“આદુ પાક” – શિયાળો ચાલી રહ્યો છે તો તમે હજી સુધી બનાવ્યો કે નહિ?

“આદુ પાક”

સામગ્રી :

ઘી – ૨ ચમચી,
આદુ (રેસા વગર નું) – ૫૦૦ ગ્રામ,
ખાંડ – ૫૦૦ ગ્રામ,
સૂકું કોપરા નું છીણ – ૨૫૦ ગ્રામ,
ડ્રાય ફ્રૂટ્સ – ૧/૨ કપ,

રીત :

૧. આદુ ને છોલી ને ધોઈ કોરુ કરી ચીલી કટર માં ક્રશ કરી લો.
૨. પેન માં ઘી લઈ આદુ ઉમેરી ગોલ્ડન થવા આવે ત્યાં સુધી શેકો.
૩. હવે ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો. થઇ જવા આવે ત્યારે કોપરા નું છીણ ઉમેરી એકાદ બે મિનિટ પછી ગેસ બંધ કરી દો.
૪. ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી ગ્રીઝ કરેલી પ્લેટ માં કાઢી લો. ઠંડુ થાય પછી કાપા કરી લો.

રસોઇ ની રાણી : મયૂરી પ્રજાપતિ (પીજ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી