. આંખના ભાગે ન લગાવતા. આ પેક ચહેરા પર હળવો સૂકાઈ જાય, ત્યારે હાથ પર થોડું પાણી લઈને ધીરે ધીરે ધોઈ લો. જ્યારે તે બરાબર નીકળી જાય ત્યારે સાબુ અને પાણીથી ચહેરો ધોઈ લો.

મુલતાની માટી


બજારમાં મુલતાની માટી આસાનીથી મળી જાય છે. પાણીમાં મુલતાની માટી મિક્સ કરીને થોડી ગાઢી પેસ્ટ બનાવી અને ચહેરા પર લગાવો. ધ્યાન રાખો આંખો પર નહિ. થોડુ સૂકાઈ જાય ત્યારે પાણીથી બરાબર ધોઈ લો. તમે મુલતાની માટીમાં ગુલાબજળ અને દહી પણ મિક્સ કરીને લગાવી શકો છો.

દાળનું સ્ક્રબ


અલગ અલગ દાળને મિક્સ કરીને થોડી પીસી લો. હવે તેમાં ચોખાનો લોટ મિક્સ કરો. આ પાવડરમાં થોડું દૂધ કે દહીં મિક્સ કરીને તેમાં લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને 5થી 10 મિનીટ સુધી લગાવી રાખો. તેના બાદ ભીના કપડાથી હળવા હાથથી સ્ક્રબ કરો.

કાકડી અને ગુલાબ જળનું પેક


કાકડી, ગુલાબજળ અને એપલ વિનેગરથી બનેલા પેકનો ઉપયોગ કરો. કાકડીના રસમાં કેટલાક ટીપા ગુલાબજળના અને એક ચમચી એપલનું વિનેગર મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. થોડા સમય બાદ ચહેરાને સાફ કરી લો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સોંદર્યને લગતી ટીપ્સ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ