આદુના પાણીથી દૂર કરો મેદસ્વિતા અને રાખો હૃદયને સ્વસ્થ…

આદુના ઉપયોગથી દૂર કરો અગણિત શારીરિક સમસ્યાઓ

મેદસ્વીતાથી લઈને હાર્ટ ડિસિઝ સુધી બધા જ ઉપાયો આદુમાં સમાયેલા છે.

આપણે બધા એ સારી રીતે જાણીએ જ છીએ કે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણી આળસુ તેમજ બેદરકાર જીવનશૈલીના કારણે આપણું વજન વધતું જઈ રહ્યું છે અને તે કારણે આપણે અનેક રોગોના શિકાર પણ થતાં જઈએ છીએ. શરીરનું કદ માત્ર પેટથી જ નહીં પણ દરેકે દરેક ભાગથી વધવા લાગ્યું છે.

જો તમે ખરેખર સ્વસ્થ રહેવા માગતા હોવ તો તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જ પડશે. પણ કોઈ કારણ સર તમે તેમ કરવા અક્ષમ હોવ અને તેમ છતાં તમે તમારું વજન ઘટાડવા માગતા હોવ તો તમારે આ ટેવ તો વિકસાવવી જ પડશે અને તે એ છે કે તમારે રોજ આદુનું પાણી પીવાની ટેવ પાડવી.

આદુના પાણીના રોજિંદા ઉપયોગથી તમારી ચરબી દૂર થઈ જશે. જીંજર વોટર નિયમિત લેવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ ગતિશીલ બને છે. અને મેટાબોલિઝમ ઝડપી બનવાથી તમારા શરીરમાં રહેલી ખરાબ ચરબી ઝડપથી બળવા લાગશે અને વજનમાં ઘટાડો થશે.

જીંજર વોટર તમને માત્ર મેદસ્વિતાથી જ નથી બચાવતું પણ તે તમારી તરફ આવતી અનેક બીમારીઓને દૂરથી જ ટાટા-બાયબાય કરી દે છે.

આદુના પાણીમાં રહેલી એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇંફ્લેમેટરી તેમજ એન્ટી ફંગલ પ્રોપર્ટીઝના કારણે તે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

જીંજર વોટર બનાવવાની રીતઃ

સૌ પ્રથમ એક ગ્લાસ પાણીને તપેલીમાં લઈ તેમાં એકથી ડોઢ ઇંચ જેટલા આદુને લઈ તેના ટુકડા કરી તપેલીમાં નાખી 15 મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી પાણીને ગાળી લેવું. તેમાં એક ચમચી લિંબુ મિક્સ કરી પી લેવું. જો તમને મીઠાશ ગમતી હોય તો તમે તેમાં મધ પણ ભેળવી શકો છો તે પણ ફાયદાકારક રહેશે.

આદુના પાણીના ફાયદાઃ

– આદુના પાણીથી ફેંફસા, પ્રોસ્ટેટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પેન્ક્રિએટિક બીમારીઓ તેમજ કેટલીક જાતના કેન્સર જેવા જીવલેણ રોગથી પણ રક્ષણ મળે છે.

– આદુના પાણીથી બોડીની ડાયજેસ્ટીવ સિસ્ટમ વધારે સારી બને છે અને શરીરને પાચનક્રિયા વધારે કાર્યક્ષમ બને છે.

– જમ્યાના અરધા કલાક બાદ આદુનું પાણી પીવાથી બોડીમાંના એસિડનું પ્રમાણ અંકુશમાં રહે છે અને હાર્ટબર્ન જેવી સમસ્યા ઉભી થતી નથી.

– આદુના પાણીના સેવનની રોજિંદી આદત પાડવાથી શરીરમાંના બ્લડ શુગરનું લેવલ બેલેન્સ્ડ રહે છે અને ડાયાબિટીસમાં રાહત રહે છે અને જો ડાયાબિટીસ ન હોય તો તે થવાની સંભાવના પણ મહદ્અંશે ઘટી જાય છે.

– આદુના પાણીના નિયમિત સેવનથી પેટની ગડબડો, જેમ કે અપચો, ગેસ વિગેરે દૂર થાય છે.

– મસલ્સના વિવિધ દુખાવામાં પણ આદુનુ પાણી રાહત આપે છે.

– આદુનુ પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે.

– આદુમાં એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો હોવાથી તે કફનાશક હોય છે માટે શરદીની સમસ્યામાં પણ રાહત મળે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ