જંગલ પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી લોકો માટે બાઇક એમ્બ્યુલન્સની સેવા..

ચેન્ચુ આદિવાસી લોકો નાલામલ્લાના અંતરિયાળ જંગલોમાં જંગલી બિલાડીઓ તેમજ અન્ય જંગલી પ્રાણીઓની સાથે વસવાટ કરે છે. આ જંગલમાં આ આદિવાસીઓના લગભગ 80 નેસ આવેલા છે. અહીંના લોકો યોગ્ય સમયે તબીબી સારવાર નહીં મળવાથી સંક્રમીત તેમજ બિનસંક્રમીત રોગોના કારણે મૃત્યુ પામે છે.

પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગૃપ (PVTG) ના સભ્યો આવા બિમાર લોકોને એક જોળીમાં નાખીને માઇલો સુધી ચાલીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે કારણ કે ત્યાં વાહનો ચાલી શકે તેવા રસ્તાઓ નથી. મોટા ભાગના કીસ્સાઓમાં ચેન્ચુગુડેમ્સ, પાલુટલા વિસ્તારોમાં અને તેની આસપાસ રહેતા બિમાર લોકો માત્ર એટલા માટે પોતાનો જીવ ગુમાવે છે કારણ કે તેઓ યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચી શકતા નથી.

જો કે હાલ તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. તેમના માટે ત્રણ મોટરસાઇકલ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે 24X7 બિમાર લોકોને જંગલના અંતરિયાળ નેસમાંથી હોસ્પિટલ પર લાવવા માટે તૈયાર રહે છે. પ્રથમ તો તેમને જગ્યા પર જ ફર્સ્ટ એઇડ આપવામાં આવે છે અને ત્યાર બાદ હોસ્પિટલ લઈ આવવામાં આવે છે.

આ મોટરસાઇકલ એમ્બ્યુલન્સમાંની એક ગાન્જીવારીપાલી, બીજી ડોરનાલા અને ત્રીજી કોરાપ્રોલુમાં રાખવામાં આવી છે. ઇમર્જન્સી માટે તેને ઓક્સિજન સિલિન્ડર, આઇવી પ્રવાહી અને દવાઓથી સજ્જ કરવામાં આવી છે. અંતરિયાળ ગામડાઓમાંથી કે જ્યાં 108ની મ્બ્યુલન્સ નથી જઈ શકતી ત્યાંથી બાઇક એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને 108 સુધી લઈ આવવામાં આવે છે અને તેમાં ખસેડી દેવામાં આવે છે તેવું ડીસ્ટ્રીક્ટ મેડિકલ હેલ્થ ઓફિસર એસ. રાજ્યલક્ષ્મીનું કહેવું છે.

ઇન્ટીગ્રેટેડ ટ્રાઇબલ ડેવલમેન્ટ એજન્સીના ડેપ્યુટી ડીસ્ટ્રીક્ટ મેડિકલ અને હેલ્થ ઓફિસર એમ. શ્રીનીવાસ રાઓ દ્વારા મળેલી માહિતી પ્રમાણે બાઇકના ડ્રાઇવર કમ ફાર્માસીસ્ટ દર્દીને મેદાનોમાં રાહ જોતી 108માં ખસેડતાં પહેલાં ફર્સ્ટએઇડ પુરુ પાડે છે. તેમણે શરૂ કરવામાં આવેલી આ સેવાઓ વિષે જંગલના આદિવાસી લોકોને માહિતી પુરુ પાડી હતી.

જંગલમાં રહેતા આદિવાસી લોકો જંગલી પ્રાણીઓના હૂમલાથી પણ ત્રસ્ત છે. તેમના પર રીંછ દ્વાર અવારનવાર હૂમલા થાય છે અને લોકોને અવારનવાર વીંછી પણ કરડતા રહે છે. તેવા સંજોગોમાં પણ ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થા દ્વારા લોકોને તબીબી સારવાર ઝડપી મળી રહે છે.

ડો. શ્રીનિવાસ નાઇકે આ પ્રદેશના કેટલાક અંતરિયાળ નેસ જેમ કે પોનાલાબૈલુ, નારીટાડીકાલા, પેદમ્માથાલી ચેનચુગુડેમ વિગેરેની મુલાકાત લીધી હતી અને ત્યાંના આદિવાસી લોકોને રાજ્ય સરકાર દ્વારા ખુલી મુકવામાં આવેલી આ એમ્બ્યુલન્સ સેવાઓ વિષે જાગૃત કર્યા હતા અને એવો નિર્ધાર કર્યો હતો કે ગમે તેવી કપરી સ્થીતીમાં પણ તેઓ આ આદિવાસી વસાહતોનું રક્ષણ કરવા મક્કમ રહેશે.

વાહનો માટે રસ્તાઓનો અભાવ

આ જંગલના મોટા ભાગના નેસ જેમ કે પેદમ્માથાલી પેન્ટા, દારાબૈલુ પેન્ટા, નારુતડીકાલાની વસ્તીઓ ખુબ જ છુટ્ટી છવાયી છે અને ત્યાં આ એમ્બ્યુલન્સ દ્વારા પણ પોહોંચવું મુશ્કેલ છે આ ઉપરાંત આ વાહનોમાં જીપીએસ ફીટ કરવામાં આવ્યા હોવા છતાં પણ એકધારા સંપર્કમાં રહી શકાતું નથી તેવું બાઇક એમ્બ્યુલન્સના ડ્રાઇવર કમ ફાર્મસિસ્ટ સુરેશ કુમારનું કહેવું છે.

સ્થાનીક વડિલ, પેદ્દા મન્થનાએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં એકવાર ઇલેક્શનમાં ચુંટાવાની લાલચે હેલિકોપ્ટરમાં ઉડતી મુલાકાતે આવતા અધિકારીઓ પાસે પલુટા આસપાસ રહેતા આદિવાસીઓ દ્વારા એક માંગ ઉભી કરવામાં આવી છે અને તે છે મોટરેબલ રોડની માંગ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મોટરસાઇકલ એમ્બ્યુલન્સની આ નવી સેવા અમારા માટે આશિર્વાદરૂપ સાબિત થવાની છે.

ડો. ચ. ચાલામૈયાહ જણાવે છે કે નેસના આદિવાસીઓ મોટે ભાગે પ્રદૂષિત પાણી પીને મેલેરિયા અને હાડકાના રોગોનો ભોગ બને છે અને છેવટે યોગ્ય સમયે સારવાર ન મળવાથી મૃત્યુ પામે છે. પણ મોટરસાઇકલ એમ્બ્યુલન્સ દ્વારા ઘણો બધો ફરક પડી શકે તેમ છે. તેવું તેમનું માનવું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ