કોરોના પછી આવનારા પ્રવાસીઓનો અડધો ખર્ચ આ દેશની સરકાર ઉપાડશે, શું છે પૂરી વિગતો જાણો તમે પણ

કોરોના પછી ત્યાં આવનારા પ્રવાસીઓનો અડધો ખર્ચ આ દેશની સરકાર ઉપાડશે

જાપાન દેશ પોતાની ટેકનોલોજી તેમજ ત્યાની પ્રાકૃતિક સુંદરતા માટે પણ ખુબ જ જાણીતો છે. જો કે કોરોનાના કારણે આખાય વિશ્વમાં ઇન્ટરનેશનલ હવાઈ મુસાફરીઓ પર રોક લગાડી દેવામાં આવી છે, આવા સમયે દરેક દેશને પોતાના ત્યાંના પ્રવાસન વ્યવસાયમાં અનેક ઘણું નુકશાન આવી રહ્યું છે. આ કોરોના વાયરસના સંક્રમણ પછી જે પણ લોકો જાપાન ફરવા જવાનું વિચારી રહ્યા છે, એમના માટે એક બહુ જ સારા સમાચાર લઈને આવ્યા છીએ. મળતી માહિતીના આધારે કોરોના વાયરસ મહામારીનો સમય પૂર્ણ થયા પછી જો કોઈ જાપાનમાં ફરવા માટે જશે તો ત્યાની સરકાર એ મુસાફરીનો અડધો ખર્ચ પોતે ચૂકવશે. આપને એ પણ જણાવી દઈએ કે જાપાને કોરોના વાયરસ પર અંકુશ મેળવી લીધો છે.

image source

જાપાને પણ વિદેશી પ્રવાસીઓ માટે કરી મોટી જાહેરાત

અહી આપને જણાવી દઈએ કે ગયા મહીને ઇટલીના સીસલી નામના શહેર તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના વાયરસની મહામારી પૂર્ણ થયા પછી ત્યાં ફરવા આવનાર દરેક પ્રવાસીના પ્લેનની અડધી ટીકીટનો ખર્ચ ત્યાની સરકાર આપશે. આ સાથે જ વધુમાં હોટલમાં જો ત્રણ દિવસ રોકાય તો એમાંથી પ્રવાસીનું એક દિવસનું બીલ પણ ત્યાની સરકાર જ ચૂકવશે. જો કે ઇટાલીની આ જાહેરાત પછી હવે જાપાને પણ પોતાના દેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે આવી જ એક જાહેરાત કરી છે. જાપાન સરકારના રીપોર્ટસ મુજબ જોઈએ તો આ અઠવાડિયા દરમિયાન જાપાનની ટુરીજમ એજન્સીએ પ્રવાસીઓના બજેટનો કેટલોક હિસ્સો જાતે જ ઉપાડવાની જાહેરાત કરી છે. જો કે અંગે વધુ કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ આ બાબતે જાપાન સરકાર વિચારી રહી છે.

image source

જુલાઈ 2020થી યોજનાનું અમલીકરણ થઇ શકે છે.

જો કે સૂત્ર દ્વારા મળતી માહિતીને જોતા આ ટુર પેકેજ માત્ર ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક પ્રવાસીઓ માટે જ આપવામાં આવી છે. તો સાથે જ કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે ટ્રાવેલ પ્રતિબંધો હટાવી લીધા પછી ઈટલીની જેમ જ જાપાન પણ ઇન્ટરનેશનલ પેકેજીસમાં રાહત આપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ યોજના જુલાઈ 2020થી લાગુ કરવામાં આવી શકે છે. જો કે ઉલ્લેખનીય છે કે આ તમામ યોજનાઓ ટ્રાવેલ પરના પ્રતિબંધો હટી ગયા પછી જ લાગુ થઇ શકશે.

image source

પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્કીમ વિચારાધીન છે

આપને એ પણ જણાવી દઈએ કે કોરોના વાયરસ પર જાપાન દેશે અમહદઅંશે અંકુશ મેળવી લીધો છે. ત્યાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 16,433 દર્દીઓ નોધાયા છે અને આ બધામાંથી 784 લોકો કોરોનાના કારણે મૃત્યુ પણ પામ્યા છે. જો કે આ વાત પણ સામે આવી રહી છે કે દરેક દેશની જેમ જ જાપાનના પ્રવાસન વ્યવસાયને પણ લોકડાઉનના કારણે ઘણું નુકશાન થયું છે, એની ભરપાઈ માટે જ સરકારે પ્રવાસીઓને આકર્ષવા આ સ્કીમ લાવવાનું વિચાર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ