આજે બનાવો વડતાલ સ્વામિનારાયણ મંદિરના પ્રખ્યાત રાયતા મરચાં સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈને..

આજ કાલ મરચાની સિઝનમાં ઘરે ઘરે રાયતા મરચાના અથાણાં બનાવવામાં આવે છે. જે બનવી ને ઘણા દિવસ સુધી રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે. આમ તો મરચાં બનાવવા માટે વધારે કોઈ વસ્તુ નો ઉપયોગ નથી થતું ને બનાવવામાં પણ એકદમ સરળ છે તો નોંધી લો આજે મરચાં બનાવવાની રેસીપી ને આ સિઝનમાં બાનવજો જરૂર…

સામગ્રી

500 ગ્રામ , ભાવનગરી મરચાં,

4 ચમચી જીરું

1 ચમચી મરી

1 ચમચી સૂંઠ

1 ચમચી અજમો

½ વાટકી સમારેલો ગોળ,

1 ચમચી લીંબુનો રસ  

2 ચમચી તેલ

1 ચમચી જેટલું નમક

રીત:

સૌ ર્પથમ એક કડાઈને ગરમ કરવા મૂકો ને એમાં તેલ ગરમ કરો. પછી એમાં લીલા મરચાને ઊભા કાપા કરો ને એમાં નાખી સાંતળો. પછી મરચાને એક વાસણમાં કાઢો.

પછી એમાં બીજું તેલ એડ કરો ને એમાં જીરું નાખો ને સાંતળો. ત્યારબાદ એમાં મરી અને અજમો નાખો ને 2 મિનિટ સાંતળવા દો.

જપછી તેને એક વાસણમાં કાઢો ને ઠંડુ થાય એટલે તેનો મિક્સરમાં પાઉડર બનાવો.

પછી એ પાઉડરમાં ગોળ અને  લીંબુનો રસ ને સૂંઠ પાઉડર નાખો ને સરસ મિક્સ કરો.

હવે એમાં સંતળેલા મરચાં નાખી સરસ રીતે છોલી લો. અને 5 થી 6 ક્લાક માટે ઢાંકીને રાખી મૂકો.

હવે તેને એર ટાઈટ બરણીમાં ઢાંકીને ફ્રીજમાં સ્ટોર કરો. આ મરચાં તમે 3 દિવસ પછી ખાઈ શકો છો.