જલ્સા કરોને જેંતીલાલ

આજથી ગુજરાત સાજે 7 વાગ્યા સુધી જગમગારા મારશે, હોટલ-દુકાનો-બગીચાઓ સહિત આટલા વાગ્યા સુધી રહેશે ખુલ્લાં

આજે 11 જૂન એટલે કે ગુજરાત સરકારે 9 તારીખે જાહેર કરેલી નવી ગાઈડલાઈનનો અમલી દિવસ. ત્યારે આજથી હવે ગુજરાન નવા રંગ રૂપ સાથે ધમધમતું થઈ જશે અને લોકોમાં પણ એક અનોખો માહોલ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 9મી જૂને મંદિર તથા હોટલ-રેસ્ટોરાં, જિમ અને બગીચા 11 જૂનથી શરતોને આધીન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેથી હવે આજ 11 જૂનથી રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે.

નવા નિયમો આજે 11 જૂનથી 26 જૂન સુધી એટલે કે 15 દિવસ લાગુ રહેશે. હવે 15 દિવસ સુધી હોટલ-રેસ્ટોરાંમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે, સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી હેમખેમ રહેશે જેની પણ શહેરવાસીઓએ નોંધ લેવી જ રહી. આ સાથે જ વાત કરીએ તો રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે. લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ વધારો કરીને એક કલાક સમય વધારે આપવામાં આવ્યો છે.

તેમજ નવી ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાઇબ્રેરી એની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જિમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન આવશ્યક રહેશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે જેની પણ ભાવિકોએ નોંધ લેવી. જો કે હા આ નિયમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

નવી ગાઈડલાઈન પ્રમાણે હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લી રાખી શકાશે અને વેપાર કરી શકાશ. આ સાથે જ તમને જણાવી દઈએ કે તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. તેથી દરેક જનતાએ 26 જૂન સુધી આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે અને ત્યારબાદ નવા નિયમો શું આવે એ જોવાનું રહ્યું. પરંતુ હાલમાં કોરોના કેસમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના હવે હાંફી રહ્યો છે. કોરોનાની બીજી લહેર નબળી પડતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 97.23 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં માત્ર 544 કેસો નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 2,68,485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 8,15,251 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 9976 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 7,96,208 દર્દીઓ સાજા થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version