આ 3 રાશિના લોકો પર શનિની ચાલ બદલાવાની છે ભારે અસર, ચેતીને રહેજો

24 જાન્યુઆરીએ શનિ બદલશે ચાલ, આ 3 રાશિ પર પડશે સૌથી વધારે અસર

ન્યાયના દેવતા શનિ 24 જાન્યુઆરીથી ધન રાશિમાંથી પોતાની રાશિ મકરમાં ગોચર કરશે. 11 મે 2020થી 29 સપ્ટેમ્બર 2020 સુધી શનિ મકર રાશિમાં જ વક્રી અવસ્થામાં ગોચર કરશે. આ વર્ષે શનિ 27 ડિસેમ્બરના રોજ અસ્ત થશે જેનાથી શનિના પ્રભાવ થોડા ઘટશે.

ધન અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાડાસાતીનો પ્રભાવ પડી રહ્યો છે. હવે કુંભ રાશિ પર શનિની સાડાસાતીનું પહેલું ચરણ શરુ થશે. શનિ મકર અને કુંભ બંને રાશિના સ્વામી છે. શનિની બે રાશિમાંથી એક રાશિ મકરમાં શનિ ગોચર કરવા જઈ રહ્યો છે અને બીજી રાશિ કુંભ શનિની પોતાની રાશિ અને મૂળ ત્રિકોણ રાશિ છે. આ ગોચરથી બાર રાશિઓ પર કેવો પ્રભાવ પડશે જાણીએ તેની વિગતો.

મેષ

મેષ રાશિમાં શનિ દશમ અને એકાદશ ભાવનો સ્વામી થઈ રાશિથી દશમ ભાવમાં ગોચર કરશે. આ ભાવ કર્મ સ્થાન હોય છે. એટલે કે આ રાશિના જાતકો માટે શનિ મહેનત અને સંઘર્ષ વધારશે. નવા કામની શરૂઆત કરવી હોય તો એપ્રિલ સુધી રાહ જોવી હિતાવહ છે. કારણ કે શનિ મે માસથી વક્રી થશે જે કાર્યમાં બાધા ઉત્પન્ન કરશે. એટલે જે લાભનું વિચારો છો તે ન પણ મળે. આ સમય દરમિયાન કોઈપણ બાબતમાં બેદરકારી ન રાખવી.

વૃષભ

વૃષભ રાશિમાં શનિ નવમાં ભાવમાં ગોચર કરશે. શનિનું આ ભાગ્ય સ્થાન છે. તેથી પિતા સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કાર્ય સ્થળ પર મહેનત વધારે થશે પરંતુ લાભ ઓછો થતો જણાય. ધીરજથી કામ કરવું હિતાવહ રહેશે. બઢતીની આશા ફળશે નહીં. પ્રગતિ માટે શનિદેવ રાહ જોવડાવશે. નોકરીમાં ફેરફાર કરવાનું વિચારવું પણ નહીં.

મિથુન

મિથુન રાશિમાં શનિ અષ્ટમ ભાવમાં ગોચર કરશે. આ વર્ષે શનિનો પ્રભાવ તમારા કર્મ ભાવ પર રહેશે. જેના કારણે કાર્યસ્થળ પર મોડી સફળતા પ્રાપ્ત થાય અને કામમાં બાધા પણ આવે. શનિનો પ્રભાવ હોવાથી અચાનક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ પણ કથળી શકે છે. ધન સંબંધિત કાર્યોમાં અને આવકમાં શનિ ઘટાડો કરશે. આ વર્ષ વિદેશ યાત્રા માટે ઉત્તમ સાબિત થશે.

કર્ક

શનિનું ગોચર કર્ક રાશિમાં સપ્તમ સ્થાન થશે. આ વર્ષ આળસને પોતાનાથી દૂર કરી દો. કારણ કે આળસુ લોકોને શનિ શુભ ફળ આપતા નથી. વર્ષની શરૂઆતમાં વેપાર સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું થાય. વિદેશના પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. સંતાનના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. વાહન સાવધાનીથી ચલાવવા. ખર્ચ પણ વધશે.

સિંહ

સપ્તમ ભાવમાં શનિનું ગોચર રહેશે. આ વર્ષ સિંહ રાશિના જાતકોને યોગ્ય દિશામાં કાર્ય કરવાની પ્રેરણા મળતી રહેશે. તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ પણ મળશે. શનિનું ગોચર 2020ના વર્ષમાં મહેનત અને સંઘર્ષ વધારશે. તમે તમારી જાતને વ્યસ્ત અનુભવ કરશો. જમીન-મકાનમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમજદારીથી નિર્ણય લેવો. વર્ષ દરમિયાન ધંધામાં છેતરપિંડી થઈ શકે છે.

કન્યા

કન્યા રાશિના પંચમ સ્થાનમાં શનિ ગોચર કરશે. શનિના આ ગોચરથી અટકેલી શિક્ષા ફરીથી શરૂ થઈ શકે છે. શનિની સ્થિતિ તમારા વિચારમાં ગંભીરતા લાવશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં શનિ મદદ કરશે. શનિ તમને વેપારમાં ભ્રમિત કરી શકે છે તેથી ઉતાવળે નિર્ણય કરવાથી બચવું. સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે.

તુલા

શનિનું આ ગોચર તુલા રાશિના જાતકો મે નવી તક લાવશે. જો કે મનમાં અભિમાન રાખશો તો તમારા માટે તે નુકસાનકારક સાબિત થશે. વિદેશના કોઈ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હોય તો લાભ થશે. કોઈના કહેવાથી રોકાણ કરવું નહીં, ખાસ કરીને જમીનમાં રોકાણ કરતાં પહેલા વિચાર કરવો. માતા સાથે મતભેદ થઈ શકે છે. નાની નાની યાત્રાઓના યોગ છે. વાદ-વિવાદ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિમાં શનિ તૃતીય સ્થાનમાં ગોચર કરશે. શનિનું આ ગોચર વર્ષ દરમિયાન તમને આળસુ બનાવી શકે છે. જોકે મહત્વના નિર્ણય ટાળશો તો નુકસાન થશે. નવું કામ શરુ કરવા માટે સમય સારો છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ આર્થિક તંગી સહન કરવી પડશે નહીં. અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. મિત્રો પર આંધળો વિશ્વાસ કરવો નહીં.

ધન

ધન રાશિના જાતકો માટે શનિ સફળતા લાવશે. આ વર્ષે જે પણ કાર્યો શરૂ કરો તેમાં ધ્યાન આપી શકશો. શનિની સાડાસાતીનું અંતિમ ચરણ હોવાથી શનિ તમને તપાવીને સોના જેવા કરી દેશે. આ વર્ષ વેપારીઓ માટે સંઘર્ષભર્યું રહેશે. પરંતુ પરીણામ સારા મળશે. ધન રાશિના જાતકોના કોઈ કામ અટકશે નહીં. પિતૃપક્ષ તરફથી આર્થિક મદદ મળશે.

મકર

મકર રાશિમાં શનિની સાડાસાતીનું બીજું ચરણ શરુ થઈ રહ્યું છે. જેના કારણે માનસિક પરેશાની વધશે. જોકે માનસિક તાણને દૂર કરવાની પ્રેરણા પણ શનિ આપશે. શનિ તમારી નિર્ણય શક્તિ વધારશે. વેપારમાં લાભના નવા અવસર મળશે. આર્થિક સ્થિતિમાં પણ લાભ થશે. આ વર્ષમાં તમારા સપના સારા થશે. જો કે વાહન સાવધાનીથી ચલાવવું.

કુંભ

કુંભ રાશિ માટે સાડાસાતીનું પહેલું ચરણ શરુ થનાર છે. તેનાથી શનિ તમારો સંઘર્ષ વધારશે. તમે તમારા જ લોકોથી દૂર જવા લાગશો. જીવનસાથી સાથે પણ મતભેદ થઈ શકે છે. નવું કાર્ય કરતાં પહેલા વડીલોની સલાહ લેવી. નોકરી બદલવી હોય તો વર્ષના મધ્યભાગ પછી નિર્ણય લેવો.

મીન

મીન રાશિના એકાદશ ભાવમાં શનિ ગોચર કરશે. આ ગોચરના કારણે આળસ તમારા પર હાવિ રહેશે. મહત્વપૂર્ણ અવસરોથી વંચિત રહી જાઓ તેવું બને. વેપારમાં નવા અવસર પ્રાપ્ત થશે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. જીવનમાં ખુશીઓ છવાઈ જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર સારું સાબિત થશે. આર્થિક અને પારિવારીક સ્થિતિ સારી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ