આજે અમે તમને બતાવીશું ચા સંબંધી કેટલાક ફાયદા, જે સ્વાસ્થય પર સીધા અસર કરે છે…

અનેક લોકોની દિવસની શરૂઆત એક કપ ચાથી થાય છે. થાક દૂર કરવા માટે લોકો ચા પીએ છે. ચા પીવી એ મોટાભાગના લોકોની ગમતી બાબત હોય છે. માર્કેટમાં બે પ્રકારની ચા મળે છે. એક લૂઝ ચા પત્તી અને બીજી ટી-બેગ્સ.


અનેક લોકો ઈન્ફ્યુઝ ટી પીવાનું પસંદ કરે છે, તો કેટલાક ટી-બેગ્સમાં જ ખુશ રહે છે. પરંતુ ચા પરફેક્ટ હોય એવું ચા લવર્સ આશા રાખે છે. આજે અમે તમને બતાવીશું ચા સંબંધી કેટલાક ફાયદા, જે સ્વાસ્થય પર સીધા અસર કરે છે.


લૂઝ ચા પત્તી જે તમે ઘરના ઉપયોગ માટે લાવો છો, તે ઉપયોગ માટે બેસ્ટ હોય છે. પણ જો ટી-બેગ્સ તમારા માટે હેલ્ધી ચાનો ઓપ્શન છે, તો કહેવું મુશ્કેલ છે.

SAMSUNG DIGITAL CAMERA

ચા માઈક્રોન્યૂટ્રીયન્સ્ટ જેમમ કે ફ્લોરાઈડ, મેગ્નેશિયમ અને ઝિંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ચાના ફાયદા ત્રણ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ પર નિર્ભર કરે છે. તે છે કેફીન, એલ-થિઆનાઈન અને કેચિન્સ.

Dried tea with petals and a Cup of fresh tea

કેચિન એક પ્રકારનું પોલિફિનોલ હોય છે, જેમાં એન્ટી-ઓક્સીડન્ટ્સ ગુણ જોવા મળે છે. કેફીનથી તમે એલર્ટ રહો છો અને એલ-થિઆનાઈન એક પ્રકારનું એમિનો એસિડ છે, જે આપણને રિલેક્સ રાખે છે. આ બધી વસ્તુઓ ટી-બેગ્સમાં વધુ હોય છે કે, લૂઝ ટીમાં તે કહેવું મુશ્કેલ છે.


જો તમે ચા પીવાનો વિચાર કરી રહ્યા છો, તો એક વાર લૂઝ ટી લેવુ એવોઈડ કરી શકો છો. કેમકે, અનેકવાર ઈન્ફ્યુઝ ટીના વધુ ગરમ કરવાથી ચાનું પીએચ લેવલ વધી જાય છે, જેને કારણે આપણને સ્વાસ્થ્ય સંબંધી અનેક નુકશાન થઈ શકે છે.


જો તમે ચાની સાથે સ્વાસ્થ્ય સંબંધી ફાયદા મેળવવા ઈચ્છો, તો તેને એકદમ સાચી રીતે બ્રુ કરો. ત્રણથી ચાર મિનીટ સુધી ચાને ઉકાળવુ જરૂરી છે. જો તમે ચાને માત્ર 15થી 20 સેકન્ડ માટે ઉકાળો છો, તો ચામા રહેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ સમગ્ર રીતે એક્ટિવ નહિ થાય. અને જો ચાને બરાબર ઉકાળશો તો તેમાંના બાયોએક્ટિવ કમ્પાઉન્ડ એક્ટિવ થવાની સાથે તમને સ્વાસ્થય સંબંધી ફાયદા પણ અપાવશે.


આ ઉપરાંત તમે ચામાં થોડું લીંબુ પણ નિચોવી શકો છો. તેનાચી ચા ન્યૂટ્રલાઈઝ થાય છે. આવું તમે ગ્રીન ટી અને બ્લેક ટી સાથે પણ કરી શકો છો.


એક સારી ચા પીવા માગો છો તો તેને સારી રીતે ઉકાળો. જોકે, લૂઝ ટી કરતા ટી-બેગ્સ તમારા માટે વધુ બેસ્ટ રહેશે, પંરતુ તે તમારા પાણીના તાપમાન પર પણ નિર્ભર કરે છે. જેટલું ઉકાળશો, તેટલું જ ચા પીવાની મજા લઈ શકશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને જાણી અજાણી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ